Wednesday 16 March 2016

રાજ્યના નાગરિક તરિકે આપણી કેટલીક ફરજો................

એક રાજાએ પોતાના પ્રજાજનોની એક ખાસ સભા બોલાવી.

આ સભાને સંબોધન કરતા રાજા એ કહ્યુ , “ વ્હાલા નગરજનો આપણા રાજ્ય પર એક આપતી આવી છે. આ આપતીને દુર કરવા માટે આપણા રાજપુરોહિતે એક વિધી બતાવી છે. આવતી કાલે ભગવાન ભોલેનાથને દુધથી અભિષેક કરવાનો છે. અભિષેક માટે નગરના પ્રત્યેક ઘરમાંથી માત્ર એક લોટો દુધ લાવવાનું છે. આ માટે દરેક નગરજનોએ આજે રાત્રીના સમયે નગરની બહાર આવેલા શિવાલયના મેદાનમાં અભિષેક માટે બનાવવામાં આવેલા એક ખાસ કુંડમાં એક લોટો દુધ નાંખી જવાનું છે.

સભા પુરી થઇ એટલે બધા જ નગરજનો છુટા પડ્યા. લોકો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા કે રાજ્ય પર આપતિ આવી છે તો એ દુર કરવાની જવાબદારી રાજાની હોય. રાજાએ પોતે જ અભિષેક માટે દુધ આપવું જોઇએ પ્રજા પાસેથી એ શા માટે દુધ ઉઘરાવે છે?

રાત પડી એટલે લોકો લોટો ભરીને શિવાયલમાં બનાવેલા પેલા ખાસ કુંડ તરફ જવા લાગ્યા. અંધારુ ખુબ હતુ એટલે કંઇ દેખાતુ ન હતુ. દરેક નગરજન કુંડમાં પોતાના ભાગનો લોટો ઠાલવીને ઉતાવળા પગલે ઘર તરફ પાછા આવી રહ્યા હતા. નગરનું એક પણ ઘર બાકી નહોતુ કે જેનો કોઇ સભ્ય લોટો ભરીને કુંડ પર ન આવ્યો હોય ?

સવાર પડ્યુ એટલે રાજા મંત્રીમંડળ સાથે શિવાલયમાં આવ્યા. કુંડ પાસે આવીને જોયુ તો રાજાની આંખો પહોળી થઇ ગઇ. બાજુમાં ઉભેલા મુખ્યપ્રધાનના કાનમાં હળવેથી કહ્યુ મને લાગે છે કે કાલે નગરજનોને આદેશ આપતી વખતે મારાથી મોટી ભુલ થઇ ગઇ છે. એક લોટો દુધ લાવવાનું કહેવાનું હતુ અને ભુલથી પાણી લાવવાનું બોલાઇ ગયુ.

રાજાની વાત સાંભળીને મુખ્યપ્રધાન હસવા લાગ્યા. એમણે રાજાને કહ્યુ , “ રાજા સાહેબ, આપે કોઇ ભુલ કરી નથી. આપે દુધનો લોટો નાંખવાની જ સુચના આપી હતી અને આમ છતા અત્યારે આખો કુંડ આપ પાણીથી ભરેલો જોઇ રહ્યા છો. રાત્રે દરેક નગરજને એવો વિચાર કર્યો કે બધા દુધ લઇને જ આવવાના છે જો હું એક લોટો પાણી લઇને જઇશ તો ક્યાં કોઇને કંઇ ખબર પડવાની છે?

મિત્રો , રાજ્યના નાગરિક તરિકે આપણી કેટલીક ફરજો છે અને કેટલાક કામ આપણને સોંપવામાં આવેલા છે. હું એક આ નિયમનું પાલન ન કરુ કે આ કામ ન કરુ તો શું ફેર પડેઆ વિચાર જ્યારે બધા જ નાગરિકો કરે છે ત્યારે વ્યવસ્થાઓ ખોરવાઇ જાય છે.

No comments: