Friday 5 February 2016

જયારે આપણે લઈએ તો ખુબજ ઓછું લઇ શકીએ પરંતુ વિચારો કે જયારે આપણને એ મોટા હાથ વાળો ભગવાન આપવા બેસે ત્યારે આપણે આશા રાખી ન હોય તેના કરતા પણ ખુબજ વધારે આપે છે. .. એટલું વધારે કે આપણે બે હાથથી પકડી પણ ન શકીએ.

એક દિવસ એક બાળક તેની માં સાથે દુકાનમાં ખરીદી કરવા ગયો. દુકાનદારે નાના સુંદર બાળકને જોઈને કહ્યું: હે બાળક જો પેલી થાળીમાં મીઠાઈ છે, તને એમાંથી જે મીઠાઈ બહુ ભાવતી હોય તે મીઠાઈ લઇ લે. પરંતુ બાળકે મીઠી લીધી નહી. દુકાનદાર આ જોઇને અચંબામાં પડી ગયો કે આ નાનો બાળક મીઠાઈ કેમ નથી લેતો.

દુકાનદારે બાળક ને ફરીથી કહ્યું કે હે બાળક, આ મીઠાઈ મેં તારા જેવા નાના બાળકો માટે જ મૂકી છે. આમાંથી તને જે મીઠાઈ ભાવતી હોય તે લઇ લે. પરંતુ બાળકે મીઠાઈ ને હાથ પણ લગાવ્યો નહી.
આ દુકાનદાર ને હવે બાળક ની માતાએ પણ સાંભળ્યો અને બાળક ને એની માતાએ કહ્યું: બેટા તારે મીઠાઈ ખાવી હોય તો આમાંથી લઇ શકે છે. બાળકે તો પણ મીઠાઈ લીધી નહી. દુકાનદારે જોયું કે બાળક પોતાની જાતે મીઠાઈ લેતો નથી તેથી બાળક સરમાતો હશે એમ માની ને દુકાનદારે મીઠાઈ એની જાતે ઉઠાવીને બાળકના હાથમાં મૂકી દીધી. બાળક ખુબજ ખુશ થયો અને હરખાતા હરખાતા મીઠાઈ ખાવા લાગ્યો.
ઘરે પાછા આવતા બાળકની માતાએ પૂછ્યું: બેટા તારે મીઠાઈ ખાવીજ જો હતી તો પછી તે દુકાનદારે જયારે તને મીઠાઈ આપી તો કેમ ના લીધી? બાળકે શું જવાબ આપ્યો હશે??
"
માં, મારા હાથ ખુબજ નાના છે. અને જો હું મીઠાઈ લેત તો મારા નાના હાથથી ખુબજ ઓછી મીઠાઈ લઇ શકત. પરંતુ દુકાનદારે જયરા મને એના મોટા હાથથી મીઠાઈ આપી તો મારા બંને હાથ ભરાઈ ગયા અને હાથમાં ખુબ બધી મીઠાઈ આવી."

બોધ: જયારે આપણે લઈએ તો ખુબજ ઓછું લઇ શકીએ પરંતુ વિચારો કે જયારે આપણને એ મોટા હાથ વાળો ભગવાન આપવા બેસે ત્યારે આપણે આશા રાખી ન હોય તેના કરતા પણ ખુબજ વધારે આપે છે. .. એટલું વધારે કે આપણે બે હાથથી પકડી પણ ન શકીએ.

No comments: