Thursday 30 June 2016

આપણે બધા મોટાભાગે કોઇ લાલચથી ભગવાનના ચરણે માથુ નમાવિએ છીએ અથવા કોઇ ડરથી ભગવાનને પ્રાર્થનાઓ કરીએ છીએ. કોઇપણ જાતની લાલચ કે ડર વગર આપણે એ પરમપિતાને ક્યારે બોલાવ્યા એ યાદ છે ?



મુસ્લિમ ધર્મમાં શિબલી નામના એક સુફી સંત થઇ ગયા. એક દિવસ શિબલી પોતાના હાથમાં સળગતા લાકડા લઇને ભરબજારમાંથી પસાર થયા. બજારમાં રહેલા બધા લોકોને આશ્વર્ય થયુ કારણકે એમણે આ સંતને કાયમ ઉપદેશ આપતા જોયા હતા આજે કોઇ જુદા જ વેશમાં હતા.

લોકોએ એમને પુછ્યુ , “ ફકીરબાબા , હાથમાં આ સળગતા લાકડા લઇને ક્યાં જાવ છો ?”

શિબલીએ લોકોને જવાબ આપતા કહ્યુ , “ મારે જન્નત ( સ્વર્ગ) અને જહન્ન્મ ( નરક) બંનેને સળગાવી દેવા છે એટલે હું આ સળગતા લાકડા લઇને નિકળ્યો છું.

લોકોને લાગ્યુ કે આનું છટકી ગયુ લાગે છે એટલે આવી પાગલ જેવી વાતો કરે છે. એક વિદ્વાનને થયુ કે આવા મોટા ઓલિયા ફકિરની હરકત કોઇ હેતુ વગરની ના હોઇ શકે નક્કી આની પાછળનો કંઇક ઉદેશ હશે. આ વિદ્વાને શિબલીને પુછ્યુ , “ તમે સ્વર્ગ અને નરકને શા માટે સળગાવી દેવા માંગો છો ?”

શિબલીએ કહ્યુ , “ મારે સ્વર્ગ અને નરકને એટલા માટે સળગાવી દેવા છે કારણ કે હું ઇચ્છુ છુ કે લોકો પ્રભુને યાદ કરે તો કોઇ લાલચથી કે કોઇ બાબતના ડરથી ન કરે પણ પ્રેમથી યાદ કરે.

આપણે બધા મોટાભાગે કોઇ લાલચથી ભગવાનના ચરણે માથુ નમાવિએ છીએ અથવા કોઇ ડરથી ભગવાનને પ્રાર્થનાઓ કરીએ છીએ. કોઇપણ જાતની લાલચ કે ડર વગર આપણે એ પરમપિતાને ક્યારે બોલાવ્યા એ યાદ છે ?

No comments: