Thursday 30 June 2016

અશાંતિનું કારણ માત્ર અહંકાર ને વધુ પડતી અપેક્ષાઓ જ છે.



ડો. અબ્દુલ કલામ સાહેબ એક વખત એક સન્યાસીને મળ્યા. બંને વચ્ચે વિવિધ મુદાઓ પર ખુબ વાતો ચાલી. સન્યાસી પણ સારા અભ્યાસુ હતા આથી ડો. કલામને વાતો કરવાની મજા આવી. સન્યાસીએ ડો. કલામને પુછ્યુ આપના કામમાં હું આપને કોઇ રીતે મદદ કરી શકુ ખરો ? મારી પાસે આપની કોઇ અપેક્ષા ખરી ?”

ડો. કલામે તરત જ જવાબ આપ્યો , “ હા, મને જે જોઇએ છે તે એક સન્યાસી તરીકે આપ જ આપી શકો તેમ છો.સન્યાસીએ કહ્યુ બોલો, આપને શું જોઇએ છે?”

ડો. કલામે હાથ જોડીને કહ્યુ , “I WANT PEACE”

સન્યાસી હસવા લાગ્યા એટલે ડો. કલામે હસવાનું કારણ પુછ્યુ. સન્યાસીએ જવામમાં કહ્યુ, “ મિ. કલામ આ માત્ર તમારા એકની જ નહી મારા સહિત જગતના બધા લોકોની ઇચ્છા છે. તમે વ્યક્ત કરેલી ઇચ્છાને પૂરી કરવાનો ઉપાય પણ વ્યકત કરેલી ઇચ્છામાં જ છુપાયેલો છે.

ડો. કલામ કહે મને કંઇ સમજાયુ નહી કે તમે શું કહેવા માંગો છો?”

સન્યાસીએ સ્પષ્ટતા કરતા કહ્યુ , “ I WANT PEACE એ જગતના બધા લોકોની ઇચ્છા છે હવે આ વાક્યમાંથી ‘I’ અને ‘ WANT’ દુર કરી દેવામાં આવે તો માત્ર ‘PEACE’ જ બાકી રહે છે. જીવનમાંથી પણ ‘ I ‘ અર્થાત હુંઅને ‘ WANT ‘ અર્થાત અપેક્ષાઓ ને ભુંસી નાખવામાં આવે તો કેવળ અને કેવળ ‘PEACE” અર્થાત શાંતિજ બાકી બચે છે.

અશાંતિનું કારણ માત્ર અહંકાર ને વધુ પડતી અપેક્ષાઓ જ છે. જો માણસ અહંકારશૂન્ય બનીને થોડી અપેક્ષાઓ ઓછી કરી શકે તો શાંતિ માટેના કોઇ પ્રયાસ કરવા જ નહી પડે. શાંતિની એને સહજ અનુભૂતિ થશે.
 

No comments: