Friday 25 December 2015

જીવનમાં ઉપદેશનો આનંદ

સ્વામી રામદાસ કોઇ એક નગરમાં ભિક્ષા માંગવા માટે નિકળ્યા હતા. એક ઘરના દરવાજા પાસે ઉભા રહીને એણે ભિક્ષા માટે આહલેક લગાવી રઘુવિર સમર્થ” . અવાજ સાંભળીને ઘરમાંથી એક સ્ત્રી થોડી ભિક્ષા લઇને આવી. ભિક્ષાપાત્રમાં ભિક્ષા આપીને એ બોલી , “મહારાજ , મને કંઇક ઉપદેશ આપો.સ્વામી રામદાસે કહ્યુ , “ બહેન, કાલે ઉપદેશ આપીશ .બીજા દિવસે પેલી સ્ત્રી સ્વામી રામદાસની રાહ જોઇને જ બેઠી હતી. જેવો રધુવિર સમર્થઅવાજ સંભળાયો કે એ દોડતી બહાર આવી. એમણે કહ્યુ , “ મહારાજ આજે તો આપના માટે ખુબ સરસ મજાનો દુધપાક બનાવ્યો છે. કેસર અને ઇલાઇચી નાખી છે. બદામ પિસ્તા અને ચારોળીથી સજાવ્યો છે થોડી વાર ઉભા રહો હું લાવું છું .જેવી પેલી સ્ત્રી ઘરમાં દુધપાક લેવા ગઇ કે સ્વામી રામદાસે તુરંત જ પોતાના ખાલી કમંડળમાં શેરીમાં પડેલો કચરો અને ધુળ ભરી લીધા રસ્તામાં પડેલા સડેલા શાકભાજી પણ કમંડળમાં નાખ્યા. પેલી સ્ત્રી દુધપાક લઇને આવી એટલે સ્વામીજીએ આ કમંડળ આગળ ઘર્યુ. પેલી સ્ત્રીએ કમંડળમાં નજર કરી એટલે બોલી અરે, સાધુ મહારાજ તમારું આ કમંડળ તો સાવ ગંદુ છે. અંદર ધુળ , કચરો અને સડેલા શાકભાજી પડ્યા છે.” “ભલે ને ગંદુ રહ્યુ બહેન તું આ કમંડળમાં દુધપાક નાખી દે.” ”અરે, મહારાજ મે બહું મહેનત કરીને આ દુધપાક બનાવ્યો છે. કેટલો સરસ બન્યો છે.” ”અરે, બહેન હું પણ એ જ કહું છું ને કે તારો આ સરસ દુધપાક મારા કમંડળમાં નાખી દે કમંડળ ભલેને ગંદુ રહ્યુ દુધપાક તો સારો છે ને!” ”અરે સ્વામીજી તમારું મગજ ચાલે છે કે નહી , દુધપાક ગમે તેટલો સારો હોય પણ કમંડળ ગંદુ હોય તો દુધપાક પણ ગંદો જ થઇ જાય. માટે પહેલા આ કમંડળ બરાબર સાફ કરો પછી જ દુધપાક આપીશ.” “બસ, બહેન મારે પણ તને એ જ કહેવું છે કે પહેલા મનનું કમંડળ સાફ કર પછી જ મારા ઉપદેશરુપી દુધપાકનો આસ્વાદ માણી શકીશ.જીવનમાં ઉપદેશનો આનંદ ન મળે ત્યારે આપણે ઉપદેશનો વાંક કાઢીએ છીએ પણ આપણા ગંદા મનનું શું

No comments: