Thursday 30 June 2016

પ્રેમ એટલે પ્રાપ્તિ નહી પ્રેમ એટલે સમર્પણ



એક દંપતિ હતું. પતિ-પત્નિ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને એકબીજાની સારસંભાળ રાખતા હતા. તેઓની આર્થિક સ્થિતી ખુબ જ નબળી હતી. એક દિવસ પત્નિએ પતિને કહ્યુ , “ ભગવાને મને કેટલા સુંદર લાંબા વાળ આપ્યા છે પણ આ વાળમાં નાખવા માટે એક પણ સારી હેરપીન ઘરમાં નથી. મને એક સારી હેરપીન તો લાવી આપો

પતિએ પત્નિને સાંભળી અને પછી કહ્યુ , “ અરે ગાંડી , તને તારી હેરપીનની પડી છે. મારી ઘડીયાલનો બેલ્ટ કેટલા દિવસથી તુટી ગયો છે. નવો બેલ્ટ લેવાના પૈસા નથી તો તારી હેરપીન કેવી રીતે લાવું ?”

પતિ સાંજે પોતાનું કામ પુરુ કરીને ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં ઘડીયાલ વાળાની દુકાન આવી એટલે ત્યાં જઇને પોતાની બેલ્ટ વગરની ઘડીયાલ વેંચી નાંખી અને મળેલી રકમમાંથી કટલેરીની દુકાન પરથી પત્નિ માટે સુંદર હેરપીન લીધી.

ઘરે આવીને બારણુ ખખડાવ્યુ. પત્નિએ બારણું ખોલ્યુ અને પોતાની પત્નિને થોડીવાર તો સુનમુન બનીને જોઇ જ રહ્યો. પત્નિએ પુછ્યુ , “ આમ શું ભુતની જેમ ડોળા ફાડીને જોઇ રહ્યા છો ?” પતિ એટલુ જ બોલી શક્યો , “ તારા લાંબા વાળ ક્યાં ગયા ?” પત્નિને જવાબ આપતા કહ્યુ , “ મેં વાળ કપાવી અને વેંચી નાખ્યા અને બદલામાં મળેલી રકમમાંથી તમારી ઘડીયાલ માટે આ અફલાતુન બેલ્ટ લાવી છું.

પત્નિએ બેલ્ટ પતિના હાથમાં મુક્યો અને પતિએ પત્નિને બધી વાત કરીને એના માટે લાવેલી હેરપીન એના હાથમાં મુકી. બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા.

સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે છે એ નહી હું સામેવાળી વ્યક્તિ માટે શું કરી શકુ એ વિચારજો. પ્રેમ એટલે પ્રાપ્તિ નહી પ્રેમ એટલે સમર્પણ

No comments: