Friday 5 February 2016

ભગવાન રામના જીવનનો એક સુંદર પ્રસંગ છે.

ભગવાન રામના જીવનનો એક સુંદર પ્રસંગ છે.

ભગવાન રામચંદ્રજીના જીવનમાં આવતા દુ:ખોથી હનુમાનજી ખુબ વ્યથિત રહેતા. હનુમાનજી ભગવાન રામના પરમ ઉપાસક હોવાથી પોતાના પ્રભુના જીવનમાં આવતી આફતો એનાથી જોઇ શકાતી ન હતી. એમણે એકદિવસ નક્કિ કર્યુ કે મારે વિધાતાને મળીને ફરિયાદ કરવી છે કે મારા પ્રભુના નસિબમાં તે આવા દુ:ખો શા માટે લખ્યા છે ?

એકવખત હનુમાનજી વિધાતા પાસે ગયા. ખુબ ગુસ્સામાં વિધાતાને ઘણું સંભળાવ્યુ. ન બોલવાનું બોલ્યા. પરંતું વિધાતાએ હનુમાનજીની બધી જ વાતો શાંતિથી સાંભળી. હનુમાનજી વારંવાર એક જ ફરિયાદ કરી રહ્યા હતા " મારા પ્રભુના ભાગ્ય તમે આવા કેમ લખ્યા ? "

વિધાતાએ હનુમાનજીને કહ્યુ , " હવે તમે મારી વાત શાંતિથી સાંભળો. ભગવાન રામના ભાગ્ય મેં મારી રીતે નથી લખ્યા એમણે મારી પાસે લખાવ્યા એ રીતે જ મેં લખ્યા છે. હવે બોલો આમા મારો શું વાંક ? "

મિત્રો . પ્રસંગ બહુ સામાન્ય છે પણ મર્મ ખુબ ઉંડો છે. આપણા નસિબ વિધાતાએ નહી આપણે પોતે જ લખવાના હોય છે પણ વાંક હંમેશા વિધાતાનો જ કાઢિએ છીએ. તો ચાલો તૈયાર થઇ જાવ વિધાતા પાસે તમારા ભાગ્ય લખાવા માટે........

ઇકબાલનો આ શેર યાદ રાખજો દોસ્તો
ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદિર સે પહલે
ખુદા બંદે સે ખુદ પુછે બોલ તેરી રઝા ક્યા હૈ ?

No comments: