Monday 7 January 2019

આ લઘુકથાનો અંત માત્ર *ચોટદાર જ નહીં પણ અણધાર્યો અને હચમાચાવી મૂકે* અેવો છે.....

************

*"તિરંગા નો પાંચમો રંગ"*

"બોલો તિરંગા માં કેટલા રંગ છે ?" પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓ ને પૂછી રહ્યો હતો.
બધા હસવા લાગ્યા,
*" તિરંગા માં ત્રણ જ રંગ હોય ને ?"*
ખાલી એક ચાર્મી એ હાથ ઉપર રાખ્યો હતો.

પ્રવીણ સરે, એને પૂછ્યું *" તારો જવાબ અલગ છે ?"*
એણે હકાર માં માથું હલાવ્યું ને બોલી *" પાંચ."*

અને આખા હોલ માં હાસ્ય ની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈ ને એમાં જોડાઈ ગયા.

વાત એમ હતી કે
*બોર્નવિનર કંપની તરફ થી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી* જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકો ને સ્પર્ધક તરીકે મોકલાવી ને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા *"બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ "* જીતવાની હોડ માં રહેતાં.
આ સ્પર્ધા નું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.

*આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી.*
અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને *"ગ્રાન્ડ ફિનાલે"* કહે છે તે શનિવાર આ વખતે *૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો.*
સૌ જાણતાજ હશો કે આવી સ્પર્ધાઓ નું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબર રૂપે પહેલા થી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિક થી એડિટ કરી ને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.

અને આ ગ્રાન્ડ ફિનાલે નો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાક ના સમય ની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાક નો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શક ને, જુના સ્પર્ધક ને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકો ને એક સવાલ પૂછ્યો . "બોલો *તિરંગા માં કેટલા રંગ* છે ?"
આપણી ચાર્મી એ જવાબ આપ્યો *"પાંચ."*

એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરતજ ચાર્મી ને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવા માં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.

સૌ ને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલ માં એની અને એની સ્કૂલ ની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુ માં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ *ચાર્મી, પાંચ વરસ ની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.*

પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલ નું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સપર્ધા કેટલાં લેવલ સુધી હતી
ચાર્મી :  બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરી થી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્ય ની છોડો ફરી વળી આખા ઑડિટોરિમ માં. કેટલાક ચતુર લોકો એ એની મુર્ખામી ને તાળીઓ થી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો *અમને સૌ ને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?*
ચાર્મી :  હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌ ને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ.
( આખી સભા માં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલ માં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)

ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારી માં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાં થી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી :  *પહેલો રંગ છે "કેશરી". જે આપણા તિરંગા માં સૌથી ઉપર નાં ભાગ માં હોય છે.*
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.
ચાર્મી : *બીજો રંગ છે "સફેદ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં હોય છે.*
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.
ચાર્મી : *ત્રીજો રંગ છે "લીલો" જે આપણા તિરંગા નાં સૌથી નીચલાં ભાગ માં હોય છે.*
હવે હોલ માં આનંદ ની ચરમસીમા હતી, સૌ એ ઉભા થઈને તાળીઓ ચાલુજ રાખી. સૌને હવે આગળ નો ફિયાસ્કો માણવાની આતુરતાં પરાકાષ્ઠા એ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.
ચાર્મી : *ચોથો રંગ છે "બ્લુ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં જે ચક્ર છે તેનો રંગ.*
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. *આ પાંચમો રંગ કયો ?* એ કહીશ ?
ચાર્મી : *પાંચમો રંગ છે "લાલ"* જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓ નો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરી ને બધાને શાંત કર્યાં.

પ્રવીણ સર : *મેં ક્યારે આપણા તિરંગા માં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ?* (એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાની ને નાં પડી).
ચાર્મી ? રાઈટ ?
*તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં ?*

ચાર્મી : હા સર,
*મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.*

આખા હોલ માં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુ માંથી.
એક એક આંખ માં આંસુ હતાં.
*પછી કોઈ કાંઈ બોલ્યું નહિ.* ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મી ને તેડી એને પપ્પીઓ થી નવડાવી દીધી અને બોલ્યો
*"જે દિવસે આખા દેશ ને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદ નો છેલ્લો દિવસ હશે."*
🇮🇳
*********
🇮🇳 *ll Vande Mataram  ll* 🇮🇳

No comments: