Friday, 25 December 2015
નિષ્ફળ અને સફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત.
જપાનમાં ડૉ. એસ. હિરોટોએ કોલેજીયનોના એક જુથ પર એક વિશિષ્ટ પ્રયોગ
કર્યો. કોલેજના અમુક વિદ્યાર્થીઓને એક મોટા રૂમમાં ભેગા કર્યા. રૂમને બહારથી
બંધ કરી દેવામાં
આવ્યો. રૂમમાં મ્યુઝીક સીસ્ટમ હતી. બધાને પહેલેથી જ કહેવામાં આવ્યુ હતું કે સમય જતા મ્યુઝીકનું વોલ્યુમ વધશે પરંતું જો તમને પસંદ
ના હોય તો દરેક
વ્યક્તિને વોલ્યુમ કંટ્રોલર આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને તે વોલ્યુમ ઓછુ કરી શકશે.
અડધું છોડી પુરા માટે દોડે! ના અડધુ રહે ના પુરુ પામે.
એક ગામમાં એક કુતરો રહેતો હતો. એક દિવસ સદનસિબે આ કુતરાને કોઇએ
સરસ મજાની મોટી
રોટલી આપી. આખી રોટલી મળતા કુતરો તો આનંદમાં આવી ગયો. નાચવા અને કુદવા લાગ્યો. હરખાતો હરખાતો મોઢામાં રોટલી લઇને એ ગામથી સીમ તરફ
ચાલ્યો.
રસ્તામાં એક નાની
નદી આવી. નદીમાં થોડું પાણી હતું. કુતરો આ પાણીમાંથી પસાર થતો હતો ત્યારે એને પાણીમાં પોતાનો પડછાયો જોયો.નદીમાં
દેખાતા આ પડછાયાને
જોઇને કુતરો તો ત્યાં જ ઉભો રહી ગયો. બીજાના મોઢામાં પણ પોતાની પાસે છે એવી રોટલી જોઇ એટલે એ રોટલી પડાવી લેવાનો વિચાર
આવ્યો. કુતરો તો તુરંત જ વિચારવા લાગ્યો કે પાણીમાં બીજો કોઇ કુતરો પણ મારા
જેવી જ રોટલી લઇને જઇ રહ્યો છે જો હું એની રોટલી પડાવી લઉં તો મારી પાસે બે
રોટલી થઇ જાય.
કુતરાએ પડછાયામાં
દેખાતા કુતરાની રોટલી પડાવી લેવા માટે પોતાનું મોઢું ખોલ્યું કે તરત જ તેના મોઢામાં રહેલી રોટલી
પાણીમાં પડી ગઇ. ના બીજા કુતરાની રોટલી મળી કે ના પોતાની ટકી. કુતરો તો ભોઠોં
પડી ગયો અને ઉદાસ પણ થઇ ગયો.
આપણા બધાનું પણ આ
કુતરા જેવું જ છે જે મળ્યું તેનો આનંદ લેવાને બદલે બીજાનું પણ પડાવી લેવાના પ્રયત્નો કરીએ
છીએ અને સમુળગું
પોતાનું પણ ખોઇ બેસીએ છીએ.
અડધું છોડી પુરા
માટે દોડે!
ના અડધુ રહે ના પુરુ
પામે.
જ્ઞાનરૂપી કુહાડાની ધાર સતત કાઢતી રહેવી પડે.
એક નગરમાં એક કઠિયારો રહેતો હતો. જંગલમાંથી
લાકડા કાપી લાવે અને એ વેંચીને
પોતાનું ગુજરાન
ચલાવે. એકવાર એના કોઇ મિત્રએ આવીને આ કઠિયારાને સમાચાર આપ્યા કે આપણા
નગરમાં એક બીજો કઠિયારો પણ રહેવા માટે
આવ્યો છે એ પણ લાકડા
કાપીને વેંચવાનું જ કામ કરવાનો છે માટે હવે તારે હરિફાઇનો
સામનો કરવો પડશે. કઠિયારાએ મિત્રને કહ્યુ, “ અરે, ભાઇ આમાં ગભરાવાની કંઇ જરુર નથી મેં તપાસ કરી
લીધી છે એ સાવ નવો છે અને મને આ
ધંધાનો 20 વર્ષનો અનુભવ છે એ ગમે
તેટલી મહેનત કરશે તો
પણ મારા જેટલા લાકડા નહી કાપી શકે કારણ કે એને લાકડા
કાપવાનો કોઇ અનુભવ જ નથી.
થોડા દિવસમાં જ આ
જુના કઠિયારાએ અનુભવ્યુ કે
નવો કઠિયારો એના
કરતા પણ વધુ લાકડા રોજ કાપી લાવે છે. જુના કઠિયારાને થયુ કે કદાચ પોતાની
પત્નિને મદદ માટે સાથે લઇ જતો હશે.
તપાસ કરી તો ખબર પડી
કે એ તો એકલો જ લાકડા કાપવા જાય છે. વળી
જુના કઠિયારા કરતા સમય પણ ઓછો આપે છે
અને છતાય વધુ લાકડા
કાપી લાવે છે. પોતાના પ્રશ્નનું સમાધાન કરવા માટે એક દિવસ જુનો
કઠિયારો આ નવા કઠિયારાને ઘેર મળવા માટે
ગયો. નવા કઠિયારાએ
આદર સાથે
પોતાના સિનિયરનું
સ્વાગત કર્યુ. જુના કઠિયારાએ
પોતાના પ્રશ્નની
રજુઆત કરતા કહ્યુ , “ જો ભાઇ,
હું લાકડા કાપવાના આ
વ્યવસાયમાં 20 વર્ષથી
છું. તું તો સાવ નવો નવો આવ્યો છે. હું એ નથી
સમજી શકતો કે તું એવું શું કરે છે કે
જેથી અનુભવ ન હોવા
છતા ઓછી મહેનતે મારા કરતા વધું લાકડા કાપી લાવે છે?” નવા કઠિયારાએ સ્મિત સાથે કહ્યુ , “ મારા વડીલ, તમે તમારા કુહાડાને છેલ્લે ક્યારે ધાર કાઢી હતી તે તમને
યાદ છે? હું
રોજ કુહાડાની ધાર કાઢું છું અને
એટલે જ તમારા કરતા
ઓછો અનુભવ હોવા છતા ઓછી મહેનતે વધુ લાકડા કાપી શકું છું” કોઇપણ ક્ષેત્રમાં જો કામ રુપી ઝાડવાને ઝડપથી
કાપવા હોય તો તે ક્ષેત્રના જ્ઞાનરૂપી કુહાડાની ધાર સતત કાઢતી
રહેવી પડે.
જીવનમાં ઉપદેશનો આનંદ
સ્વામી રામદાસ કોઇ એક
નગરમાં ભિક્ષા માંગવા
માટે નિકળ્યા હતા. એક ઘરના દરવાજા પાસે ઉભા રહીને એણે ભિક્ષા માટે આહલેક
લગાવી “ રઘુવિર
સમર્થ” . અવાજ સાંભળીને
ઘરમાંથી એક સ્ત્રી થોડી ભિક્ષા લઇને
આવી. ભિક્ષાપાત્રમાં
ભિક્ષા આપીને એ બોલી , “મહારાજ , મને કંઇક ઉપદેશ આપો.” સ્વામી રામદાસે
કહ્યુ , “ બહેન, કાલે ઉપદેશ આપીશ .” બીજા દિવસે પેલી સ્ત્રી સ્વામી રામદાસની રાહ જોઇને જ બેઠી હતી. જેવો
“ રધુવિર
સમર્થ” અવાજ સંભળાયો
કે એ દોડતી બહાર આવી. એમણે કહ્યુ , “ મહારાજ આજે તો આપના માટે ખુબ સરસ મજાનો
દુધપાક બનાવ્યો છે. કેસર અને
ઇલાઇચી નાખી છે. બદામ
પિસ્તા અને ચારોળીથી સજાવ્યો છે થોડી વાર ઉભા રહો હું લાવું છું
.” જેવી
પેલી સ્ત્રી ઘરમાં દુધપાક લેવા ગઇ કે
સ્વામી રામદાસે તુરંત
જ પોતાના ખાલી કમંડળમાં શેરીમાં પડેલો કચરો અને ધુળ ભરી લીધા રસ્તામાં પડેલા
સડેલા શાકભાજી પણ કમંડળમાં નાખ્યા. પેલી સ્ત્રી દુધપાક લઇને આવી
એટલે સ્વામીજીએ આ કમંડળ આગળ ઘર્યુ.
પેલી સ્ત્રીએ કમંડળમાં
નજર કરી એટલે બોલી “અરે, સાધુ મહારાજ તમારું આ કમંડળ તો સાવ ગંદુ છે.
અંદર ધુળ , કચરો
અને સડેલા શાકભાજી પડ્યા છે.” “ભલે ને ગંદુ રહ્યુ બહેન તું આ કમંડળમાં દુધપાક નાખી
દે.” ”અરે, મહારાજ મે બહું મહેનત કરીને આ દુધપાક
બનાવ્યો છે. કેટલો સરસ બન્યો છે.” ”અરે, બહેન હું પણ એ જ કહું છું ને કે તારો આ સરસ દુધપાક
મારા કમંડળમાં નાખી દે કમંડળ ભલેને ગંદુ રહ્યુ
દુધપાક તો સારો છે ને!” ”અરે સ્વામીજી તમારું મગજ ચાલે છે કે નહી , દુધપાક ગમે તેટલો સારો હોય પણ કમંડળ ગંદુ હોય તો
દુધપાક પણ ગંદો જ થઇ જાય. માટે પહેલા આ
કમંડળ બરાબર સાફ કરો
પછી જ દુધપાક આપીશ.” “બસ, બહેન મારે પણ તને એ જ કહેવું છે કે પહેલા
મનનું કમંડળ સાફ કર પછી જ
મારા ઉપદેશરુપી દુધપાકનો
આસ્વાદ માણી શકીશ.” જીવનમાં ઉપદેશનો આનંદ ન મળે ત્યારે આપણે ઉપદેશનો
વાંક કાઢીએ છીએ પણ આપણા ગંદા મનનું શું?
જેને આપણા પોતાના માનીએ છીએ એના માટે જેવુ અને જેટલું વિચારીએ છીએ એવુ અને એટલુ બીજા માટે કેમ નથી વિચારી શકતા !!!!!!!!
એક સ્ત્રી સાંજના સમયે પાળેલા કુતરાને સાથે લઇને ફરવા
માટે નીકળી. રસ્તામાં એને પોતાની ઘણા વર્ષો પછી પોતાની ખાસ મિત્ર મળી
ગઇ. બંને એક કોફી હાઉસમાં જઇને વાતોએ
વળગી. એક
મિત્રએ બીજી મિત્રને પુછ્યુ , “ તારો પુત્ર શું
કરે છે ? હવે તો એને પરણાવી પણ દીધો હશે કેમ ?” બીજીએ મોઢું મચકોડીને કહ્યુ , “ હા , પરણાવી દીધો અને અમારાથી એ સૌથી મોટી ભુલ થઇ
ગઇ. લગ્ન પછી હવે એ અમારો નથી રહ્યો એ
તો બૈરીનો ગુલામ થઇ ગયો
છે. એની ઘરવાળીને કંઇ કામ કરવા દેતો જ નથી. અમારી વહું નથી રસોઇ કરતી
, નથી
કપડા ધોતી , નથી
સફાઇ કરતી નથી બગીચાનું ધ્યાન રાખતી. બસ આખો
દિવસ એના બેડરૂમમાં ભરાઇને બેસી રહે છે
અને નિરાંતે વાંચ્યા
કરે છે. અરે, તને
શું કહું
મારો દિકરો એના રૂમમાં
એના માટે સવારનો નાસ્તો પોતે જ ઉપાડીને લઇ જાય છે. બોલ
માન્યામાં આવે એવું છે કે એક છોકરો આવું બધું
કરે ?” “ ઓહ
શું વાત છે ? આતો
બહું કહેવાય હો ? પણ તારી દિકરી શું કરે છે ?” ચહેરા પર સ્મિત સાથે એ બીજીએ જવાબ આપતા
કહ્યુ , “ અરે, એની તો શું વાત કરવી. એને તો
દેવદુત જેવો પતિ મળ્યો છે. મારી દિકરીનું ખુબ જ
ધ્યાન રાખે છે. ઘરમાં કોઇ કામ મારી દિકરી પાસે નથી
કરાવતો. રસોઇ કરવા માટે રસોયણ રાખી છે, સફાઇ માટે અને કપડા ધોવા માટે કામવાળી બાઇ રાખી
છે, બગીચાની
સંભાળ માટે માળી રાખ્યો છે.
મારી દિકરી તો રાજરાણીની
જેમ રહે છે આખો દિવસ બેડરૂમમાં આરામ કરવાનો. સુવુ હોય ત્યારે સુવાનું અને
વાંચવું હોય ત્યારે વાંચવાનું.
સવારના પહોરમાં જમાઇ
પોતે જ મારી દિકરી માટે નાસ્તો રૂમમાં લઇ જાય છે. મારી દિકરીના બહું
મોટા ભાગ્ય કે એને આવો
પ્રેમાળ પતિ મળ્યો.” જેને આપણા પોતાના માનીએ છીએ એના માટે જેવુ
અને જેટલું વિચારીએ છીએ
એવુ અને એટલુ બીજા માટે કેમ નથી વિચારી શકતા !!!!!!!!
મા-બાપ નું મુલ્ય શું હોય છે?!!!!!!!
સુપ્રભાત મિત્રો...
સાંજે મા રસોડા માં રસોઇ
બનાવતી હતી. ત્યારે તેનું નાનું બાળક
તેની પાસે આવે છે.અને
એક કાગળ આપે છે.જેમાં તેને કૈક લખેલું છે. મા તેના હાથ લુછે છે ને કોરા
કરે છે..અને તે કાગળ વાંચે છે.તેમાં લખ્યું
હોય છે...!!!
૧-તારા માટે દુકાનમાં
થી વસ્તુ લાવ્યો તેના .........રૂપીયા ૦૫.૦૦
૨-ઘાસ કાપવાના.......રૂપીયા
૫૦.૦૦
૩-આ અઠવાડીએ મારો રૂમ
સાફ કરવાનાં.......રૂપીયા૧૦.૦૦
૪-જયારે તું બજાર માં
ખ્રરીદી માટે જતી હતી ત્યારે નાના ભાઇ
નેસાચવતો તેનાં.........રૂપીયા૧૫.૦૦
૫-ક્ચરો બહાર નાખવાના............રૂપીયા૦૫.૦૦
૬-બગીચો સાફ કરવાનાં
અને ઘાસ ઊઠાવવાનાં.........રૂપીયા-૧૫.૦૦
૭-સારું પરિણામ લાવવા
માટે...........રૂપીયા ૫૦.૦૦
કુલ.......રૂપીયા૧૫૦.૦૦ સરસ, મા ત્યાં ઉભેલા બાળક તરફ નજર કરે છે.....અને
બાળક પણ મા નાં મગજમાં કંઈક
સરર્વળાટ જુવે છે.....પછી
મા પેન ઉઠાવે છે…અને તેજ લખેલા કાગળ ને પાછ્ળ ફેરવે છે અને તેંમાં
નીચે મુજબ લખે છે...!!!
૧-જ્યારે તું મારા પેટમાં
હતો ત્યારે મેં તને નવ મહિના મારી કોખમાં રાખ્યો ……..એક પણ
પૈસો નહીં
૨-તારી માંદગીમાં આખી
રાત તારી પથારી પાસે બેસી રહી અને ચાકરી કરતી
રહી ને ભગવાન ને પ્રાર્થના કરતી........એક પણ
પૈસો નહીં
૩-તને ઘણી બધી વસ્તુ
નવી શીખવી...અને તે માટે તેં મને આસું પડાવ્યા....એક પણ પૈસો નહીં
૪-તારા રમકડાં, કપડાં, ખાવા- પીવાનું લાવી અને તારું
નાક લુછ્યું.....એક પણ પૈસો નહીં
૫-હું ભુખી રહી પણ તને
જમાડ્યો, હું ભીના
માં સુતી પણ તને કોરામા સુવડાવીયો....એક પણ પૈસો નહીં
બેટા, આ બધાં નો સરવાળો કરીશ તો તેનો કુલ જવાબ
"મારો પ્રેમ" છે...!!!!
જ્યારે બાળકે તેની મા
નું આ બધું લખેલું વાચે છે...!!!
ત્યારે તેની આંખો માં
થી મોટાં મોટાં આંસું સરી પડે
છે..અને તે તેની મા સામે
નજર કરે છે . અને કહે છે,”મા, હું પણ તને એટ્લો જ ચાહૂં છું.” પછી બાળક હાથમાં પેન લે છે અને
દીલગીરી વ્યક્ત કરતાં
મોટાં અક્ષ્રર થી લખે છે, ”માગ્યું છે તેના કરતાં ઘણું મળી ગયું છે.”
બોધ :
મા-બાપ નું મુલ્ય શું
હોય છે તેની સમજ તો જ્યારે બાળક મા-બાપ બને છે ત્યારેજ સમજાય
છે જીવન
માં માંગવા કરતાં આપો….આપવા કરતા માંગનાર
તુ્ચ્છ છે…. ખાસ કરીને મા-બાપ પાસે…. પૈસા કરતાં ઘણું બધું આપી શકાય છે……. જો તમારા માતા-પિતા જીવીત હોય તો તેમને વહાલ કરો….. પ્રેમ કરો… અને તમારી ભુલો માટે ક્ષમા માંગો...!!! તેમને
પ્રતીતી કરાવો કે તમે તેમને ગમે તે
સન્જોગો માં પણ ચાહો
છો…અને
ચાહ્તા રહેશો.
Subscribe to:
Posts (Atom)