Thursday 30 June 2016

જીવનરૂપી દુધમાં એવુ કંઇ ન ભેળવવુ કે જેથી દુધ બગડી જાય પણ એવું કંઇક ભેળવવુ કે જેથી દહિં , માખણ , છાસ , ઘી કે મીઠાઇ વગરે જેવા અનેક સ્વરુપે તેનો ઉપયોગ કરી શકાય.



ડેરી સાયન્સ કોલેજના એક વર્ગમાં પ્રાધ્યાપક ભણાવી રહ્યા હતા. અભ્યાસ સિવાયની વાતો ચાલી રહી હતી. એક વિદ્યાર્થીએ પ્રાધ્યાપકને એક સવાલ પુછ્યો , “ સર, પ્રાણીઓ કરતા માણસ તરીકેનું આપણું જીવન સાવ જુદુ જ છે. આપ અનુભવી છો મારે આપની પાસેથી એ જાણવું છે કે જન્મથી મૃત્યુ પર્યંતની આ જીવનયાત્રામાં માણસ તરીકે આપણને મળે શું?”

પ્રાધ્યાપકે કહ્યુ , “ બહુ સારો પ્રશ્ન છે પણ જવાબ આપતા પહેલા મારે એક પ્રતિપ્રશ્ન કરવો છે. તમે બધા ડેરી સાયન્સના વિદ્યાર્થીઓ છો. દુધ ઉત્પાદન અને દુધની બનાવટનો તમે ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરો છો. મને એ કહો કે દુધમાંથી આપણે શું શું બનાવી શકીએ ? દુધમાંથી આપણને શું શું મળે ?”

વિદ્યાર્થીએ જવાબ આપતા કહ્યુ , “ સર, દુધમાંથી તો અઢળક આઇટમ બની શકે આપને કેટલા નામ આપવા પણ ટુંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દુધમાંથી શું મળે તેનો આધાર દુધમાં શું ભળે છે તેના પર છે.

શિક્ષકે કહ્યુ , “ સાબાસ બેટા, બિલકુલ સાચો જવાબ છે. તમે પુછેલા સવાલનો જવાબ પણ આવો જ છે. જીવનમાંથી શું મળે છે તેનો આધાર જીવનમાં શું ભળે છે તેના પર રહેલો છે. જો જીવનમાં પ્રેમ ભળશે તો પ્રેમ મળશે અને જો જીવનમાં નફરત ભળશે તો નફરત મળશે.

જીવનરૂપી દુધમાં એવુ કંઇ ન ભેળવવુ કે જેથી દુધ બગડી જાય પણ એવું કંઇક ભેળવવુ કે જેથી દહિં , માખણ , છાસ , ઘી કે મીઠાઇ વગરે જેવા અનેક સ્વરુપે તેનો ઉપયોગ કરી શકાય.

No comments: