Wednesday 17 February 2016

માણસ....................

માણસ થી ગભરાયો માણસ,
માણસ થી મુંજાયો માણસ.

માણસ ની ઝેરીલી નજરે,
માણસ થી નજરાયો માણસ.

માણસ જેવો માણસ થઈને,
માણસ થી સંતાયો માણસ.

માણસ ના તીખાં બાણોથી,
માણસ થી વીંધાયો માણસ.

માણસ ના નખ જીણા જીણા,
માણસ થી પીંખાયો માણસ.

માણસ ના પાડોશી માણસ,
માણસ થી લૂંટાયો માણસ.

માણસ ના હૂંફાળા હાથે,
માણસ થી રહેંસાયો માણસ.

માણસ ના સુકાયા આંસુ,
માણસ થી દુભાયો માણસ.

માણસ થી ગભરાયો માણસ,

માણસ થી ભૂલયો માણસ.

દુઃખની શરૂઆત...............

તહેવાર કરતાં વહેવાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય,
દરકાર કરતાં શણગાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય.

સંસાર કરતાં જંજાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય,
સહકાર કરતાં પડકાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય.

આવક કરતાં જાવક વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય,
વર્તમાન કરતાં ભૂતકાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય.

કામ કરતાં કારભાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય,
કરનાર કરતાં ગણનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય.

ગ્રાહક કરતાં દુકાનદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય,
મિલકત કરતાં વારસદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય.

મિત્રો કરતાં સલાહકાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય,

ઇનામદાર કરતાં માલદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય.

Friday 12 February 2016

"તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે."

એક યુવતી પરણીને સાસરીએ આવી.
સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.

છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ, " મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ."

મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ, " બેટા. જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે." છોકરીએ કહ્યુ, " મમ્મી મને જલદી એ ઉપાય જણાવ."
મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ, " હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય." બીજા દિવસે માએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.

દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માએ એને કહ્યુ, " બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે."

બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવુ ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી.

પિયર જઇને મમ્મીને કહ્યુ, " મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે." મમ્મીએ હસતા હસતા કહ્યુ, " બેટા, હું તારી માં છું અને તારા ઉજવળભાવીનો હંમેશા વિચાર કરુ છું મે તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે."


મિત્રો, આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે

Tuesday 9 February 2016

((((( भगवान की प्लानिंग )))))

एक बार भगवान से उनका सेवक कहता है, भगवान आप एक जगह खड़े-खड़े थक गये होंगे.
.
एक दिन के लिए मैं आपकी जगह मूर्ति बन कर खड़ा हो जाता हूं, आप मेरा रूप धारण कर घूम आओ.
.
भगवान मान जाते हैं, लेकिन शर्त रखते हैं कि जो भी लोग प्रार्थना करने आयें, तुम बस उनकी प्रार्थना सुन लेना. कुछ बोलना नहीं.
.
मैंने उन सभी के लिए प्लानिंग कर रखी है. सेवक मान जाता है.
.
सबसे पहले मंदिर में बिजनेस मैन आता है और कहता है, भगवान मैंने एक नयी फैक्ट्री डाली है, उसे खूब सफल करना.
.
वह माथा टेकता है, तो उसका पर्स नीचे गिर जाता है. वह बिना पर्स लिये ही चला जाता है.
.
सेवक बेचैन हो जाता है. वह सोचता है कि रोक कर उसे बताये कि पर्स गिर गया, लेकिन शर्त की वजह से वह नहीं कह पाता.
.
इसके बाद एक गरीब आदमी आता है और भगवान को कहता है कि घर में खाने को कुछ नहीं. भगवान मदद कर.
.
तभी उसकी नजर पर्स पर पड़ती है. वह भगवान का शुक्रिया अदा करता है और पर्स लेकर चला जाता है.
.
अब तीसरा व्यक्ति आता है. वह नाविक होता है.
.
वह भगवान से कहता है कि मैं 15 दिनों के लिए जहाज लेकर समुद्र की यात्रा पर जा रहा हूं. यात्रा में कोई अड़चन न आये भगवान.
.
तभी पीछे से बिजनेस मैन पुलिस के साथ आता है और कहता है कि मेरे बाद ये नाविक आया है.
.
इसी ने मेरा पर्स चुरा लिया है. पुलिस नाविक को ले जा रही होती है कि सेवक बोल पड़ता है.
.
अब पुलिस सेवक के कहने पर उस गरीब आदमी को पकड़ कर जेल में बंद कर देती है.
.
रात को भगवान आते हैं, तो सेवक खुशी खुशी पूरा किस्सा बताता है.
.
भगवान कहते हैं, तुमने किसी का काम बनाया नहीं, बल्कि बिगाड़ा है.
.
वह व्यापारी गलत धंधे करता है. अगर उसका पर्स गिर भी गया, तो उसे फर्क नहीं पड़ता था.
.
इससे उसके पाप ही कम होते, क्योंकि वह पर्स गरीब इंसान को मिला था. पर्स मिलने पर उसके बच्चे भूखों नहीं मरते.
.
रही बात नाविक की, तो वह जिस यात्रा पर जा रहा था, वहां तूफान आनेवाला था.
.
अगर वह जेल में रहता, तो जान बच जाती. उसकी पत्नी विधवा होने से बच जाती. तुमने सब गड़बड़ कर दी.
.
कई बार हमारी लाइफ में भी ऐसी प्रॉब्लम आती है, जब हमें लगता है कि ये मेरा साथ ही क्यों हुआ.

Saturday 6 February 2016

જીવન બહુ જ ટુંકું છે જે તમને પ્રેમ કરે છે એના માટે પુરતો સમય આપો. કામની અગત્યતા સમજવી જરુરી છે પરંતું કેટલાક સંબંધો કામથી પણ વધુ અગત્યના હોય છે.

એક યુવક વહેલી સવારે પોતાની કાર લઇને ફુલવાળાની દુકાન પર પહોંચ્યો. આજે એની માતાનો જન્મદિવસ હતો અને એની માંએનાથી 200 કીલોમીટર દુર રહેતી હતી.માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફુલોનો એક બુકે માતાના રહેઠાણ સુધી પહોંચતો કરવા માટેનો ઓર્ડર આપવા આવ્યો હતો. એ કારમાંથી નીચે ઉતર્યો, બુકે પસંદ કર્યો અને પોતાની માતાનું સરનામું આપીને ત્યાં બુકે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.

યુવક પોતાની કાર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે એણે જોયુ કે એક નાની છોકરી ઉદાસ ચહેરે બાજુના ઓટલા પર બેઠી હતી. યુવક એ છોકરી પાસે ગયો અને પુછ્યુ બેટા, કેમ મુંઝાઇને બેઠી છે ?” એ નાની છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ , “ આજે મારી મમ્મીનો જન્મ દિવસ છે. મારે મારી મમ્મીને લાલ-ગુલાબ ભેટમાં આપવા છે કારણ કે લાલ ગુલાબ મારી મમ્મીને બહુ જ ગમે છે. પરંતું દુકાનવાળા ભાઇ લાલ-ગુલાબના 50 રૂપિયા કહે છે અને મારી પાસે માત્ર 20 રૂપિયા જ છે.

યુવકે ખીસ્સામાંથી પાકીટ કાઢ્યુ અને તેમાથી 10-10ની ત્રણ નોટ કાઢીને છોકરીના હાથમાં મુકી. છોકરી તો એકદમ ખુશ થઇ ગઇ. યુવકનો આભાર માનીને એ દોડતી દુકાનવાળા ભાઇ પાસે ગઇ અને મમ્મીને ગમતા લાલ-ગુલાબ ખરીદ્યા. યુવક આ છોકરીના ચહેરા પરનો અવર્ણનિય આનંદ જોઇ રહ્યો. છોકરી ગુલાબ ખરીદીને આવી એટલે યુવકે એને પુછ્યુ , “ બેટા, તારે કઇ બાજુ જવું છે?”

છોકરીનું ઘર આ યુવકના ઘર તરફ જતા રસ્તામાં જ વચ્ચે આવતુ હતુ એટલે યુવકે છોકરીને પોતાની ગાડીમાં બેસાડી. રસ્તામાં છોકરીનું ઘર આવ્યુ. ઘર બહુ જ સામાન્ય હતું. ગાર-માટીના લીંપણ વાળું. છોકરી ફરીથી આભાર વ્યકત કરીને દોડતા-દોડતા પોતાના ઘર તરફ ગઇ. યુવાન ગાડી ઉભી રાખીને જોઇ રહ્યો હતો. છોકરીએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને એની માતાએ જ દરવાજો ખોલ્યો. છોકરીએ લાલ-ગુલાબ એની માતાના હાથમાં મુક્યા અને છોકરીનીમાહર્ષથી પોતાની વ્હાલી દિકરીને ભેટી પડી.

યુવકે આ દ્રશ્ય જોયુ અને કંઇક વિચારવા લાગ્યો. એણે ગાડી પાછી વાળી. ફુલવાળાની દુકાને ગયો અને માતાના રહેઠાણ પર બુકે મોકલવાનો આપેલો ઓર્ડર કેન્સલ કરાવ્યો. માતાને ગમતા ફુલોનો બીજો બુકે તૈયાર કરાવ્યો અને પોતાની સાથે એ બુકે લઇને 200 કીલોમીટરની યાત્રા શરુ કરી.

જીવન બહુ જ ટુંકું છે જે તમને પ્રેમ કરે છે એના માટે પુરતો સમય આપો. કામની અગત્યતા સમજવી જરુરી છે પરંતું કેટલાક સંબંધો કામથી પણ વધુ અગત્યના હોય છે.

 

આપણા આ ભજવાતા વિવિધ પ્રકારના વેશની લાજ ન જાય એનો વિચાર કર્યો છે ક્યારેય ?

એક બહુરુપી , રાજા ભોજના દરબારમાં આવ્યો અને રાજા પાસે 5 રૂપિયાની માંગ કરી. રાજાએ બહુરુપીને કહ્યુ , " હું કલાકારને પુરસ્કાર આપી શકુ , દાન નહી." બહુરુપીએ પોતાની કલાના પ્રદર્શન માટે રાજા ભોજ પાસેથી 3 દિવસનો સમય માંગ્યો.

બીજા દિવસે રાજધાનીની બહાર એક વૃક્ષ નીચે કોઇ અજાણ્યા મહાત્માએ આસન લગાવ્યુ. મહાત્મા આંખો બંધ કરીને સમાધીમાં બેસી ગયા. આસ-પાસ ગોવાળીયાઓ ભેગા થયા અને મહાત્માને પુછવા લાગ્યા , " મહારાજ આપ કોણ છો ? ક્યાંથી આવ્યા ? " મહાત્માએ કોઇ જ જવાબ ન આપ્યો બસ આંખો બંધ કરીને બેસી જ રહ્યા.

ગોવાળીયાઓએ ગામમાં જઇને બધાને આ મહારાજ વિષે વાત કરી. લોકો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા અને પોતાની સાથે ફળ-ફુલ પણ લાવતા હતા. મહાત્માની આજુબાજુ ફળફુલના ઢગલા થઇ ગયા પણ મહાત્મા તો આંખો બંધ કરીને બેસી જ રહ્યા.

બીજા દિવસે રાજ્યના પ્રધાનમંત્રીને આ સમાચાર મળ્યા એટલે એ મહાત્માના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને મહાત્માના ચરણે સૂવર્ણમુદ્રા ધરી અને આ ભેટ સ્વિકારવા મહાત્માને વિનંતિ કરી. પરંતુ મહાત્મા તો જાણે કંઇ જ સંભળાતુ ન હોય એમ મૌન જ બેસી રહ્યા.

ત્રીજા દિવસે રાજા ભોજ સ્વયં આ મહાત્માના દર્શન કરવા માટે આવ્યા. હિરા-મોતી અને માણેક ભેટમાં આપવા માટે લાવ્યા. આ કિમતી રત્નોનો મહાત્મા પાસે ઢગલો કર્યો અને મહાત્માને વંદન કરીને આશિર્વાદ આપવા માટે વિનંતિ કરી આમ છતા મહાત્મા મૌન રહ્યા અને આંખો પણ ન ખોલી.

ચોથા દિવસે પેલો બહુરુપી રાજા ભોજના દરબારમાં પહોંચ્યો અને રાજાને હાથ જોડીને વિનંતિ કરતા કહ્યુ , " મહારાજ, રાજધાનીની બહાર જે મહાત્મા બેઠા હતા એ હું પોતે જ હતો મારો મહાત્માનો વેશ ધરીને બેઠો હતો. હવે મને 5 રૂપિયાનું પુરષ્કાર આપો. ". રાજાએ બહુરુપીને કહ્યુ , " તું સાવ મુરખ છે. આખા રાજ્યનો વૈભવ તારા ચરણોમાં રાખ્યો હતો ત્યારે તો તે એકવાર પણ આંખ ન ખોલી કે એક શબ્દ પણ ન બોલ્યો હવે 5 રૂપિયા માંગે છે "

બહુરુપીએ ભોજને જવાબ આપતા કહ્યુ , " તે વખતે હું મહાત્માના વેશમાં હતો અને ત્યારે બધો જ વૈભવ મારા માટે વ્યર્થ હતો કારણ કે મારે મારા વેશની લાજ રાખવાની હતી. પરંતું હવે મારા પેટની આગ મારા શ્રમનું મુલ્ય માંગે છે"

મિત્રો આપણે બધા પણ જુદા જુદા વેશ ભજવી રહ્યા છીએ. મા કે બાપ નો વેશ - દિકરા કે દિકરીનો વેશ - મિત્ર કે પડોશીનો વેશ- ભાઇ કે બહેન નો વેશ - શિક્ષક કે વિદ્યાર્થીનો વેશ- કર્મચારી કે અધિકારીનો વેશ. આપણા આ ભજવાતા વિવિધ પ્રકારના વેશની લાજ ન જાય એનો વિચાર કર્યો છે ક્યારેય ?

આશાની મિણબતીને ક્યારેય બુઝાવા ન દેતા.

એક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી.

પ્રથમ મિણબતીએ કહ્યુ , " હું શાંતિ છું. કોઇને મારી કંઇ જ પડી નથી. બધા માત્ર મને મેળવવાની અને સાથે રાખવાની વાતો કરે છે પરંતુ કોઇ મને મેળવવા કે સાથે રાખવાનો યોગ્ય પ્રયાસ કરતું જ નથી. મને લાગે છે કે હું હવે વધુ સમય પ્રકાશિત નહી રહી શકુ " આટલુ બોલતા-બોલતા જ પ્રથમ મિણબતી ઓલવાઇ ગઇ.

બીજી મિણબતીએ પોતાની વ્યથા વર્ણવતા કહ્યુ, " હું પ્રેમ છું. હવે તો લોકોએ મને જીવવા જેવો નથી રહેવા દીધો. મને બહુ બદનામ કરી દીધો છે. દુ:ખ તો એ વાતનું છે કે લોકોએ મારી સાથે પણ સ્વાર્થને જોડી દીધો છે. પોતાના મતલબ માટે મારુ ગળુ દબાવી દેવાનું હવે સાવ સહજ થઇ ગયુ છે. મને લાગે છે લોકોને મારી બહું જરુર નથી." આટલુ બોલતાની સાથે બીજી મિણબતી પણ બુઝાઇ ગઇ.

ત્રીજી મિણબતીએ અત્યંત દુ:ખી હદયે પોતાની વાત કરતા કહ્યુ , " હું વિશ્વાસ છું. એક સમય હતો જ્યારે મારી બોલ-બાલા હતી. આજે તો મારી સાથે જ દગો થાય છે. અરે પતિ-પત્નિ જેવા ખુબ નાજુક સંબંધોમાં પણ મને હવે સ્થાન નથી. હું જાઉં તો ક્યા જાઉં ? મને યુવાનીમાં જ વૃધ્ધાવસ્થા આવી ગઇ છે હવે બહુ ઓછા શ્વાસ બાકી રહ્યા છે. " બોલતા-બોલતા જ ત્રીજી મિણબતી રડી પડી અને પોતાના આંસુથી જ ઓલવાઇ ગઇ.

અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો અને એક નાનો બાળક ઓરડામાં દાખલ થયો. એણે જોયુ કે ત્રણ મિણબતીઓ ઓલવાઇ ગઇ હતી આથી તે ખુબ દુ:ખી થયો. એણે ફરિયાદના સ્વરમાં બુજાયેલી આ મિણબતીઓને કહ્યુ , " તમે એક બાળક તરિકે મને અન્યાય કર્યો છે. મારા આવતા પહેલા જ તમે તમારી જાતને ખતમ કરી દીધી. તમારે મારા માટે પ્રકાશિત રહેવાની જરુર હતી. "

બાળકની આ વાત સાંભળી રહેલી ચોથી મિણબતી બાળક પાસે ગઇ. હજુ પણ પ્રજ્જ્વલ્લિત આ મિણબતીએ બાળક ને કહ્યુ , " બેટા કોઇ ચિંતા ન કર હું છું ને હજુ. ચાલ આપણે બંને સાથે મળીને આ બુઝાયેલી ત્રણે મિણબતીઓને પુન:પ્રગટાવિએ. " બાળકે આશ્વર્ય સાથે ચોથી મિણબતીને પુછ્યુ " આપ કોણ ? "

ચોથી મિણબતીએ બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવતા-ફેરવતા કહ્યુ , " બેટા હું આશા છું "

મિત્રો, જીવનમાંથી લુપ્ત થઇ રહેલા કે થઇ ગયેલા શાંતિ, વિશ્વાસ અને પ્રેમને પુન: પ્રાપ્ત કરવા હોય તો આશાની મિણબતીને ક્યારેય બુઝાવા ન દેતા. આશા જીવંત હશે તો શાંતિ, વિશ્વાસ અને પ્રેમ પણ જીવંત થશે.

સમસ્યાની અસર હકારાત્મક વિચારોના અભાવને કારણે જ વધુ અનુભવાતી હોય છે.

સમસ્યાઓથી ઘેરાયેલો એક યુવાન પોતાના પ્રશ્નોના ઉકેલ માટે એક વિદ્વાન પાસે ગયો. આ યુવાનની વાતો સાંભળતા જ વિદ્વાનને સમજાઇ ગયુ કે યુવાન એના જીવનમાં આવેલી સમસ્યાઓને કારણે હતાશ થઇ ગયો છે.

વિદ્વાને આ યુવાનને પાણીનો એક ગ્લાસ આપ્યો અને આ ગ્લાસમાં મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ. યુવાને તો એને સાદા પાણીનો ગ્લાસ સમજીને મોઢે માંડ્યો. હજુ તો સહેજ પાણી મોઢામાં ગયુ કે તુરંત જ ઉભો થઇ ગયો અને ' થું.....થું......' કરવા લાગ્યો. વિદ્વાને પુછ્યુ , " કેમ ભાઇ શું થયું ? કેમ ઉભો થઇને પાણી બહાર થુકી આવ્યો ? " યુવાને ગુસ્સા સાથે કહ્યુ, " તમે પણ શું પંડીત થઇને આવી મશ્કરી કરો છો ! આટલુ ખારુ પાણી તે મોઢામાં જતુ હશે ?"

પંડીતે યુવાનની માફી માંગી અને પછી કહ્યુ " ચાલ આપણે બહાર ફરવા માટે જઇએ. તારા બધા જ સવાલના જવાબ તને ત્યાં આપીશ અને તારી સમસ્યાઓના ઉકેલ પણ તને બતાવીશ. " યુવાન અને પંડીત ચાલતા ચાલતા ગામની બહાર આવ્યા. એક સરસ મજાનું તળાવ હતુ એ તળાવના કાંઠા પર બંને બેઠા. વિદ્વાને પોતાના કોટના અંદરના ખીસ્સામાંથી એક નાની થેલી બહાર કાઢી તો તેમાં મીઠું હતુ.

યુવાન વિચારમાં પડી ગયો કે અહિયા તે મીઠાને શું કરવું હશે ? પેલા વિદ્વાને આ થેલીમાંથી એક મુઠી ભરીને મીઠુ તળાવમાં નાખ્યું. થોડીવાર પછી યુવાનને કહ્યુ " બેટા હવે જરા આ તળાવનું પાણી પી અને મને જણાવ કે તને પાણી કેવુ લાગે છે." યુવાને તળાવમાંથી ખોબો ભરીને પાણી પીધુ અને પછી વિદ્વાનને કહ્યુ , " પંડીતજી પાણી સરસ મીઠું છે અને તમે જે મુઠી ભરીને મીઠું નાખ્યુ હતુ તળાવમાં એની કોઇ અસર આ પાણીની મીઠાશ પર થઇ નથી. "

વિદ્વાને યુવાનને કહ્યુ " અરે, ભાઇ ઘરે પાણીના ગ્લાસમાં પણ એક મુઠી મીઠું નાખ્યુ હતું ત્યારે તો મીઠાની અસર થઇ હતી તો અત્યારે કેમ ના થઇ? " યુવાન કહે, " પંડીતજી તમે પણ કેવી વાત કરો છો ! ઘરે જે પાણીમાં એક મુઠી મીઠુ નાખ્યુ તે પાણીનો જથ્થો ઓછો હતો એટલે અસર થઇ અને અહિંયા પાણીનો જથ્થો વધુ છે એટલે અસર ન થઇ. "

વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડી અને પ્રેમથી કહ્યુ , " બેટા સમસ્યા તો આ મુઠીભર મીઠા જેટલી એક સરખી જ હોય છે પણ જો આપણે આપણા વિચારોનું વાસણ મોટુ કરી દઇએ તો એ સમસ્યાની કોઇ અસર ન થાય. "

મિત્રો , આપણા વિચારોરુપી જળનો જથ્થો જો પુરતા પ્રમાણમાં હશે તો આવનારી સમસ્યાની કોઇ વિપરિત અસર જીવન પર નહી પડે. સમસ્યાની અસર હકારાત્મક વિચારોના અભાવને કારણે જ વધુ અનુભવાતી હોય છે.