Wednesday 16 March 2016

જે જ્ઞાનનું મુલ્ય સમજી શકે અને પોતાના દેશને પોતાની જાતથી પણ વધુ પ્રેમ કરી શકે એની પ્રગતિને દુનિયાની કોઇ તાકાત ન અટકાવી શકે....

ભારતની ભૂમી પર સ્થાપવામાં આવેલી જ્ઞાનના મહાસાગર સમી નાલંદા વિદ્યાપિઠની નામના દુર દુરના દેશો સુધી પહોંચી હતી. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગ અભ્યાસ માટે નાલંદા આવ્યા હતા. એમણે પોતાનો અભ્યાસ પૂર્ણ થતા પોતાના દેશ ચીન પરત જવાનું નક્કી કર્યુ.

નાલંદામાં બીજા 10-15 જેટલા ચીનના વિદ્યાર્થીઓ હતા. એમને જ્યારે ખબર પડી કે હ્યુ-એન-ત્સાંગ ચીન જઇ રહ્યા છે તો તેઓ બધાએ પણ એમની સાથે જવાનું નક્કી કર્યુ જેથી રસ્તામાં હ્યુ-એન-ત્સાંગ જેવા વિદ્વાન સાથે વાર્તાલાપ થઇ શકે.

હ્યુ-એન-ત્સાંગએ નાલંદામાં અભ્યાસ કરતી વખતે કેટલાક ગ્રંથો લખ્યા હતા અને એ ઉપરાંત બીજા કેટલાક મહત્વના ગ્રંથો એમણે ખરીદ્યા હતા. આ બધા જ ગ્રંથો પણ એમણે સાથે લીધા અને ચીન જવા રવાના થયા. એક નૌકા ભાડે કરવામાં આવી અને ચીન તરફની યાત્રા શરુ થઇ. બધા વિદ્યાર્થીઓ આ નૌકામાં ગોઠવાયા અને પુસ્તકો પણ મુકવામાં આવ્યા.

રસ્તામાં તોફાન શરુ થયુ અને નૌકાએ પોતાની સમતુલા ગુમાવી. નાવિકે કહ્યુ કે નૌકામાં વજન વધુ છે થોડો વજન ઓછો કરવો પડશે માટે આ પુસ્તકોને ફેંકી દો. એક વિદ્યાર્થી ઉભો થયો અને હ્યુ-એન-ત્સાંગને કહ્યુ , “ ગુરુદેવ , આ પુસ્તકોને નહી ફેંકતા આ તો અમૂલ્ય સંપતિ છે આપણા દેશના કેટલા નવયુવાનોને આ જ્ઞાન એક નવી દિશા આપશે. આ ગ્રંથો તો આપણા દેશ સુધી પહોંચવા જ જોઇએ આટલી વાત કરીને એણે સીધી જ હોડીની બહાર છલાંગ લગાવી

મિત્રો, જે જ્ઞાનનું મુલ્ય સમજી શકે અને પોતાના દેશને પોતાની જાતથી પણ વધુ પ્રેમ કરી શકે એની પ્રગતિને દુનિયાની કોઇ તાકાત ન અટકાવી શકે

No comments: