Thursday 30 June 2016

જો તમને એક પળનો પણ અવકાશ મળે તો તેને સતકર્મમાં લગાવી દો કારણ કે કાળચક્ર તમારાથી પણ વધારે ક્રૂર અને ઉપદ્રવી છે. તેને જીવન ખોવાની કહાની ન બનવા દો. જ્યાં સારી તક દેખાય તે ઝડપી લો. પાછળવળીને ન જુઓ.



અચૂક વાંચજો...તમારી સવાર બની જશે!
======================

સદીઓ પહેલા ચાણક્યએ સ્ત્રી-પુરુષને વશમાં રાખવાના બતાવ્યા છે ઉપાય

કોઈપણ વ્યકિતને કેવી રીતે વશમાં કરવી તે અંગે ચાણક્યએ એક નીતિ જણાવી છે આ નીતિનું પાલન કરીને તમે કોઈપણ વ્યક્તિને પછી તે સ્ત્રી હોય કે પુરૂષ તરત પોતાના વશમાં કરી શકો છો. વશીકરણના મૂળ મંત્ર વિશે શાસ્ત્રમાં જણાવ્યુ છે.

આચાર્ય ચાણકય કહે છે કે-
लुब्धमर्थेन गृह्णीयात् स्तब्धमंजलिकर्मणा।
मूर्खं छन्दानुवृत्त्या यथार्थत्वेन पण्डितम्।।

આ શ્લોકમાં આચાર્ય ચાણકય કહે છે કે આપણે ઘણા લોકોને આપણા વશમાં કરી શકીએ છીએ. દરેક વ્યકિત કોઈ ખાસ વાતને કારણે મોહિત થાય છે. ચાણક્યએ ખાસ વાત આ નિતિમાં જણાવી છે. આ વાતોનો સમય સાથે ઉપયોગ કરવો જોઈએ.

આપણી આસપાસ ઘણા પ્રકારના લોકો છે. ઘણા ધનના લોભી હોય છે તો ઘણા ઘંમડી હોય છે. ઘણા મૂર્ખ તો ઘણા બુધ્ધિમાન હોય છે. આ લોકોને વશમાં કરવાના ઘણા સરળ ઉપાય છે. કોઈ લાલચુ વ્યકિતને ધન દઈ વશમાં કરી શકાય છે. જ્યારે ઘંમડમાં રચ્યા-પચ્યા લોકો ઉચિત માન સમ્માન આપી વશમાં કરી શકાય છે.

જો કોઈ મૂર્ખ વ્યકિતને વશમાં કરવી હોય તો તે વ્યકિત જેવી રીતે બોલે છે તે રીતે જ તેને ઠીક કરવો જોઈએ. ખોટી પ્રશંસાથી મૂર્ખ વ્યકિતને વશમાં કરી શકાય છે. આ ઉપરાંત જો કોઈ વિદ્વાન અને સમજદાર વ્યકિતને વશમાં કરવી હોય તો તેની સામે માત્ર સાચુ જ બોલવુ. તો તે તમારા વશમાં થઈ જશે.

આ પ્રકારની વ્યકિતને પૈસા આપીને,ઘંમડી કે અભિમાની વ્યકિતને હાથ જોડીને, મૂર્ખને તેની વાતે માનીને જ્યારે વિદ્વાનને સાચુ બોલી વશમાં કરી શકાય છે.તમે આ રીતથી કોઈ પણ વ્યકિતને વશમાં કરી શકો છો.

તરવુ હોય તો આશાના સમુદ્રમાં કરો. નિરાશાના સમુદ્રમાં તરવાથી કોઈ ફાયદો નથી.આશાની સમાપ્તી જ જીવનની સમાપ્તી છે. નિરાશા મૃત્યુ છે.પરોપકાર મનુષ્ય સૌથી મોટો ગુણ છે. જો કોઈ મનુષ્ય પરોપકારી નથી તો તેનામાં અને દિવાલ પર લટકતી તસવીરમાં શું અંત્તર છે.

જે વ્યકિત જીવનમાં સફળ છે,તેને આપણે જોવી જોઈએ.તેમના જીવનમાં બધુ યોગ્ય પ્રકારે જ દેખાશે. તેમના જીવનની તમામ બાબતો દર્પણ જેવી સ્પષ્ટ દેખાશે. વિપત્તિઓ આવવા છત્તા સત્ય અને વિવેકનો સાથે ન છોડવો. કારણ કે જો આ બંને સાથે છે તો વિપત્તીઓ પોતાની મેળે દૂર થઈ જશે.

જો તમને એક પળનો પણ અવકાશ મળે તો તેને સતકર્મમાં લગાવી દો કારણ કે કાળચક્ર તમારાથી પણ વધારે ક્રૂર અને ઉપદ્રવી છે. તેને જીવન ખોવાની કહાની ન બનવા દો. જ્યાં સારી તક દેખાય તે ઝડપી લો. પાછળવળીને ન જુઓ.

No comments: