Friday, 31 August 2018

કડવું સત્ય છે . સાચી વાસ્તવિકતા છે...........

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, "તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે."
ગધેડો બોલ્યો, "હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો." ઈશ્વરે એની અરજ મંજુર કરી.
ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું "તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ.
કુતરાએ કહ્યું, "હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તો ઘણું કહેવાય ૧૫ વષઁ રાખો," ભગવાને મંજુર કર્યું.
ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, "તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ." વાંદરો બોલ્યો "૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો". ભગવાને મંજુર કર્યું.
છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : "તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોય. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં ર્રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ."
માણસ બોલ્યો : " પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ પણ આપી દો." ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.
અને ત્યારથી માણસ પોતે,
માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે,
લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે,
પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે, બાળકો મોટા થાય એટલે
૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે,
અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને
વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી આ પુત્રના ઘરથી પેલા પુત્રના ઘરે અથવા પુત્રીને ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પુત્રો અને પુત્રીઓને મનોરંજન પૂરું પાડે છે.
ક ડ વું સત્ય છે .
સાચી વાસ્તવિકતા છે

આજે ઓછા વધતા અંશે બધા ક્ષેત્રમાં આજ પરિસ્થિતિ જોવા મળે છે.........................

જંગલમાં વાઘની એક ફેક્ટરી હતી. ..
ત્યાં એકજ કિડી (સામાન્ય સેવક તરીકે) કામ કરતી હતી.
એ દરરોજ એકલી એના સમય પ્રમાણે કામ ઉપર આવતી અને સાન્જ સુધી બધુ કામ પતાવી દઇને એના ઘરે જતી..
વાઘનો બિઝનેસ સારો ચાલતો હતો.
વાઘને વિચાર આવ્યો કે, આ એકલી કિડી કોઈના દેખરેખ વગર આટલું બધુ કામ કરી જાય છે, જો કોઈ દેખરેખ કરવાવાળો હોય તો તે હજુ વધારે અને હજુ સારું કામ કરશે.
આ ઈરાદા સાથે વાઘે એના ફેક્ટરીમાં એક મધમાખીની Production Manager તરીકે નિમણૂક કરી.
મધમાખીને કામનો ખુબ અનુભવ હતો અને તે રિપોર્ટ લખવામાં પણ બહુ હોશિયાર હતી.
એ વાઘને બોલી "સૌથી પહેલા આ કિડીનો આવવાનો અને જવાનો ટાઈમ ફિક્સ કરવો પડશે.
અને આ બધો રેકોર્ડ રાખવા માટે, કામની ઝડપ વધારવા માટે આપણને એક સેક્રેટરીની જરૂર પડશે.
એટલે વાઘે એના સેક્રેટરી તરીકે સસલાની નિમણૂક કરી..
વાઘ મધમાખીનું કામ જોઈને ખુશ થયો. અને વાઘે કહ્યું "અત્યાર સુધી થઈ ગયેલા કામનો રિપોર્ટ બનાવી તેનો ગ્રાફ બનાવી મને Production Progress બતાવો"
એ કામ માટે મધમાખીએ પછી computer, projector અને laser printer ની માંગણી કરી.
આ માટે વાઘે ફરી એકવાર computer department ની સ્થાપના કરી. અને તેનો સંભાળ રાખવા એક computer head ની જરૂર પડતાં એણે એક બિલાડીની computer head તરીકે નિમણૂક કરી.
સમય જતાં કિડીને વારે ઘડીએ કામ છોડીને નિરર્થક રિપોર્ટ બનાવવા, કારણ વગરની મિટિંગમાં બેસીને સમય વેડફવો, આ બધાનો તેને કંટાળો આવવા લાગ્યો અને તેનો પરિણામ production પર થવા લાગ્યો.
પછી વાઘે એવું વિચાર્યું કે આમાં એક technical માણસની જરૂર નક્કી છે, એટલા માટે કે એ મધમાખીના વિચાર કિડીને બરાબર સમજાવી શકે.
એટલે એણે ફરી એકવાર એક વાનરની technical instructor તરીકે નિમણૂક કરી.
રોજ સમય પર આવી જઈને કામ કરવાવાળી કિડીને આ બધું પસંદ નહોતુ.
તેને વધારે ગુસ્સો આવ્યો અને તેનો પરીણામ production માં હજુ ઘટાડો થયો.
હવે આપણને વધારે loss થઈ રહ્યો હોઈ ચિંતિત વાઘે તેનુ કારણ શોધવા ઘુવડને મોકલ્યો.
૩ મહિનાના લાંબા સર્વ્હે કર્યા પછી ઘુવડએ વાઘને રિપોર્ટ મોકલ્યો.
"તમારી ફેક્ટરીમા કામગાર વર્ગ વધારે હોવાથી આ loss છે."
"હવે તમે મને કહો, આમાથી કોને કામ પરથી નિકાળી દેવામાં આવશે???"
..........
અર્થાત કિડીનેજ ......
આજે ઓછા વધતા અંશે બધા ક્ષેત્રમાં આજ પરિસ્થિતિ જોવા મળે છે.
🙈

ડાંગ જિલ્લાના કરાડીઆંબા નામના નાનકડા ગામના આ ઝુંપડા જેવા ઘરમાં રહેનારી સરિતા ગાયકવાડે ગઈકાલે એશિયન રમતોત્સવમાં ભારતને ગોલ્ડમેડલ અપાવ્યો.


ડાંગ જિલ્લાના કરાડીઆંબા નામના નાનકડા ગામના આ ઝુંપડા જેવા ઘરમાં રહેનારી સરિતા ગાયકવાડે ગઈકાલે એશિયન રમતોત્સવમાં ભારતને ગોલ્ડમેડલ અપાવ્યો.
"મન હોય તો માળવે જવાય" આવું આપણે સાંભળ્યું કે વાંચ્યું છે પણ ડાંગની દીકરી સરિતા ગાયકવાડે એ સાબિત કરી બતાવ્યું છે. સાવ ગરીબ પરિવારની આ દીકરીને પહેલેથી જ રમતગમત પ્રત્યે ખૂબ રુચિ હતી. શિક્ષકોએ પ્રેરણા આપી અને સરિતાએ રમતગમતમાં દોડ વિભાગમાં દુનિયાને પોતાનું કૌવત બતાવવાનું સપનું જોયું. લોકો એવું કહેતા કે આ આપણું કામ નહીં આમાં તો પૈસાવાળા અને પહોંચવાળા જ આગળ આવી શકે પણ આ દીકરીએ મનમાં દ્રઢ નીર્ધાર કર્યો હતો કઠિન પરિશ્રમથી મારે મારા સપનાને પૂર્ણ કરવું છે.
સરિતાને એના અભણ માતા-પિતા અને ભાઈએ સાથ આપ્યો. દિવસ-રાત મજૂરી કરીને જે કાંઈ થોડી બચત થાય એ દીકરીની કારકિર્દી માટે ખર્ચી નાંખતા. 18માં એશિયાઈ રમતોત્સવમાં સરિતા ગાયકવાડે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ભારેરસાકસી વચ્ચે 4 * 400 મીટરની રિલે દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.
સરિતાના પરિવારને આ સમાચાર મળ્યા ત્યારે મોઢું મીઠું કરવાની મીઠાઈ પણ ઘરમાં નહોતી. એનો ભાઈ દ્રોણેશ્વર એના ગામથી 35 કિલોમીટર દૂરના ગામેથી મીઠાઈ લઇ આવ્યો અને ગામના લોકોએ સરિતાએ પ્રાપ્ત કરેલી ભવ્ય સફળતાની ઉજાણી કરી.
મિત્રો, માણસ ધારે અને પોતાની જાત પોતાના ધ્યેયને સમર્પિત કરે તો આ જગતમાં કશું જ અશક્ય નથી.

Thursday, 30 June 2016

મેનેજમેન્ટના પાઠ....



ચાલો, આજે તમને મેનેજમેન્ટના પાઠ ભણાવું!
==========================

1.
જો પાર્ટીમાં તમે ખુબજ સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ. તમે તેની પાસે જઇને કહો, ''હું બહુ અમીર છું. મારી સાથે લગ્ન કરીશ ?'', તો તે 'ડાયરેક્ટ માર્કેટિંગ" છે.

2.
તમે એક પાર્ટીમાં તમારા મિત્રો સાથે છો અને સુંદર છોકરીને જુઓ છો. તમારો એક મિત્ર તે છોકરી પાસે જઇને તમારી સામે આંગળી ચીંધીને કહે કે, ''તે બહુ પૈસાવાળો છે. તેની સાથે લગ્ન કરી લે.'' તો તે 'એડ્વર્ટાઇઝીંગ છે.'

3.
તમે એક સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ છો. તમે તેની પાસે જઇને તેનો ફોન નંબર માંગો અને બીજા દિવસે તેને ફોન કરીને કહો, ''હાય, હું પૈસાવાળો છું, મારી સાથે લગ્ન કરી લે, તો તે "ટેલિમાર્કેટિંગ" છે.

4.તમે એક પાર્ટીમાં સુંદર છોકરીને જુઓ છો. તમે તેની પાસે ટાઇ દુરસ્ત કરીને જાઓ છો, તેને ડ્રીન્ક આપો છો, પછી તેના માટે દરવાજો (કારનો) ખોલી તેની બેગ અંદર મુકી તેને રાઇડ ઓફર કરો છો, અને પછી કહો છો, બાય ધ વે હું ખુબ પૈસાવાળો છું. શું મારી સાથે લગ્ન કરીશ ? - તો તે "પબ્લીક રિલેશન્સ" છે.

5. તમે પાર્ટીમાં એક સુંદર છોકરીને જુઓ છો અને તેને જઇને કહો છો, હું ખુબ પૈસાવાળો છું, મારી સાથે લગ્ન કરીશ ? અને તે તમને જોરથી તમાચો ઝીંકીદે છે- આને કહેવાય "કસ્ટમર ફીડબેક".

6. તમે પાર્ટીમાં સુંદર છોકરીને જુઓ છો. તે તમારી પાસે આવીને કહે, તમે તો ખુબ પૈસાવાળા લાગો છો. શું તમે મારી સાથે લગ્ન કરશો ? - આને કહેવાય "બ્રાન્ડ રિકગ્નીશન".

7. તમે સુંદર છોકરીને પાર્ટીમાં જોઇને તેની પાસે જઇને કહો કે હું ખુબ પૈસાવાળો છું, મારી સાથે લગ્ન કરી લે. અને તે તેના પતિ સાથે તમારી ઓળખાણ કરાવે તેને કહેવાય "ડિમાન્ડ એન્ડ સપ્લાય ગેપ".

8. તમે પાર્ટીમાં સુંદર છોકરીને જુઓ અને તેની પાસે જઇને વાત કરો ત્યાં બીજો કોઇ આવીને તેને કહે કે તે પૈસાવાળો છે, તું મારી સાથે લગ્ન કરીશ ? અને તે છોકરી તેની સાથે ચાલી જાય છે. આને કહેવાય "કોમ્પીટીશન ઇટીંગ યોર માર્કેટ શેર".

9. તમે ખુબ સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ છો. તમે તેને હું પૈસાવાળો છો અને શું મારી સાથે લગ્ન કરીશ તે કહેવા જાવ તે પહેલાજ તમારી પત્ની આવી જાય છે. આને કહેવાય "રેસ્ટ્રીક્શન ફ્રોમ એન્ટરીંગ ન્યું માર્કેટ્સ". 

હજુ કઈ ઘટે તો લખજો અને શેર તો અચૂક કરજો હો આ આપણું રીસર્ચ છે !

૧૦૧ કેહવતો!!!!!



તમને કેટલી કેહવત યાદ છે? આમાંથી તમારી ફેવરીટ કહેવત કોમેન્ટમાં લખજો!

૧. બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દાહ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તૈલી
૧૦૧. નમે તે સૌને ગમે