Thursday 4 February 2016

જે શાંતિની અને સુખની પાછળ દોડીએ છીએ એને મેળવ્યા પછી અશાંતિ અને દુ:ખની અનુભુતિ જ થાય છે.

એકવખત કુરુપતાની દેવી અને સૌંદર્યની દેવી ન્હાવા માટે એક નદીમાં નહાવા માટે ગયા. સાથે બીજી કેટલીક સ્ત્રીઓ પણ હતી. બધા નદીમાં ધમાચકડી કરતા કરતા ન્હાવાનો આનંદ ઉઠાવી રહ્યા હતા. કુરુપતાની દેવી વિચારવા લાગી .......... આ સુંદરતાની દેવીની પાછળ બધા કેવા પાગલ થાય છે અને કોઇ મારી સામે પણ જોતું નથી. આજે આ સુંદરતાની દેવીના કાંઠા પર રહેલા કપડા પહેરીને જ ભાગી જાઉં.

બહાર નીકળી અને કોઇને ખબર પડે એ પહેલા જ સુંદરતાની દેવીના કપડા પહેરીને જતી રહી. જ્યારે સુંદરતાની દેવી અન્ય સ્ત્રીઓ સાથે બહાર આવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના કપડા તો કુરુપતાની દેવી પહેરીને જતી રહી છે એટલે ના છુટકે એને કુરુપતાની દેવીના કપડા પહેરવા પડ્યા.

હવે લોકો સુંદરતાની દેવીને બદલે કુરુપતાની દેવીની પાછળ ચાલવા લાગ્યા કારણ કે લોકો તો કપડા જોઇને જ તેને સુંદરતાની દેવી સમજતા હતા જ્યારે એ વાસ્તવમાં કુરુપતાની દેવી હતી.

મિત્રો, આજે આ જગતમાં અશાંતિએ શાંતિના કપડા પહેરી લીધા છે અને દુ:ખે સુખના કપડા પહેરી લીધા છે અને એટલે જ જે શાંતિની અને સુખની પાછળ દોડીએ છીએ એને મેળવ્યા પછી અશાંતિ અને દુ:ખની અનુભુતિ જ થાય છે.

No comments: