Thursday 4 February 2016

જીવનમાં કોઇપણ પ્રશ્નો સામે વિચાર્યા વગર બાથ ભિડવાને બદલે થોડી તૈયારી સાથે બાધ ભિડીએ ત્યારે આપણે સફળતાની પ્રતિક્ષા કરવાની જરુર નથી પરંતું સફળતા આપણી પ્રતિક્ષા કરતી હોઇ છે.

એક રાજાને ત્રણ પુત્રો હતા. સામાન્ય પરંપરા એવી હતી કે મોટા પુત્રને જ રાજગાદી આપવી પરંતું રાજા પોતાના રાજ્યનું શાસન યોગ્ય વ્યક્તિના હાથમાં સોંપવા માંગતા હતા. એમણે ત્રણે પુત્રોને બોલાવ્યા અને કહ્યુ કે મારે હવે નિવૃતિ લેવી છે અને આ રાજ્ય તમારામાંથી યોગ્ય વ્યક્તિના હવાલે કરવું છે. આ માટે તમારે એક પરિક્ષા આપવાની છે.

ત્રણે કુવરો વિચારમાં પડી ગયા કે પિતાજી શું પરિક્ષા લેવાના હશે ? રાજાએ સ્પષ્ટતા કરતા કહ્યુ , “ જુઓ, આપણા રાજ્યના મધ્યભાગમાં આવેલા વિશાળ મેદાનની બરાબર વચ્ચે બે મોટા ઓરડાઓ છે. આ બે ઓરડાઓ પૈકી એક ઓરડામાં માનવભક્ષી દિપડો રાખ્યો છે અને બીજા ઓરડામાં રાજરાણી બની શકે એવી સુંદર સ્ત્રી રાખી છે. તમારે કોઇપણ જાતના શસ્ત્ર લીધા વગર એકલા જ જવાનું છે અને ઓરડો ખોલવાનો છે. જે જીવતા બચી જશે એના પેલી સુંદર સ્ત્રી સાથે લગ્ન કરાવીને રાજગાદી એને સોંપવામાં આવશે.

એક કુંવર ખુબ ઉતાવળીયો હતો. કોઇપણ જાતનો વિચા કર્યા વગર જ એ તો ઉપડ્યો સીધો જ પેલા બંધ ઓરડાઓ પાસે અને બન્યુ એવું કે એણે માનવભક્ષી દીપડા વાળા ઓરડાનું જ બારણું ખોલ્યું અને એના રામ રમી ગયા.

બીજો કુંવર કોઇપણ બાબતમાં જરુરત કરતા વધું વિચારનારો હતો. એ તો એ વિચારમાં પડી ગયો કે જો હું સુંદર સ્ત્રી વાળા ઓરડાનું બારણું ખોલું તો બરાબર છે પરંતું દિપડાવાળા ઓરડાનું બારણું ખોલું તો ? વિચાર કરવાથી જ એના શરિરમાંથી પરસેવાની ધારો થવા લાગી એ વિચારવા સિવાઇ કંઇ જ કરી શક્યો નહી.

ત્રીજા કુંવરે વિચાર્યું કે સુંદર યુવતિ વાળા ઓરડાનો દરવાજો ખોલુ તો તો કોઇ પ્રશ્ન જ નથી પરંતું જો દિપડા વાળા ઓરડાનો દરવાજો ખોલું તો ? દિપડો મને મારવા દોડે અને અને મને કદાચ મારી પણ નાખે. પરંતું હું કોઇપણ જાતના શસ્ત્ર વગર લડવાની થોડી તાલીમ લઇને બહાર કોઇ દિપડા જોડે લડાઇ કરીને મારી જાતને સંપૂર્ણ તૈયાર કરીને પછી જાવ તો હું દિપડાને પણ મારી જ શકું અને સુંદર યુવતિ સાથેનું રાજ્ય મેળવી શકું. એણે પુરતી તાલીમ લીધી અને પછી એ ઓરડાનું બારણું ખોલવા ગયો. હવે તો એ ગમે તે બારણું ઉઘાડે એના માટે ચિંતા જ નહોતી.

મિત્રો, જીવનમાં કોઇપણ પ્રશ્નો સામે વિચાર્યા વગર બાથ ભિડવાને બદલે થોડી તૈયારી સાથે બાધ ભિડીએ ત્યારે આપણે સફળતાની પ્રતિક્ષા કરવાની જરુર નથી પરંતું સફળતા આપણી પ્રતિક્ષા કરતી હોઇ છે.

No comments: