Thursday 4 February 2016

દરેક વખતે આપણા જ વિચારોનો બોઝો બીચારાને જીવતી જાગતી લાશ બનાવી દે છે.

એક પરિવાર જમવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયો. બધા ટેબલ પર ગોઠવાયા. થોડીવારમાં વેઇટર ઓર્ડર લેવા માટે આવ્યો. એમણે પહેલા પતિ-પત્નિને પુછીને તેનો ઓર્ડર લીધો. બંનેએ પોતાનો ઓર્ડર લખાવી દીધો એટલે હળવેથી એણે બાળક સામે જોયું અને સ્મિત સાથે પુછ્યુ , " બેટા , તારા માટે હું શું લાવુ ? "

બાળકે પણ હસતા હસતા જ ઓર્ડર આપ્યો , " એક વેજીટેબલ હોટડોગ અને થમ્સઅપ"

બાળકની માતાએ વેઇટરને અટકાવતા કહ્યુ , " એ ભલે કહે તમે એના માટે હોટડોગ અને થમ્સઅપ નહિ લાવતા. અમારા માટે જે ઓર્ડર આપ્યો છે એ જ એના માટે પણ લાવજો. "

વેઇટરે માતાની વાત સાંભળ્યા વગર જ બાળકને ફરીથી પુછ્યુ , " બેટા તને હોટડોગ ચીઝ સાથે વધુ ભાવશે કે ચીઝ વગરનો ? "

બાળકે જેવો જવાબ આપ્યો કે મને ચીઝ સાથેનો હોટડોગ વધુ પસંદ છે એટલે વેઇટર તો એટલું જ કહીને ફટાફટ જતો રહ્યો , " બસ , પાંચ મિનિટ રાહ જો "

બાળકના માતા-પિતા તો અવાચક બનીને એકબીજાની સામે જોઇ રહ્યા કે આપણી મરજીની વિરુધ્ધ એણે બાળકનો ઓર્ડર કેમ લીધો ! પોતાના માતા-પિતાને વિચાર મગ્ન જોઇને પેલા બાળકે એના માતા-પિતાને કહ્યુ , " તમે જાણો છો એણે મારી વાત કેમ માની ? કારણ કે એ સમજે છે કે હું જીવું છું. હું કઠપુતળી "

મિત્રો , વિચારજો ક્યાંક આપણે આપણા સંતાનોને આપણા ઇશારા પર નાચતી કઠપુતળીતો નથી બનાવી દીધીને ? બાળકની પોતાની ઇચ્છાઓ અને અરમાનો હોય છે અલબત કેટલાક એની નાસમજને કારણે પુરા ન કરી શકાય પણ દરેક વખતે આપણા જ વિચારોનો બોઝો બીચારાને જીવતી જાગતી લાશ બનાવી દે છે.

No comments: