ઇટાલીમાં રહેતું એક દંપતિ તેના નાના બાળકો સાથે વેકેશન ગાળવા
માટે નિકળ્યુ હતુ. રાતની મુસાફરી વખતે અચાનક લુંટારુઓએ તેની ગાડી પર હુંમલો
કર્યો. દંપતિ
કંઇ વિચારે એ પહેલા તો ધડા-ધડ ગોળીઓ છુટવા લાગી. આ પરિવારના નસિબ સારા હશે કે રસ્તામાં થોડે દુર એણે પોલીસને જોઇ અને ગાડી ફુલ
સ્પીડમાં પોલીસ
સુધી પહોંચાડી. લુંટારુ તો પોલીસને જોઇને જ ભાગી ગયા હતા.
દંપતિએ પોલીસ પાસે
જઇને સમગ્ર ઘટનાની જાણ કરી. પાછલી સીટ પર શાંતિથી સુતેલા દિકરા નિકોલસને જગાડવા માટેનો પ્રયાસ કર્યો પણ એ જાગ્યો જ
નહી. લાઇટ ચાલુ કરીને જોયુ તો ખબર પડી કે એક ગોળી નિકોલસનિ ખોપડીમાંથી પસાર
થઇ ગઇ હતી. તાત્કાલિક
હોસ્પિટલ પહોંચ્યા પણ નિકોલસને બચાવી શક્યા નહી.
નિકોલસ હવે આ
દુનિયામાં નથી એ વાતને સ્વિકારીને દંપતિએ તત્કાલ એક નિર્ણય
લીધો. નિકોલસના
શરિરના જે અંગો કામ કરતા હોય તે બધા જ અંગો દાનમાં આપવાનો.
નિકોલસના વિવિધ
અંગોથી ઘણા બાળકોને નવી જીંદગી મળી.અને પછીતો નિકોલસની જેમ
ઘણા બાળકોએ પોતાના
માતાપિતાને પણ પોતાને કંઇ થાય તો અંગોનું દાન કરવા માટે
સમજાવ્યા. આ ઘટના
પછી ઘણા બાળકોને મૃત બાળકોના અંગદાનથી નવી જીંદગી મળી
જેને લોકો "
નિકોલસ ઇફેક્ટ " ના નામથી ઓળખતા હતા.
થોડા સમય પછી જે
સ્થળ પર લુંટના
હુમલાની ગોઝારી ઘટના બની હતી તે સ્થળ પર નિકોલસને
શ્રધ્ધાંજલી આપવા
માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ અને એ
કાર્યક્રમમાં
નિકોલસના માતા-પિતાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું. જ્યારે એ
દંપતિ આ
કાર્યક્ર્મમાં આવી રહ્યા હતા ત્યારે અનેક બાળકો નિકોલસનો આભાર
વ્યક્ત કરવા માટે
રસ્તા પર ઉભા હતા એ નિકોલસના નામના ગીતો ગાતા હતા અને
નારાઓ લગાવતા હતા.
" નિકોલસ અમે તને પ્રેમ કરીએ છીએ અને તું અમારામાં રહીને
જીવે છે " આવા
બોર્ડ વાંચીને દંપતિની આંખો ભીની થઇ ગઇ.
આ
કાર્યક્રમ વખતે
પોતાના પ્રવચનમાં નિકોલસના પિતાએ જણાવ્યુ કે ,
" નિકોલસ
બહું બહાદુર છોકરો
હતો. એ હંમેશા સમ્રાટ બનવાના સપનાઓ જોતો. એ એવું કામ
કરશે કે લોકો એને
ખુબ પ્રેમ કરશે અને એના નામના ગીતો ગાશે એવી ગાંડી ગાંડી
વાતો કરતો. પણ આજે એ
બધી જ વાત સાચી સાબિત થઇ રહી છે. નિકોલસનું સપનું સાકર
થયું"
મિત્રો , લોકો આપણને માન-સન્માન કે આદર આપે એવું ઇચ્છતા
હોઇએ તો બીજાનો
વિચાર કરતા પણ શિખીએ દુનિયા હંમેશા એને આદરપૂર્વક યાદ કરે
છે જે બીજા માટે
કંઇક કરે છે માત્ર પોતાના માટે જ જીવન જીવતા લોકોને દુનિયા
બહું જલ્દી ભુલી જાય
છે પછી ભલેને એ મોટા સમ્રાટ હોય !
No comments:
Post a Comment