Saturday, 18 June 2016

એક બહેન તો હોવી જ જોઈએ.



DEDICATE TO LOVELY SISTERS & CUTE BROTHERS

એક બહેન તો હોવી જ જોઈએ :
=================

•
જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો.
•
જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો.
•
જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો.
•
કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો.
•
મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો.
•
જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે.
•
જે નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને” લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય.
•
જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય.
•
જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય.
•
જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય.
•
જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય.
•
આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય.
•
તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય.
•
બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય.
આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.

જો એક બહેન હોય….

•
તો જ સંવેદનાની અનુભૂતિ આવે.
•
તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે.
•
તો જ ઘરમા તમને સતત ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે.
 
 
 
 

No comments: