Thursday, 30 June 2016

માણસો મૃત્યુંથી સાવ અમથા ડરે છે



માણસો મૃત્યુંથી સાવ અમથા ડરે છે

આપણે ક્યારેય એને મળ્યા નથી પણ જે મળ્યા છે એના વર્તન પરથી લાગે છે કે ......
મૃત્યું કેટલું મીઠું હશે !.....જે એક વાર એનો સ્વાદ ચાખે છે એ બાકીનું કંઇ ક્યારેય ચાખતો જ નથી. મૃત્યું કેટલું પ્રેમાળ હશે કે એનો ભેંટો થયા પછી માં નો પાલવ પણ યાદ આવતો નથી.
મૃત્યું કેવું રોમેન્ટીક હશે એના એક વખતના સ્પર્શથી પ્રિયતમા/પ્રિતમનું એ આહલાદક આલિંગન સાવ ઓગળી જાય છે.
મૃત્યું કેવું પ્રભાવશાળી હશે કે માત્ર એક જ મુલાકતમાં સગા-વ્હાલા, મિત્રો બધુ જ છોડીને એની સાથે હાલી નિકળવા માણસ તૈયાર થઇ જાય છે.
મૃત્યું કેવું ખુબસુરત હશે એક વાર જે એને મળે છે એ જીવવાનું જ છોડી દે છે.

માણસો મૃત્યુંથી સાવ અમથા ડરે છે.

No comments: