Friday 25 December 2015

જેને આપણા પોતાના માનીએ છીએ એના માટે જેવુ અને જેટલું વિચારીએ છીએ એવુ અને એટલુ બીજા માટે કેમ નથી વિચારી શકતા !!!!!!!!

એક સ્ત્રી સાંજના સમયે પાળેલા કુતરાને સાથે લઇને ફરવા માટે નીકળી. રસ્તામાં એને પોતાની ઘણા વર્ષો પછી પોતાની ખાસ મિત્ર મળી ગઇ. બંને એક કોફી હાઉસમાં જઇને વાતોએ વળગી. એક મિત્રએ બીજી મિત્રને પુછ્યુ , “ તારો પુત્ર શું કરે છે ? હવે તો એને પરણાવી પણ દીધો હશે કેમ ?” બીજીએ મોઢું મચકોડીને કહ્યુ , “ હા , પરણાવી દીધો અને અમારાથી એ સૌથી મોટી ભુલ થઇ ગઇ. લગ્ન પછી હવે એ અમારો નથી રહ્યો એ તો બૈરીનો ગુલામ થઇ ગયો છે. એની ઘરવાળીને કંઇ કામ કરવા દેતો જ નથી. અમારી વહું નથી રસોઇ કરતી , નથી કપડા ધોતી , નથી સફાઇ કરતી નથી બગીચાનું ધ્યાન રાખતી. બસ આખો દિવસ એના બેડરૂમમાં ભરાઇને બેસી રહે છે અને નિરાંતે વાંચ્યા કરે છે. અરે, તને શું કહું
મારો દિકરો એના રૂમમાં એના માટે સવારનો નાસ્તો પોતે જ ઉપાડીને લઇ જાય છે. બોલ માન્યામાં આવે એવું છે કે એક છોકરો આવું બધું કરે ?” “ ઓહ શું વાત છે ? આતો બહું કહેવાય હો ? પણ તારી દિકરી શું કરે છે ?” ચહેરા પર સ્મિત સાથે એ બીજીએ જવાબ આપતા કહ્યુ , “ અરે, એની તો શું વાત કરવી. એને તો દેવદુત જેવો પતિ મળ્યો છે. મારી દિકરીનું ખુબ જ ધ્યાન રાખે છે. ઘરમાં કોઇ કામ મારી દિકરી પાસે નથી કરાવતો. રસોઇ કરવા માટે રસોયણ રાખી છે, સફાઇ માટે અને કપડા ધોવા માટે કામવાળી બાઇ રાખી છે, બગીચાની સંભાળ માટે માળી રાખ્યો છે. મારી દિકરી તો રાજરાણીની જેમ રહે છે આખો દિવસ બેડરૂમમાં આરામ કરવાનો. સુવુ હોય ત્યારે સુવાનું અને વાંચવું હોય ત્યારે વાંચવાનું.
સવારના પહોરમાં જમાઇ પોતે જ મારી દિકરી માટે નાસ્તો રૂમમાં લઇ જાય છે. મારી દિકરીના બહું
મોટા ભાગ્ય કે એને આવો પ્રેમાળ પતિ મળ્યો.જેને આપણા પોતાના માનીએ છીએ એના માટે જેવુ
અને જેટલું વિચારીએ છીએ એવુ અને એટલુ બીજા માટે કેમ નથી વિચારી શકતા !!!!!!!!

No comments: