Tuesday 21 June 2016

હમણાં ઉતાવળ ના કરો.



સંજુ વાળાની મન ભરીને માણવા જેવી મસ્ત-મજાની ગઝલ

આથમશે એ અસ્તાચળે હમણાં ઉતાવળ ના કરો
પોતાના ભારે ભાંગશે હમણાં ઉતાવળ ના કરો

ફળીયે ફરે છે કલ્પના, પોઢ્યા વિચારો પારણે
કાલે એ રમશે સોગઠે હમણાં ઉતાવળ ના કરો

મારા ભીતરના ભાવને માટી ય દેશે સાખ પણ
ચડવા દો એને ચાકડે હમણાં ઉતાવળ ના કરો

ભાષાના ભીના લયમાં આર્જવ તો ઉમેરી જો જરા
એ આપમેળે ઊગશે હમણાં ઉતાવળ ના કરો

છે એક મૃગ, જંગલ છે, “ને મૃત્યુ પર્યંતિ દોડ છે
કહેવાય ના ક્યા જઈ ચડે હમણાં ઉતાવળ ના કરો

એકાદ લમણે ઔર ધરબી દઈ કહો નમ:શિવાય
બે-ચાર સેકન્ડ લાગશે હમણાં ઉતાવળ ના કરો

એવું બને કે જાતને ખોબામાં લઈ ફરવું પડે
એવા ય દિવસો આવશે હમણાં ઉતાવળ ના કરો

No comments: