Thursday 6 September 2018

જીવનમાં આવતી સમસ્યાઓ પ્રભુ આપણને પજવવા માટે નહી પણ પકવવા માટે આપતો હોય છે !!

દુઃખ વિનાશ માટે નહી પણ વિકાસ માટે ્્્્
એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે
મંદિરે આવ્યા.
ઉનાળાની ઋતુ હતી એટલે ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ ફાટ
થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ કરી.
ભગવાનના દર્શન કરતા કરતા ભક્તની આંખો ભીની થઇ ગઇ.
ભગવાન પ્રગટ થયા અને ભક્તને પુછ્યુ, "
વત્સ, કેમ આંખમાં આંસુ આવ્યા ? "
ભકતએ કહ્યુ,
" પ્રભુ, આપ તો અંતરયામી છો. બધુ જ જાણો છો તો પછી શા માટે પુછો છો ? મારા જીવનમાં સમસ્યાઓનો કોઇ પાર નથી. એક પ્રશ્ન માંડ-માંડ ઉકેલુ ત્યાં બીજો ઉભો થાય છે.. કેટલીક વખત તો એવા વિચાર પણ આવે છે કે હું તમારુ કેવુ ધ્યાન
રાખુ છું તો પછી તમે મારુ ધ્યાન કેમ નથી રાખતા ?
આ બળબળતા ઉનાળામાં ટાઢક થાય તે સારુ હું તમારા માટે કેરીઓ લઇ આવ્યો તમને મારા માટે કંઇક કરવાનો વિચાર કેમ નહી આવતો હોય ? "
ભગવાને ભક્તને પુછ્યુ,
" આ કેરીઓ તું તારી ઘરે લાવ્યો ત્યારે કાચી હતી કે પાકી હતી ?
" ભક્તએ કહ્યુ,
" માર્કેટમાં પાકી કેરીઓ મળતી હતી પણ એ તો કાર્બેટથી પકાવેલી હોય એટલે હું તો કાચી કેરીઓ જ
ઘરે લાવ્યો અને ઘરે જ એને પકવી છે. "
ભગવાને પુછ્યુ, " તેં ઘરે કેરીને કેવી રીતે પકવી ? "
ભક્તએ જવાબ આપતા કહ્યુ, "
પ્રભુ, કાચી કેરીને એક કોથળા પર ગોઠવીને એના ઉપર બીજા કોથળાઓ ઢાંકી દીધા અને હવા ન જાય એવી રીતે બધુ પેક કરી દીધુ."
ભગવાને કહ્યુ, " આવું કરવાથી તો કેરીને
બીચારીને કેવી તકલીફ પડે. કેટલા દિવસ
સુધી ગરમી સહન કરવી પડે ત્યારે પાકે
આના કરતા કાર્બેટ મુકીને ફટાફટ પકવી
દીધી હોત તો ? "
ભક્તએ કહ્યુ, " અરે, પ્રભુ કેરીને થોડો સમય ગરમી આપીને પકાવીએ તો એ કેરી ખુબ મીઠી થાય એનો સ્વાદ સાવ જુદો જ હોય."
ભગવાને કહ્યુ, " પણ કેરીને બીચારીને કેવી તકલીફ પડે "
ભક્તએ કહ્યુ, " પ્રભુ, ભલે તકલીફ પડે પણ એની
મીઠાશ અને મૂલ્ય ખુબ વધી જાય."
ભગવાને ભક્તને કહ્યુ,
" બેટા, મારે પણ તારી મીઠાશ અને તારા મૂલ્યમાં વધારો કરવો છે. તને વધુ મજબુત બનાવવો છે અને એટલે હું તને જુદી જુદી સમસ્યાઓ આપ્યા કરુ છું. આ સમસ્યાઓ તારા વિનાશ માટે નહી પણ વિકાસ માટે છે. "
.
મિત્રો, જીવનમાં આવતી સમસ્યાઓ પ્રભુ
આપણને પજવવા માટે નહી પણ પકવવા
માટે આપતો હોય છે !!

No comments: