Thursday 30 June 2016

મેનેજમેન્ટના પાઠ....



ચાલો, આજે તમને મેનેજમેન્ટના પાઠ ભણાવું!
==========================

1.
જો પાર્ટીમાં તમે ખુબજ સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ. તમે તેની પાસે જઇને કહો, ''હું બહુ અમીર છું. મારી સાથે લગ્ન કરીશ ?'', તો તે 'ડાયરેક્ટ માર્કેટિંગ" છે.

2.
તમે એક પાર્ટીમાં તમારા મિત્રો સાથે છો અને સુંદર છોકરીને જુઓ છો. તમારો એક મિત્ર તે છોકરી પાસે જઇને તમારી સામે આંગળી ચીંધીને કહે કે, ''તે બહુ પૈસાવાળો છે. તેની સાથે લગ્ન કરી લે.'' તો તે 'એડ્વર્ટાઇઝીંગ છે.'

3.
તમે એક સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ છો. તમે તેની પાસે જઇને તેનો ફોન નંબર માંગો અને બીજા દિવસે તેને ફોન કરીને કહો, ''હાય, હું પૈસાવાળો છું, મારી સાથે લગ્ન કરી લે, તો તે "ટેલિમાર્કેટિંગ" છે.

4.તમે એક પાર્ટીમાં સુંદર છોકરીને જુઓ છો. તમે તેની પાસે ટાઇ દુરસ્ત કરીને જાઓ છો, તેને ડ્રીન્ક આપો છો, પછી તેના માટે દરવાજો (કારનો) ખોલી તેની બેગ અંદર મુકી તેને રાઇડ ઓફર કરો છો, અને પછી કહો છો, બાય ધ વે હું ખુબ પૈસાવાળો છું. શું મારી સાથે લગ્ન કરીશ ? - તો તે "પબ્લીક રિલેશન્સ" છે.

5. તમે પાર્ટીમાં એક સુંદર છોકરીને જુઓ છો અને તેને જઇને કહો છો, હું ખુબ પૈસાવાળો છું, મારી સાથે લગ્ન કરીશ ? અને તે તમને જોરથી તમાચો ઝીંકીદે છે- આને કહેવાય "કસ્ટમર ફીડબેક".

6. તમે પાર્ટીમાં સુંદર છોકરીને જુઓ છો. તે તમારી પાસે આવીને કહે, તમે તો ખુબ પૈસાવાળા લાગો છો. શું તમે મારી સાથે લગ્ન કરશો ? - આને કહેવાય "બ્રાન્ડ રિકગ્નીશન".

7. તમે સુંદર છોકરીને પાર્ટીમાં જોઇને તેની પાસે જઇને કહો કે હું ખુબ પૈસાવાળો છું, મારી સાથે લગ્ન કરી લે. અને તે તેના પતિ સાથે તમારી ઓળખાણ કરાવે તેને કહેવાય "ડિમાન્ડ એન્ડ સપ્લાય ગેપ".

8. તમે પાર્ટીમાં સુંદર છોકરીને જુઓ અને તેની પાસે જઇને વાત કરો ત્યાં બીજો કોઇ આવીને તેને કહે કે તે પૈસાવાળો છે, તું મારી સાથે લગ્ન કરીશ ? અને તે છોકરી તેની સાથે ચાલી જાય છે. આને કહેવાય "કોમ્પીટીશન ઇટીંગ યોર માર્કેટ શેર".

9. તમે ખુબ સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ છો. તમે તેને હું પૈસાવાળો છો અને શું મારી સાથે લગ્ન કરીશ તે કહેવા જાવ તે પહેલાજ તમારી પત્ની આવી જાય છે. આને કહેવાય "રેસ્ટ્રીક્શન ફ્રોમ એન્ટરીંગ ન્યું માર્કેટ્સ". 

હજુ કઈ ઘટે તો લખજો અને શેર તો અચૂક કરજો હો આ આપણું રીસર્ચ છે !

૧૦૧ કેહવતો!!!!!



તમને કેટલી કેહવત યાદ છે? આમાંથી તમારી ફેવરીટ કહેવત કોમેન્ટમાં લખજો!

૧. બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દાહ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તૈલી
૧૦૧. નમે તે સૌને ગમે