Thursday 30 June 2016

સ્વમીવીવેકાનંદના શબ્દો...



સ્વમીવીવેકાનંદના શબ્દો...
================

ઈશ્વર શોધવા તમે ક્યાં ફાફા મારો છો ? દરિદ્ર, દુખી અને દુર્બળ એ સર્વે પણ ઈશ્વરજ છે .

સમગ્ર માનવજાતનો ઈતિહાસ સાક્ષી છે કે જયારે જયારે શક્તિ પ્રકટ થઇ છે ત્યારે ત્યારે તે સામાન્ય પ્રજવર્ગમાંથીજ ઉત્પન્ન થઇ છે.

જે દેહનો કોઈ પણ વસ્તુ વિનાશ કરી શકે છે એ દેહની આપણે સતત ચિંતા કરીએ છીએ, અને એજ કારણે આપણે આપણું જીવન સતત ભયમાં વ્યતીત કરીએ છીએ.

કોઈ પણ સત્કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. એ સત્કર્મ ભલે કર્મ દ્વારા કે વિચાર દ્વારા થાય પણ તેનું પરિણામ ઉત્તમ જ હશે.

ઉઠો. કામે વળગો. આ જીવન તો કેટલા દિવસનું છે? તમે જયારે આ જગતમાં આવ્યા જ છો તો કોઈક નિશાની મૂકી જાવ. અન્યથા તમારામાં અને વૃક્ષમાં શો ફરક રહેશે ? પણ પેદા થઈને મૃત્યુ પામે છે.

જેનું શરીર શક્તિહીન છે. હૈયે ઉત્સાહની ઉણપ છે. મગજની પ્રતિભાનો અભાવ છે. શું થશે આવા જડ પીન્ડોનું? એમને હચમચાવીને હું એમનામાં સ્પંદન જગાવવા ઇચ્છુ છું. વેદાંતના અમોઘ મંત્રથી એમને જગાવીશ.

ઉઠો...જાગો...એ કથનને સાબિત કરવા માટેજ મેં આ જન્મ લીધો છે.
નાનામાં નાના, ક્ષુદ્રમાં ક્ષુદ્ર લાગતાં કામ પ્રત્યે પણ તુચ્છકારથી જોવું ન જોઈએ.

No comments: