Monday 7 January 2019

આ લઘુકથાનો અંત માત્ર *ચોટદાર જ નહીં પણ અણધાર્યો અને હચમાચાવી મૂકે* અેવો છે.....

************

*"તિરંગા નો પાંચમો રંગ"*

"બોલો તિરંગા માં કેટલા રંગ છે ?" પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓ ને પૂછી રહ્યો હતો.
બધા હસવા લાગ્યા,
*" તિરંગા માં ત્રણ જ રંગ હોય ને ?"*
ખાલી એક ચાર્મી એ હાથ ઉપર રાખ્યો હતો.

પ્રવીણ સરે, એને પૂછ્યું *" તારો જવાબ અલગ છે ?"*
એણે હકાર માં માથું હલાવ્યું ને બોલી *" પાંચ."*

અને આખા હોલ માં હાસ્ય ની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈ ને એમાં જોડાઈ ગયા.

વાત એમ હતી કે
*બોર્નવિનર કંપની તરફ થી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી* જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકો ને સ્પર્ધક તરીકે મોકલાવી ને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા *"બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ "* જીતવાની હોડ માં રહેતાં.
આ સ્પર્ધા નું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.

*આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી.*
અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને *"ગ્રાન્ડ ફિનાલે"* કહે છે તે શનિવાર આ વખતે *૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો.*
સૌ જાણતાજ હશો કે આવી સ્પર્ધાઓ નું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબર રૂપે પહેલા થી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિક થી એડિટ કરી ને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.

અને આ ગ્રાન્ડ ફિનાલે નો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાક ના સમય ની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાક નો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શક ને, જુના સ્પર્ધક ને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકો ને એક સવાલ પૂછ્યો . "બોલો *તિરંગા માં કેટલા રંગ* છે ?"
આપણી ચાર્મી એ જવાબ આપ્યો *"પાંચ."*

એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરતજ ચાર્મી ને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવા માં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.

સૌ ને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલ માં એની અને એની સ્કૂલ ની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુ માં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ *ચાર્મી, પાંચ વરસ ની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.*

પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલ નું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સપર્ધા કેટલાં લેવલ સુધી હતી
ચાર્મી :  બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરી થી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્ય ની છોડો ફરી વળી આખા ઑડિટોરિમ માં. કેટલાક ચતુર લોકો એ એની મુર્ખામી ને તાળીઓ થી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો *અમને સૌ ને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?*
ચાર્મી :  હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌ ને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ.
( આખી સભા માં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલ માં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)

ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારી માં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાં થી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી :  *પહેલો રંગ છે "કેશરી". જે આપણા તિરંગા માં સૌથી ઉપર નાં ભાગ માં હોય છે.*
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.
ચાર્મી : *બીજો રંગ છે "સફેદ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં હોય છે.*
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.
ચાર્મી : *ત્રીજો રંગ છે "લીલો" જે આપણા તિરંગા નાં સૌથી નીચલાં ભાગ માં હોય છે.*
હવે હોલ માં આનંદ ની ચરમસીમા હતી, સૌ એ ઉભા થઈને તાળીઓ ચાલુજ રાખી. સૌને હવે આગળ નો ફિયાસ્કો માણવાની આતુરતાં પરાકાષ્ઠા એ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.
ચાર્મી : *ચોથો રંગ છે "બ્લુ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં જે ચક્ર છે તેનો રંગ.*
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. *આ પાંચમો રંગ કયો ?* એ કહીશ ?
ચાર્મી : *પાંચમો રંગ છે "લાલ"* જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓ નો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરી ને બધાને શાંત કર્યાં.

પ્રવીણ સર : *મેં ક્યારે આપણા તિરંગા માં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ?* (એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાની ને નાં પડી).
ચાર્મી ? રાઈટ ?
*તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં ?*

ચાર્મી : હા સર,
*મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.*

આખા હોલ માં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુ માંથી.
એક એક આંખ માં આંસુ હતાં.
*પછી કોઈ કાંઈ બોલ્યું નહિ.* ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મી ને તેડી એને પપ્પીઓ થી નવડાવી દીધી અને બોલ્યો
*"જે દિવસે આખા દેશ ને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદ નો છેલ્લો દિવસ હશે."*
🇮🇳
*********
🇮🇳 *ll Vande Mataram  ll* 🇮🇳

Saturday 15 September 2018

કવિ બોટાદકરનું એક પ્રસિધ્ધ કાવ્ય છે, “જનની જોડ સખી નહી જડે રે લોલ...” માતાના સંતાન પરના અદભૂત પ્રેમનું વર્ણન આ કાવ્યમાં કર્યુ છે. હવે જરા કલ્પના કરો કે આવી અનંત માતાઓ સાથે મળે તો બાળકને કેટલો પ્રેમ કરે ? પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અનંત માતાઓ જેવુ છે. આ માત્ર લખવા માટે લખેલા શબ્દો નથી મારા સહિત અનેક લોકોએ અનુભવેલી વાત છે. એક માતા જેટલી ઝીણવટથી એના સંતાનની સંભાળ ન રાખી શકે એથી અધિક ઝીણવટ સાથે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે અનેકની સાર સંભાળ રાખી છે.
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ એક વખત ઉકાઇ છાત્રાલયની મુલાકાતે ગયેલા. ઉકાઇમાં આદીવાસી વિસ્તારના બાળકો માટે શાળા અને છાત્રાલયની વયવસ્થા બીએપીએસ સંસ્થાએ ઉભી કરી છે. સામાન્ય આદીવાસી બાળક પણ ભણીગણીને સમાજમાં ગૌરવ સાથે ઉભો રહી શકે એવી સ્વાજીની એમ હતી. આ છત્રાલયમાં રહેલા કોઇ બાળક પાસે કોઇ પ્રકારની ફી લેવામાં નથી આવતી. મુલાકાત વખતે સ્વામીજીએ વ્યવસ્થાપકોને પુછ્યુ, “સવારે નાસ્તામાં બાળકોને દુધ આપો છો?” વ્યવસ્થાપકોએ કહ્યુ, “બાપા, પાઉડરમાંથી તૈયાર કરેલું દુધ નાસ્તામાં આપીએ છીએ.” આદીવાસી વિસ્તારના આ બાળકો માટે તો પાઉડરનું દુધ પણ મોટી વાત હતી પરંતું સ્વામીજીએ તુરંત જ ટકોર કરતા કહ્યુ, “બાળકો નાના છે. એમને પાઉડરનું દુધ ન ભાવે. એમના માટે જ્યાંથી પણ થઇ શકે ત્યાંથી દુધની વ્યવસ્થા કરો. ખર્ચાની બાબતની કોઇ ચીંતા ના કરશો એ તો અમે ઝોળી માંગી લઇશું પણ બાળકોને પાઉડરના દુધને બદલે સાચુ દૂધ આપો.”
આટલી સુચના આપીને સ્વામીજી છાત્રાલય જોવા માટે પધાર્યા. શીયાળો આવતો હોવાથી વિદ્યાર્થીઓને ઓઢવા માટે ધાબળા ખરીદેલા હતા. ઉનમાંથી બનાવેલા આ ધાબળા સ્વામીજીએ હાથમાં લઇને જોયા પછી વ્યવસ્થાપકને સુચના આપતા કહ્યુ, “ધાબળા બહુ જ સારા લાવ્યા છો. ઠંડીને નજીક આવવા જ ના દે એવા સરસ ધાબળા છે પરંતું આ બાળકો સાવ નાના છે એટલે એની ચામડી પણ ખુબ સુવાળી હોય. જો બાળકો આમ જ ધાબળા ઓઢે તો ધાબળાની બરછટ ઉન એની સુવાળી ચામડીને વાગે અને કરડ્યા કરે. બધા ધાબળા માટે કાપડના કવર કરાવી દો એટલે બાળકોને ઠંડીથી રક્ષણ મળે અને ઉન પણ ન વાગે”. બાળકોની આટલી ઝીણવટ ભરી સંભાળ રાખવાનું સ્વામીજી સિવાય બીજા કોને સુઝે ?
બાળકની જેમ વૃધ્ધોનું પણ એટલું જ ધ્યાન રાખે. રાજકોટના શાંતિલાલ જાદવજી છનિયારાના નામના એક હરિભક્ત દરવર્ષે નિયમિત રીતે અન્નકુટ ઉત્સવ માટે ગોંડલ ખાતેના અક્ષરમંદિરે આવે. જ્યારે અન્નકુટ ઉત્સવની પૂજન વિધી અને આરતી થાય ત્યારે છનીયારા કાકા પણ આ પૂજન આરતીના પ્રત્યક્ષ દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગમાં બેસે. મંદિરના અંદરના ભાગમાં ઘુમટ નીચે સંકડાશ ખુબ પડે એટલે મર્યાદીત લોકોને જ આ જગ્યાએ બેસવા માટેનો લાભ મળી શકતો. એકવર્ષે એવું થયુ કે મહાનુભાવોની સંખ્યા વધુ હશે એટલે છનિયારા કાકાને બેસવા માટેની જગ્યા ન મળી. સ્વામીજી જ્યારે પૂજનવિધી માટે આવ્યા ત્યારે એમણે ચારે તરફ નજર ફેરવી એમાં એની ચકોર નજર પારખી ગઇ કે છનિયારાકાકા આજે પુજનમાં નથી. ભીડને કારણે એને પ્રવેશ નહી મળ્યો હોય એ પણ સ્વામીજી સમજી ગયા.
સ્વામીજીએ બીજા કોઇને આ બાબતે કોઇ વાત ન કરી. પૂજનવિધી અને આરતી પુરી થઇ એટલે મંદીરમાંથી નીચે ઉતરતી વખતે સ્વામીએ સંતોને છનીયારા કાકાને શોધી લાવવા સુચના આપી. થોડી મીનીટોમાં છનીયારાકાકા આવી ગયા. સ્વામીબાપા એની રાહ જોઇ રહ્યા હતા. સ્વામીજીએ બે હાથ જોડીને છનીયારા કાકાની માફી માંગતા કહ્યુ, “આ વખતે વધુ માણસો હોવાથી સંતો આપને ઉપર પૂજનવિધીમાં બેસાડી શક્યા નથી. આપ દર વર્ષે બેસો છો પણ આ વખતે અમે આપની વ્યવસ્થા નથી કરી શક્યા તો અમને માફ કરજો. પૂજન વખતે ભગવાનને ખાસ આપના માટે પ્રાર્થના કરી છે અને આપના માટે હું સાચવીને પ્રસાદીના ફુલ પણ લાવ્યો છું.” આટલુ કહીને પ્રસાદીના હાથમાં રાખેલા ફુલ સ્વામીજીએ છનીયારા કાકાના હાથમાં મુકી દીધા. છનીયારા કાકા પાસે બોલવા માટે કોઇ શબ્દો જ નહોતા, સ્વામીજીનો માથી અધિક પ્રેમ જોઇને એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
1988ની સાલમાં સ્વામીબાપા લંડનમાં હતા ત્યારે નટુભાઇ નામના એક હરીભક્ત નિયમિત રીતે સ્વામીજીના દર્શન કરવા માટે આવતા. એકદિવસ સ્વામીજી જમતા હતા. એમણે નટુભાઇને પાછળ બેઠેલા જોયા એટલે સેવામાં રહેલા બ્રહ્મતીર્થ સ્વામીને કહ્યુ, “જો પાછળ પેલા ચશ્માવાળા હરિભકત બેઠા છે એને પ્રસાદ આપી આવો.” સ્વામીજીનો આદેશ થતા બ્રહ્મતીર્થ સ્વામીએ પાછળ જોયુ અને હરીભક્તને પ્રસાદ આપવા માટે થાળમાંથી મીઠાઇ લેવા માટે હાથ લંબાવ્યો. સ્વામીજીએ તુરંત એમને અટકાવ્યા અને કહ્યુ, “એમને ડાયાબીટીસ છે એટલે મીઠાઇનો પ્રસાદ નહી, ફરસાણનો પ્રસાદ આપો.” લાખોની સંખ્યામાં હરીભક્તો છે પરંતું ક્યા હરીભક્તને કેવા પ્રકારની તકલીફ છે એની સ્વામીજીને ખબર છે.
લાલકૃષ્ણ અડવાણી એકવખત સ્વામીજીને મળવા માટે આવવાના હતા. એમના માટે પ્રસાદની વ્યવસ્થા કરવાની હતી. સ્વામીજીએ વ્યવસ્થા કરનાર સંતને આદેશ આપ્યો કે પ્રસાદના ટુકડા બહુ મોટા નહી કરતા, નાના ટકડા રાખજો. કોઇએ વળી દલીલ કરી ‘બાપા, સાવ નાના ટુકડા રાખીએ તો સારુ ન લાગે.” સ્વામીજીએ કહ્યુ, “તમારી વાત સાચી છે પણ અડવાણી સાહેબનું મોઢું બહુ ખુલતું નથી એટલે મોટો ટુકડો એના મોઢામાં નહી જાય તો નાનો ટુકડો હોય તો સરળતાથી એ મોઢામાં મુકી શકે. જરા કલ્પના તો કરો કે કોનું મોઢું કેટલુ ખુલે છે એની પણ એને ખબર છે.
પ્રમુખસ્વામી મહારાજે નાત-જાત કે ગરીબ તવંગર એવુ કંઇ જોયા વગર અનેક લોકોને અનહદ પ્રેમ આપ્યો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ જગતમાંથી વિદાય લીધી એને આજે 2 વર્ષ પૂર્ણ થયા. પ્રમુખસ્વામી મહારાજે ભૌતિક દેહ થકી ભલે આ જગતમાંથી વિદાય લીધી પરંતું એના જીવન અને કાર્યો અનંતકાળ સુધી લોકોને સદમાર્ગે ચાલવાની અને જીવમાત્રને પ્રેમ કરવાની પ્રેરણા આપતા રહેશે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે એમના જેવા જ પ્રેમાળ અને વાત્સલ્યમૂર્તિ સત્પુરુષ પ.પૂ.મહંતસ્વામી મહારાજની ભેટ આપીને એમનો ખાલીપો ભરી આપ્યો છે.

Friday 14 September 2018

ગરુડ પૂરાણ પર આધારિત લેખ...

*ગરુડ પૂરાણ 
*મૃત્યુ બાદ શું થાય?*
*મૃત્યુ બાદ જીવન છે?*
*શું મૃત્યુ પીડા દાયક છે?*
*પૂન:જન્મ કેવી રીતે થાય?*
*મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે?*
આવાં પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે, જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય.
આવે સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો?
શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય?
આપણા આ બધા પ્રશ્નો નો ઉત્તર આપણા પ્રાચીન
ગરુડ - પૂરાણ માંથી મળશે.
ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો
પ્રયત્ન કરીએ...
મ્રુત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે.
*પ્રુથ્વી-ચક્રનું જોડાણ છુટવુ:*
અંદાજે મ્રુત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે , પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.
આ લક્ષણો એમ સૂચવે છે કે
પ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.
મ્રુત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા ઠંડા પડી જાય છે.
જ્યારે મ્રુત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.
*જીવાદોરી ( Astral Cord ):*
જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.
મ્રુત્યુ નો સમય થતાં,
યમદૂતના માર્ગદર્શન થી જીવાદોરી કપાય છે અને આત્મા નું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.
આ પ્રક્રિયા ને જ મ્રુત્યુ કહેવાય છે.
એક વાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ
ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે.
પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય તે શરીર ને છોડવા જલદી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે.
મ્રુતદેહ ની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષ નો અનુભવ કરી શકે છે.
આપણે ઘણી વાર જોઈએ છીએ કે મ્રુત્યુ થયા પછી પણ મ્રૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.
તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મ્રુત્યુ થયું છે. તેને એમજ લાગે છે કે તે જીવંત છે.
પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે.
આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે.
તે મ્રુતશરીરની આસપાસ , જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે એ બધું જ તે આત્મા ને સંભળાય છે.
એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે, પરંતુ કોઈને સંભળાતુ નથી.
ધીરે ધીરે આત્મા ને સમજાય છે કે તેનું મ્રુત્યુ થયું છે.
તે આત્મા શરીરથી
૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે.
સામાન્ય રીતે જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.
હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રા માં સામેલ થયા હો,
તે મ્રુતકનો આત્મા પણ
સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા સાક્ષી બને છે.
જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના
શરીર ને
પંચમહાભૂત માં વિલીન થતાં જોય છે,
ત્યારબાદ તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે.
આ ઉપરાંત તે ને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ
તેને જ્યાં જવું હોય તે ત્યાં જ્ઈ શકે છે.
પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તે ની મનગમતી જગ્યાએ ફરે છે.
જો, એ આત્મા ને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાન ના રૂમમાં રહેશે...
જો, એમનો જીવ રુપિયા માં હશે તો તેના કબાટ નજીક રહેશે...
સાત દિવસ પછી તે આત્મા તેના કુટુંબ ને વિદાય લઈ , પ્રૃથ્વી ની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે, જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે.
આ મ્રુત્યુલોક માં થી પરલોકમાં જવા માટે એક ટનલ માં થી પસાર થવું પડે છે.
આજ કારણસર કહેવાય છે કે મ્રુત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે.
મ્રુતકના સગાં સંબંધીઓ એ તે ની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માં ની શાસ્ત્રોક્ત વિધિ , પીઙદાન તથા
ક્ષમા-પ્રાથૅના કરવાની અત્યંત જરૂરી છે જેથી તે આત્મા ,
કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા ,રાગ, દ્વેષ, વગેરે
પોતાની સાથે ન લઈ જાય.
તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જા થી થઈ હશે તો તેમની ઉધ્વૅગતિ માં મદદરૂપ થશે.
મ્રુત્યુલોક થી શરૂ થતી ટનલ ના અંતે
દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.
*પૂર્વજો સાથે મિલન:*
જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિત્રુઓને , સ્વગૅવાસિ મીત્રોને તથા સ્વગૅસ્થ સગાઓ ને મળે છે.
આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવીરીતે ગળે મળીએ તેવું જ અહીં મિલન થાય છે.
ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.
તેને ચિત્ર ગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.
*મ્રુત્યુલોક ના જીવન ની સમીક્ષા:*
અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી.
જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં પોતાના પ્રૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે. જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે.
ગત્- જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.
પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછી ના જન્મ માં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.
અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે.
આજ કારણસર દેવલોકમાં સ્વિકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે.
ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો -કરાર
( બ્લુ-પ્રીન્ટ) બનાવે છે.
આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.
હકીકતમાં જીવ પોતેજ ઝીણા માં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા - નરસા અનુભવો, વગેરે ... આ જીવાત્મા પહેલાં થી જ નક્કી કરે છે.
દાખલા તરીકે:
કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારી ને હત્યા કરી હતી. આ ઘટના ના પશ્ચાતાપ રુપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવા નું નક્કી કરે છે. તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો
અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.
*આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ):*
દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે , તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવ ને આધારીત જ હોયછે.
જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો તેના માં બદલાની ભાવના પ્રબળ હશે.
જેટલી તીવ્રતા ની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે.
આજ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે, નહીં તો વેરભાવ ચૂકવવા માટે જન્મો જન્મની પીડા ભોગવવી પડશે.
એકવાર જીવ પોતાના આગામી જન્મના કરાર ની બ્લુ-પ્રીન્નટ નક્કી કરે છે , ત્યારબાદ વિશ્રાતિનો સમય હોય છે.
દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.
*પૂનઃજન્મ*
દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે, પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લેય છે.
દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે.
જીવ અંડકોષ ના મિલન દરમ્યાન,
૪થા- ૫માં મહીને અથવા
પ્રસૂતિ ના અંતિમ સમયે પણ ગર્ભ માં પ્રવેશ કરી શકે છે.
આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેનીજ બ્લુ-પ્રીન્ટ નીકળશે.
દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો.
દરેક જીવ, દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મ્રુત્યુલોકમાં જન્મે છે તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાન ને દેય છે.
આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ),
તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે.
આ જીવનમાં
રહેલી દરેક વ્યક્તિ , માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરે ની પસંદગી પણ આપણે જ કરેલ છે.
આપણા જીવન રુપી ફિલ્મની
વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ.
એક વાત ધ્યાનમાં રાખો, આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે જે રોલ આપણે લખ્યો છે, તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ?
*શું મ્રુત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે?*
મ્રુત્યુ બાદ આપણાં સ્વજનો ને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.
ગતિ એટલે આત્મા એ મ્રુત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.
જો ગતિ ન થાય તો જીવ પ્રુથ્વીલોકમાં જ અટકી જાય છે.
ઘણી વાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય, અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય, આપઘાત કર્યો હોય, કોઈ નજીક ની વ્યક્તિ માં જીવ રહી ગયો હોય અથવા
જીવાત્મા ની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય ,અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પ્રૃથ્વીલોકમાં રહેવું છે...
આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.
પરંતુ મ્રુત્યુ બાદ દરેક જીવાત્મા એ
૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે, ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી અને પ્રૃથ્વી ઉપર
પ્રેતયોની માં અધવચ્ચે રહી જાય છે.
આમ તે આત્મા ને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું.
આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ,
ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી
સદ્ ગત્ આત્માની ગતિ થાય.
અત્યાર ના સમયમાં નવી પેઢી ને આ બધા રીતીરિવાજો , માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી.
આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પ્રૃથ્વી લોકમાં અટકી ગયા છે અને તેઓની
ગતિ થતી નથી.
દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ ગત
આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિ ની ઉપેક્ષા કદી કરવી નહીં.
જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમણે કદી દુઃખી થવું નહીં, આત્માનુ કદી મ્રુત્યુ નથી થતું.
સમય આવતાં આપણે સ્વજનો ને મળવાનાં જ છીએ.🌹🙏🏻
*લેખ: ગરુડ પૂરાણ*
*પર આધારિત*

Saturday 8 September 2018

જેને જીવનમાં આગળ વધવું જ છે એ રસ્તાઓ શોધી જ લે છે. જાત જાતના બહાના કાઢવાનું એમને નથી ફાવતું.....

કેરલ રાજ્યના મુનારનો વતની શ્રીનાથ કે. અતિ ગરીબ પરિવારનો યુવક છે. પરિવારને આર્થિક મદદ કરવા એ અરનાકુલમ રેલવે સ્ટેશન પર ફૂલી તરીકેનું કામ કરે છે. શ્રીનાથ કે. બીજાનો સામાન ઉપાડવાનું સામાન્ય કામ કરે પણ સપનાઓ બહુ મોટા જોવે.
એમણે નક્કી કર્યું કે મારે સિવિલ સર્વીસ પરીક્ષા આપીને સરકારમાં સારા હોદા પર નોકરી કરવી છે. જ્યાં સેંકડો યુવાનો હજારો રૂપિયા ખર્ચીને કોચિંગ દ્વારા આવી પરિક્ષાની તૈયારીમાં લાગી ગયા હોય ત્યાં રેલવે સ્ટેશન પર કામ કરતા એક કુલીનું શુ ગજું ?
પણ શ્રીનાથ કે. એમ હાર માનીને હથિયાર હેઠા મૂકી દે એવો માણસ નહોતો. એણે પરીક્ષાની તૈયારી માટેનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો. ભારત સરકારે કેટલાક રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ ફાઈ ઝોનની સુવિધા ચાલુ કરી છે. શ્રીનાથ કે. આખો દિવસ રેલવે સ્ટેશન પર જ હોય એટલે એણે આ ફ્રી વાઈ ફાઈ સુવિધાનો લાભ લઈને ઓનલાઈન લેકચર સાંભળી પરિક્ષાની તૈયારી કરવાનો સંકલ્પ કર્યો.
એક સ્માર્ટ ફોન લીધો અને ઈયરફોનની મદદથી લેકચર સાંભળીને પરીક્ષાની તૈયારીના શ્રીગણેશ કર્યા. માથા પર સામાન અને કાનમાં ઈયરફોન ભરાવેલા આ છોકરાને ઘણાએ જોયો હશે. જોનારાને કદાચ બે ક્ષણ એમ પણ વિચાર આવ્યો હશે કે કામ કુલીનું કરે છે પણ ગીતો સાંભળવાનો બહુ ચસ્કો છે. લોકોને શુ ખબર કે આ કોઈ ફિલ્મી ગીતો નથી સાંભળતો પણ સરકારી અધિકારી બનવાની તૈયારી કરી રહ્યો છે.
તાજેતરમાં જાહેર થયેલા કેરલની સિવિલ સર્વિસની પરીક્ષાના પરિણામમાં લેખિત પરીક્ષા પાસ કરનારા સફળ ઉમેદવારોની યાદીમાં શ્રીનાથ કે.નું નામ પણ છે. હવે એ ઇન્ટરવ્યૂ આપશે અને પુરુષાર્થના બળે કદાચ પાસ કરીને અધિકારી પણ બની જશે.
આજના યુવાનોએ શ્રીનાથ પાસેથી એ શીખવા જેવું છે કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કારકિર્દી ઘડતર માટે પણ કરી શકાય. સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નાગરિકોને આવી ફ્રી વાઈ ફાઈની સુવિધા આપે છે જેનો ઉપયોગ ગેઇમ ડાઉનલોડ કરવામાં કે ફિલ્મ ડાઉનલોડ કરવામાં થાય છે કેટલાક કિસ્સામાં તો પોર્ન ફિલ્મો ડાઉનલોડ કરવાનું કામ થાય છે જ્યારે બીજી બાજુ શ્રીનાથ કે. એ આ સુવિધાનો સાચો ઉપયોગ કરી બતાવ્યો.
મિત્રો, જેને જીવનમાં આગળ વધવું જ છે એ રસ્તાઓ શોધી જ લે છે. જાત જાતના બહાના કાઢવાનું એમને નથી ફાવતું.

Friday 7 September 2018

*અભણ*

*અભણ*
દીકરા નું 12 માં નું પરિણામ આવ્યું.... પપ્પા બોલ્યા વાહ બેટા સરસ.... રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માં લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, એ સાંભળે છે?
આપણો દીકરો 12 માં ધોરણ માં 90% અને 98 pr સાથે પાસ થયો છે...
તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!
દીકરો બોલ્યો એ english માં છે, મમ્મી તું *અભણ* છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..
માં ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..
ત્યારે તેના પપ્પા બોલ્યા; બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો,
મેં કહ્યું ચાલ abortion કરવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે *અભણ* છે,
તારી મા ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે *અભણ* છે...
તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે *અભણ* છે...
તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે *અભણ* છે...
આજ સુધી તે પોતે *દેશી* હોવા છતાં પણ તને *વિદેશી* સગવડો આપી છે, કારણ કે તે *અભણ* છે...
તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે *અભણ* છે...
તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે *અભણ* છે....
બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી મા એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી.... તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની *અભણ* છે...
દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો: માં હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે... અને જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો...
માં આજે 90% સાથે પણ *હું* *અભણ* છું, અને માં તારી પાસે આજે phd. થી પણ ઉંચી ડિગ્રી છે...
કારણ કે આજે મેં *અભણ* માં ના સ્વરૂપ માં *ડોક્ટર*, *શિક્ષક*, સારી સલાહકાર *(વકીલ)*, મારા કપડાં ને સિવતી *ડિઝાઈનર* અને બેસ્ટ *કૂક* વગેરે ના દર્શન કર્યા છે.....

Thursday 6 September 2018

જીવનમાં આવતી સમસ્યાઓ પ્રભુ આપણને પજવવા માટે નહી પણ પકવવા માટે આપતો હોય છે !!

દુઃખ વિનાશ માટે નહી પણ વિકાસ માટે ્્્્
એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે
મંદિરે આવ્યા.
ઉનાળાની ઋતુ હતી એટલે ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ ફાટ
થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ કરી.
ભગવાનના દર્શન કરતા કરતા ભક્તની આંખો ભીની થઇ ગઇ.
ભગવાન પ્રગટ થયા અને ભક્તને પુછ્યુ, "
વત્સ, કેમ આંખમાં આંસુ આવ્યા ? "
ભકતએ કહ્યુ,
" પ્રભુ, આપ તો અંતરયામી છો. બધુ જ જાણો છો તો પછી શા માટે પુછો છો ? મારા જીવનમાં સમસ્યાઓનો કોઇ પાર નથી. એક પ્રશ્ન માંડ-માંડ ઉકેલુ ત્યાં બીજો ઉભો થાય છે.. કેટલીક વખત તો એવા વિચાર પણ આવે છે કે હું તમારુ કેવુ ધ્યાન
રાખુ છું તો પછી તમે મારુ ધ્યાન કેમ નથી રાખતા ?
આ બળબળતા ઉનાળામાં ટાઢક થાય તે સારુ હું તમારા માટે કેરીઓ લઇ આવ્યો તમને મારા માટે કંઇક કરવાનો વિચાર કેમ નહી આવતો હોય ? "
ભગવાને ભક્તને પુછ્યુ,
" આ કેરીઓ તું તારી ઘરે લાવ્યો ત્યારે કાચી હતી કે પાકી હતી ?
" ભક્તએ કહ્યુ,
" માર્કેટમાં પાકી કેરીઓ મળતી હતી પણ એ તો કાર્બેટથી પકાવેલી હોય એટલે હું તો કાચી કેરીઓ જ
ઘરે લાવ્યો અને ઘરે જ એને પકવી છે. "
ભગવાને પુછ્યુ, " તેં ઘરે કેરીને કેવી રીતે પકવી ? "
ભક્તએ જવાબ આપતા કહ્યુ, "
પ્રભુ, કાચી કેરીને એક કોથળા પર ગોઠવીને એના ઉપર બીજા કોથળાઓ ઢાંકી દીધા અને હવા ન જાય એવી રીતે બધુ પેક કરી દીધુ."
ભગવાને કહ્યુ, " આવું કરવાથી તો કેરીને
બીચારીને કેવી તકલીફ પડે. કેટલા દિવસ
સુધી ગરમી સહન કરવી પડે ત્યારે પાકે
આના કરતા કાર્બેટ મુકીને ફટાફટ પકવી
દીધી હોત તો ? "
ભક્તએ કહ્યુ, " અરે, પ્રભુ કેરીને થોડો સમય ગરમી આપીને પકાવીએ તો એ કેરી ખુબ મીઠી થાય એનો સ્વાદ સાવ જુદો જ હોય."
ભગવાને કહ્યુ, " પણ કેરીને બીચારીને કેવી તકલીફ પડે "
ભક્તએ કહ્યુ, " પ્રભુ, ભલે તકલીફ પડે પણ એની
મીઠાશ અને મૂલ્ય ખુબ વધી જાય."
ભગવાને ભક્તને કહ્યુ,
" બેટા, મારે પણ તારી મીઠાશ અને તારા મૂલ્યમાં વધારો કરવો છે. તને વધુ મજબુત બનાવવો છે અને એટલે હું તને જુદી જુદી સમસ્યાઓ આપ્યા કરુ છું. આ સમસ્યાઓ તારા વિનાશ માટે નહી પણ વિકાસ માટે છે. "
.
મિત્રો, જીવનમાં આવતી સમસ્યાઓ પ્રભુ
આપણને પજવવા માટે નહી પણ પકવવા
માટે આપતો હોય છે !!

Wednesday 5 September 2018

જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું.....

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ.
બીજી નોકરાણીએ હરખાતા હરખાતા બધા હિરા ભેગા કરી લીધા. બીજા દિવસે બધા હિરા લઇને એ એક સોનીની દુકાને ગઇ અને કહ્યુ કે મારે આ હિરા વેંચવા છે. સોનીને નોકરાણીના પહેરવેશ પરથી સમજાય ગયુ કે આ હિરા નોકરાણીના તો નહી જ હોય એને ક્યાંકથી મળ્યા હશે અથવા કોઇના ચોર્યા હશે. હિરા અસલી છે કે નકલી એની સોનીને પણ ખબર નહોતી. સોનીએ હિરા હાથમાં લઇને જોયા અને બહાર ફેંકી દીધા. નોકરાણીને કહ્યુ, “બહેન, આ હિરા નહિ કાચના ટુકડા છે આની તો રાતી પાઇ પણ ન આવે”. નોકરાણી નિરાસ થઇને ચાલી ગઇ.
નોકરાણીના ગયા પછી સોનીએ બધા હિરા ભેગા કરી લીધા. સોની આ હિરા લઇને હિરાના મોટા વેપારી પાસે ગયો અને વેપારીને હિરા બતાવીને કિંમત કરવા કહ્યુ. વેપારી હિરાનું મૂલ્ય જાણતો હતો આમ છતા હિરા પડાવી લેવા માટે વેપારીએ પણ હિરા ખોટા છે એમ કહીને શેરીમાં ફેંકી દીધા. વેપારીએ જેવા હિરા ફેંક્યા કે એ તુટી ગયા. ભગવાન આ બધી ઘટનના સાક્ષી હતા.
ભગવાને હિરાને પુછ્યુ, “અગાઉ તમને નોકરાણી અને સોનીએ રસ્તા પર ફેંક્યા ત્યારે તમે ના તુટયા પણ આ હિરાના વેપારીએ ફેંક્યા તો પળ્વારમાં જ કેમ તુટી ગયા ?” હિરાઓએ દુ:ખી હદયે કહ્યુ, “પ્રભુ, નોકરાણી અને સોનીએ અમને ફેંકી દીધા એનાથી અમને કોઇ તકલીફ ન પડી પણ આ હિરાના વેપારીએ ફેંક્યા એટલે તુટી ગયા. પહેલા બંનેને તો અમારા મૂલ્યની ખબર નહોતી એટલે ફેંક્યા પણ આ વેપારી તો અમારુ મૂલ્ય સારી રીતે જાણતો હતો અને છતા અમને ફેંક્યા એટલે અમે તુટી ગયા.
મિત્રો, આવુ જ આપણી બધાની સાથે થાય છે. જે આપણને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય, આપણી સાવ નજીકના હોય એવા લોકો જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને ફેંકી દે ત્યારે આપણે પણ તુટી જઇએ છીએ. આપણાથી આ ભૂલ ના થાય એ જોવું.

Tuesday 4 September 2018

આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..

 એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા બે જ હતાં અને ગધેડા ત્રણ !
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.
એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર, નાટક કર..
કુંભારે એમ જ કર્યું !
નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ નો એમ ઉભો હતો !!!
.
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !
કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..
પેલા ડાહ્યા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?"
કુંભાર કહે કે, *"મેં તેને બાંધ્યો જ નહોતો !!"*
ડાહ્યા માણસે કહ્યું કે, "એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."
કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..!!!
💢
એ ત્રીજા ગધેડાને રોકનાર, અટકાવનાર શું હતું ?
- શું એની પાસે તક નહોતી ?
- શું એની પાસે (ચાલવા માટે) માર્ગ નહોતો ?
- શું તેની સામે (મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું) ઉદાહરણ નહોતું ?
- શક્તિ નહોતી ?
- સપોર્ટ નહોતો ? (એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!)
.
.
બધું જ હતું..
તો પછી,
એને ચાલવાથી શું/કોણ રોકતું હતું ?
મિત્રો,
*આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..*
*આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..*
- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..
આ બધાં *આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..*
*આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..*
જેને ઉડવું છે - એને *આકાશ* મળી રહે છે..
જેને ગાવું છે - એને *ગીત* મળી રહે છે..
જેને ચાલવું છે - એને *દિશા* મળી જ રહે છે... 🌷

Monday 3 September 2018

સમાજ ભલા પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો, છે અને રહેશે....

એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે...
એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે??
એવામાં એક મોટી મુછૉ, લાલઘમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હુ કહુ એમ જ થાય.. લાવો ઘોડો....
રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યુ .. જા જવાન, મનગમતો ઘોડો લઇ લે.. જવાન તો કાળો ઘોડો લઇ ને થયો રવાના..
ઘરે પહોચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબાર માં પાછો આવ્યો....
રાજા : કેમ જવામર્દ ,પાછો કેમ આવ્યો ??
જવાન : મહારાજ, ઘરવાળી કહે છે કે... કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિ નો છે તો સફેદ ઘોડો આપો...
રાજા: ઘોડો મુક અને સફરજન લઇ ને હાલતી પકડ...
એમ જ રાત પડી. દરબાર વીખરાઇ ગયો..
અડધી રાતે મહામંત્રી એ દરવાજો ખખડાવ્યો ...
રાજા : બોલો મહામંત્રી.. શું કામ પડ્યુ ??
મહામંત્રી: મહારાજ , તમે સફરજન અને ઘોડો ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના ને ઘરેણા કરવા કામ તો આવેત..
રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું પણ.... મહારાણી એ સુચન કર્યુ અને મને પણ લાગ્યુ કે આ ઇનામ જ વ્યાજબી છે એટલે...
મહામંત્રી: મહારાજ, તમારા માટે સફરજન સુધારી આપુ...
રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ.. મહામંત્રી આ સવાલ તો તમે દરબાર માં આજે અથવા સવારે પણ પુછી શકતા હતા.. તો અત્યારે આવવાનુ કારણ ??
મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધુ કે જાવ અત્યારે જ પુછતા આવો એટલે સાચી ખબર પડે....
રાજા વાત કાપી ને : મહામંત્રી જી , સફરજન તમે હાથે લેશો કે હુ ઘરે મોકલી આપુ??!!
મોરલ: સમાજ ભલા પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો, છે અને રહેશે....

Sunday 2 September 2018

સપ્તમે સખા

સપ્તમે સખા
એ કહું છું..
સાંભળો છો સાહેબ?
આ તમારી દવા અને આ તમારો ટુવાલ. અહીં રાખ્યા છે.
નહાવા જતા પહેલા દવા લઇ લેજો.. અને ટુવાલ અંદર લઇ જવાનું ના ભૂલતા. હું વહુને કહું છું કે તમારા માટે ગરમ ગરમ રોટલો ઉતારે.. તમે નાહી લ્યો ત્યાં સુધીમાં થઇ જશે નાસ્તો તૈયાર..
પછી બંને છોકરાઓ ક્યાંક બહાર જવાના છે..
આજે કંઇક એમનો દિવસ છે.. ઓલા ફોરેનમાં ઉજવે એવું કંઇક છે.."
"એ ભલે.." કહીને માધવરાય બાથરૂમમાં ચાલ્યા ગયા.. મીરાબહેન રસોડામાં ગયા અને તેમની વહુને રોટલો બનાવવા માટેનું કહ્યું. પછી પોતાના ઓરડામાં જઈ માધવરાયની વસ્તુઓ સરખી કરીને નીચે ઉતર્યા. નીચે ઉતરતા ઉતરતા અચાનક તેમની નજર રસોડામાં ગઈ તો તેમનો દીકરો અધ્યાય પત્ની અંગિકાને મદદ કરી રહ્યો હતો.
અંગિકા કહે તેમ રોટલો શેકતો હતો.. આ જોઇને પહેલા તો તેમને સહેજ ગુસ્સો આવ્યો કે બાયલો બનીને આ શું કરે છે તેમનો દીકરો પણ અચાનક જ એ એ બંનેના ચહેરા પર મુસ્કાન અને રમત જોઈ ગુસ્સો ગાયબ થઇ ગયો.. તેમની આંખો ઠરી ગઈ એ સંબંધના હેતને, પ્રેમને અને વહાલને નિહાળીને..
"અરે અરે અધ્યાય મમી કે પપ્પા જોઈ જશે તો તકલીફ થશે.. પ્લીઝ તમે હવે જતા રહો.. તમે કહ્યું એટલે મેં બે રોટલા તમને શેકવા દીધા.. પણ હવે વધારે નહીં.. મમી કે પપ્પા જોશે તો કેવું લાગશે તેમને?"
"કંઈ ખરાબ નહીં લાગે જાન.. તું એ બધું ના વિચાર.. એવું હશે તો હું એમને જવાબ આપી દઈશ. તું ફટાફટ કામ પતાવી લે.. બધા આપણી રાહ જોતા હશે.. ફ્રેન્ડશીપ ડેની આ વન ડે પિકનિક આપણા કારણે દસ વાગ્યાની રાખી છે બધાએ.. બાકી તો સવારમાં છ વાગ્યામાં જ ઝાંઝરી જવાનો પ્લાન હતો એમનો.. આ તો તારી ફરજ છે મમી-પપ્પા પ્રત્યે એટલે મેં એમને સમજાવ્યા.. ને ખબર છે આ સમજાવતી વખતે હું કેટલું પ્રાઉડ ફિલ કરતો હતી.."
એમ કહીને અધ્યાયે અંગિકાને સહેજ બાથમાં લઇ લીધી.!!
"અરે.. મમીએ તો મને કહેલું જ કે આપણે વહેલા જવું હોય તો જઈએ.. પણ મને લાગ્યું કે એક તો આમેય પપ્પાની બધી જવાબદારી મમીની છે.. એમાય આ બે રોટલા શેકશે.. સંભારો બનાવશે ગરમ ને રસોડાનું કામ આટોપશે તો એમની કમર વધારે દુખશે.. પગ પણ કેટલા દુખે છે એમના. એટલે જ મારાથી થાય એટલું તો મારે કરીને જ જવું જોઈએ ને અધ્યાય.."
ને તરત જ અધ્યાય તેને ફરી ખેંચી અને તેના કપાળમાં ચુંબન કરી લીધું..
"કેટલી સુંદર પત્ની મળી છે મને.. સંસ્કારી અને સમજુ.."
"ને મને કેટલા અન્ડરસ્ટેન્ડિંગ પતિદેવ મળ્યા છે.. મારા મિત્ર.. કાશ મમીને પણ.."
"શ.. બસ હવે તારો જીવ ના બાળીશ.. પપ્પાનો તો સ્વભાવ જ આવો છે.."
અધ્યાયે કહ્યું ને અંગિકા ચુપ થઇ ગઈ.. બંને ફરી કામમાં પરોવાઈ ગયાં..
માધવરાય અને મીરાબહેનને બે દીકરાઓ.. બંને જુદાં જુદાં રહે.. માધવરાય-મીરાબહેન બે મહિના મોટા દીકરા અનન્યના ઘરે જાય તો બે મહિના અધ્યાય સાથે રોકાય.. બંને ભાઈઓ એકબીજા માટે જાન આપવા પણ તૈયાર..!! જુદાં રહેવા છતાય પરિવાર અને પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ એવો જ જળવાયેલો હતો. માધવરાય ખાંડના વ્યાપારી હતા.. તેઓ રોજ સવારે અગિયાર વાગ્યે દુકાને જાય અને રાત્રે નવ વાગ્યે આવે. અધ્યાય મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર હતો.. અનન્ય આઈપીએસ ઓફિસર હતો.. માધવરાય સ્વભાવે બહુ કડક.. મીરાબહેન પ્રત્યે પણ અને એમના દીકરાઓ પ્રત્યે પણ તેઓ કડક રહે.. હા પરંતુ પ્રેમ પણ તેઓ એટલો જ કરે બધાને..!! લાગણી દરેક માટે અનહદ..!
માધવરાય તૈયાર થઈને જેવા નીચે ઉતર્યા કે મીરાબહેન તરત જ ટેબલ પર તેમનો નાસ્તો તૈયાર કરવા લાગ્યા.. અધ્યાય પણ રસોડામાંથી બહાર નીકળી તેના ઓરડામાં ચાલ્યો ગયો..!!
"ક્યાં જવાના છો વહુ તમે બંને?"
માધવરાયે અંગિકાને સંબોધીને પૂછ્યું,
"પપ્પા આજે ફ્રેન્ડશીપ ડે છે ને તો એમના ફ્રેન્ડસ અને મારી ફ્રેન્ડસ ને એના હસબંડ મળી રહ્યા છીએ અમે બધા.. વન ડે પિકનિક જેવું જ છે."
"તો એમાં તમારે શું જવાની જરૂર છે? એ એના મિત્રો સાથે જઈ આવશે.. ફ્રેન્ડશીપ ડે છે ને વેલેન્ટાઈન ડે ક્યાં છે !!"
"મેં પણ એમને એ જ કહ્યું પપ્પા.. તો એ કે છે કે તું પણ મારી ફ્રેન્ડ જ છે.."
અંગિકાનો આ જવાબ સાંભળી માધવરાય ખડખડાટ હસી પડ્યા..
"બોલો.. પતિ-પત્ની ક્યારેય મિત્રો હોતા હશે વળી.. આ આજકાલના છોકરાઓને શું નવા તુત સુજે છે.."
અંગિકા આ સાંભળીને સહેજ ભોંઠી પડી ગઈ..
"સાહેબ.. ઠરી જશે રોટલો.."
મીરાબહેન અંગિકાના બચાવમાં તો ના બોલી શક્યા પણ વાત ફેરવવા તેઓએ આ પ્રમાણે કહી દીધું અને અંગિકાને ઈશારો કર્યો કે ઉપર જતી રે..
અંગિકા અને અધ્યાય તૈયાર થઈને નીચે ઉતર્યા ત્યારે માધવરાય પણ દુકાને જવાની તૈયારી કરતા હતા.. સેન્ડલનાં બક્લની ગૂંચવણમાં અટવાયેલી અંગિકાને જોઇને અધ્યાય નીચો નમ્યો અને તે સેન્ડલનું બકલ ખોલીને અંગિકાને પહેરાવવામાં મદદ કરવા લાગ્યો.. પાછળ ઉભેલા માધવરાયની નજર આના પર પડી કે તરત બોલ્યા,
"અધ્યાય, પત્નીને પત્ની જ બનાવીને રાખો.. મિત્ર નહીં.."
ને ગુસ્સામાં લાલ મોં કરીને ચાલ્યા ગયા..માધવરાયની દુકાન શહેરના જુના વિસ્તારમાં હતી.. ત્યાં પણ બધે ફ્રેન્ડશીપ ડેના પોસ્ટર્સ લગાવેલા હતા.. જ્યાં ને ત્યાં જાતજાતના બેન્ડ્સ વેચાતા હતા અને કેટલાય અલગ અલગ પ્રકારે લખેલા ક્વોટસ પણ મળતા હતા.. માધવરાયને આ બધું નકામું લાગી રહ્યું હતું. તેઓએ દુકાન ખોલી અને દીવા કરીને થડે બેઠા..!!!
'ખરેખર.. બહુ મજા આવી હોં મમી આજે તો.. અમે બધાએ કેટલી બધી ગેમ્સ રમી ખબર છે.. કેટલી મજા કરી.. બધાએ એકબીજાને વધુ નજીકથી ઓળખ્યા.. લગ્નજીવનનો એક નવો જ દ્રષ્ટિકોણ મળ્યો.. મિત્રતાનો દ્રષ્ટિકોણ..!!"
રાતના દસ વાગ્યે પાછા ફરેલા અધ્યાય અને અંગિકા આવીને તરત મીરાબહેન પાસે ગયા.. માધવરાય તેમની આદત મુજબ વોક પર ગયેલા.. અંગિકા આખા દિવસમાં તેમણે શું કર્યું એ બધું વિગતવાર પોતાના સાસુને કહી રહી હતી.. મીરાબહેન પોતાના પગમાં તેલનું માલીશ કરી રહ્યા હતા..
'મમી.. બહુ કામ કર્યું ને. લાવો ચલો હું માલીશ કરી આપું છું.."
"અરે ના દીકરી.. તું કહે ને તારી વાતો મજા આવે છે ને.."
મીરાબહેને અંગિકાને જવાબ આપ્યો..
"અને હું કંઇક કહું..??"
અચાનક જ અધ્યાય, અંગિકા અને મીરાબહેનની નજર દરવાજે આવીને ઉભેલા માધવરાય પર પડી..
'હા સાહેબ. બોલો ને."
તરત જ મીરાબહેન પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા.. માલીશ માટે લીધેલા તેલની વાડકીમાથી સહેજ તેલ ઢોળાઈ ગયું એ પર પણ તેમનું ધ્યાન ના ગયું..
માધવરાય આગળ આવ્યા અને બોલ્યા,
"શું હું તને આ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધુ?"
મીરાબહેનની સાથે અધ્યાય અને અંગિકાને પણ અચરજ થયું.. આ સુરજ કઈ બાજુથી ઉગ્યો એ વિચારતા ત્રણેય એક્ટશે માધવરાયને જોઈ રહ્યા..
"અરે મીરાં, તમારો હાથ તો આપો.. કે મને મિત્ર નથી બનાવવો?? હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો.. ચિંતા ના કરતા.."
ને માધવરાય પોતે જ હસી પડ્યા..
અચકાતા અચકાતા મીરાબહેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત માધવરાય પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશીપ બેલ્ટ તેમને બાંધી દીધો..
"ફ્રેન્ડસ.."
મીરાબહેન સામે જોઇને આવું કહીને તેઓ હસી પડ્યા..
અધ્યાય અને અંગિકા હજુ પણ અચંબામાં ઉભા હતા..
"કેમ મારા દીકરા!! માર ગુરુ..
આજ તો તે તારા બાપને મજાનો પાઠ શીખવાડ્યો હોં.."અધ્યાય તરત બોલ્યો,
"મેં શું શીખડાવ્યું પપ્પા.. કંઇક ફોડ પાડીને વાત કરો તો સમજાય.."
"હા..હા..હા.. બેસો બેસો અહીં.."
કહીને સોફા તરફ ફરીને માધવરાય બેઠા.. મીરાબહેન, અંગિકા અને અધ્યાય પણ ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા..
હું બહુ નાનો હતો ત્યારે મારા માતા-પિતાના સંબંધોને જોતો.. બાપુજી હમેશા બાને માન આપતા.. પત્ની તરીકેનું માન ! તેમનો સંબંધ બહુ સુંદર હતો.. પરંતુ એ બંને ફક્ત પતિ-પત્ની જ હતા.. મારા બા એ જમાનામાં મેટ્રિક ભણેલા.. એ પણ ઈંગ્લીશ મીડ્યમમાં.. એક વાર બાપુજી કંઇક દુકાનનો હિસાબ કરતા હતા.. ગોટાળો થયો.. બા બાજુમાં જ હતા.. તરત જ સોલ્યુશન આપીને બાએ સરસ સજેશન પણ કર્યું કે જેનાથી ધંધામાં ફાયદો થાય.. ખબર નહીં બાપુજીને શું થયું કે બાને જાપટ જીકી દીધી.. હું મારા ઓરડામાં ઉભો ઉભો આ જોતો હતો.. હબકી ગયો.. ને દીકરા એ સમયે મારા બાપુજીએ મારી બાને કહેલા વાક્યો આજ સુધી મગજમાં ગુંજે છે..
"મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો.. સલાહકાર, મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો રસીલા.."
ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પત્ની ક્યારેય મિત્ર ના બની શકે.. માર્ગદર્શક ના બની શકે.. તેનું સ્થાન રસોડામાં, પથારીમાં અને પરિવારની વ્યવહારિક બાબતોમાં જ છે. સમાજની વ્યવહારિક કે ધંધાની સમજદારીપૂર્વકની વાતોમાં નહીં.
તે આજે મારી આ ગ્રંથિ ખોટી પાડી દીકરા.. હું જે મારા બાપમાંથી શીખ્યો હતો એ તું મારામાંથી નથી શીખ્યો
એ જાણીને ગર્વ કરું કે ખુશ થાઉ ખબર નથી પડતી..
કદાચ આ તારી માંના જ સંસ્કાર હશે દીકરા.. તને સ્ત્રીનું સન્માન કરતા અને તેને સખી સમજતા શીખવ્યું હશે તેણે..!!
આજે સવારે ઉપરથી ઉતરતો હતો ત્યારે તને રસોડામાં જોયો હતો.. વહુની મદદ કરતા.. એ પછી તેને સેન્ડલ પહેરાવતાં.. એ સમયે આ દ્રશ્યો જોઇને તો લોહી ઉકળી ગયેલું.. પણ શાંતિથી જ્યારે વિચાર કર્યો ત્યારે સમજાયું તું કરતો હતો એ સાચું જ હતું.. હું કરું છું એ ખોટું છે.. દુકાનમાં બેઠો હતો ત્યારે આ તમારા ફ્રેન્ડશીપ ડેના બધા પોસ્ટર વાંચ્યા.. એક જગ્યાએ નાના અક્ષરમાં લખેલું હતું..
"સપ્તમે સખા"
પત્નીને લગ્ન સમયે આપેલું સાતમું વચન..
તેના મિત્ર બનીને રહેવાનું એ વચન..
એ વાંચ્યું ને મને મારી ભૂલો સમજાઈ..
મેં કરેલાં બાલીશ વર્તનો યાદ આવ્યા અને તે કરેલા વર્તનને જોઇને અભિમાન થયું..
બસ ત્યારે જ આ બેલ્ટ લીધો.. અને
તારા મ્મમીને પહેરાવવાનું વિચાર્યું..
મંગળસૂત્ર અમારા સુખી લગ્નજીવનની નિશાની છે એમ આ બેલ્ટ હવે અમારા સખાભાવની નિશાની બનશે.."
મીરાબહેન તો આ સાંભળીને રડી જ પડેલા..
માધવરાયનું આ નવું સ્વરૂપ એમને અત્યંત ગમી રહ્યું હતું..
:"અરે હા છોકરાઓ.. તમે બંને અહીં આવો.. મોટાના ઘરે તો જઈ આવ્યો.. તમે બેય બાકી છો.. એ પણ આ ફ્રેન્ડશીપ બેલ્ટ્સ જોઇને ખુશ થયેલો.. કહેતો હતો કે હું ને મીરાં ક્યારે એના ઘરે જઈએ છીએ હવે.. બહુ યાદ કરતો હતો..
ચાલો તમે અહીં આવો.. બંનેને આ બેલ્ટ બાંધી આપું..
આ ઘરમાં આજથી આપણે બધા મિત્ર બનીને રહીશું..
સંબંધને વિવિધ નામ આપીએ ત્યારે એમાં સ્વાર્થ ઉમેરાઈ જાય..
જ્યારે મિત્રતામાં તો ફક્ત સાથ જ હોય.. સ્વાર્થ નહીં.
આપણે બધા જ એકબીજાના મિત્રો બનીશું.. કેમ વહુ બહેનપણી બનશો ને મારા"
સસરાજીના મુખેથી આવું સાંભળીને અંગિકાને ખરેખર પોતાની પસંદગી અને પરિવાર પર અભિમાન થયું..
એ પછી અંગિકા અને અધ્યાયને એ બેલ્ટ બાંધી માધવરાયે એ દિવસે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું..એ જ રાતના લગભગ બાર વાગ્યે ઊંઘ ના આવતા હિંચકે બેઠેલા મીરાબહેન પાસે માધવરાય આવ્યા..
"હું એક હજુ વાત કહેતા તો તને ભૂલી જ ગયો મીરાં.."
મીરાબહેન અચાનક માધવરાયને જોઈને ફરી અચંબિત થઇ ગયા..
"બોલો ને સાહેબ.."
"બસ આ જ.. હવેથી તારે મને સાહેબ નથી કહેવાનું.. આજથી હું તને સખી કહીશ અને તું મને સાથી.. તું મારી સંગિની છે, અને આજથી સખી પણ બની છે.. મારી જીવનસખી.. આખી જિંદગી છ વચન નિષ્ઠાથી નિભાવ્યા છે.. આ સાતમું વચન આ ઉમરે એવી જ નિષ્ઠાથી નિભાવી શકું એવો વિશ્વાસ જોઈએ છે મને તારો.. મારી સખી.. મારી સંગિની.."
ને પાંસઠ વર્ષનાં મીરાબહેન બધું ભૂલીને પોતાના અડસઠ વર્ષના પતિને-સખાને-સાથીને વળગી પડ્યા..!!!!!