Saturday 18 June 2016

ખુબ જ મહત્વનું અને શેર કરવા જેવું - પેન કાર્ડ


ખુબ જ મહત્વનું અને શેર કરવા જેવું :
=====================

પાન કાર્ડ હવે દેશમાં લગભગ દરેક વ્યક્તિની પાસે છે. પણ તમે જાણો છો તેનો ઉપયોગ કયા-કયા કરાય છે અને આ કાર્ડ હોવું દરેક વ્યક્તિ માટે કેમ જરૂરી છે?

આખરે આ કાર્ડ પર છાપેલા 10 આંકડાંના નંબરનો મતલબ શું હોય છે અને આ દરેક વ્યક્તિને એક બીજાથી કેવી રીતે અલગ પાડે છે? આ સમાચારમાં અમે તમને પેન કાર્ડ અંગે પૂરી માહિતી આપવા જઇ રહ્યા છીએ.

ભારતમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ કે પેન કાર્ડ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસની દેખરેખમાં ઇન્કમ ટેક્સ વિભાગ બનાવે છે. પછી તે એક દિવસનું જન્મેલ બાળક હોય કે 60 વર્ષની વૃદ્ધ વ્યક્તિ હોય.

આ કાર્ડ તમામ દેશવાસીઓ માટે જરૂરી છે. આ કાર્ડ છપાયેલ 10 અંકનો નંબર દરેક વ્યક્તિ માટે યુનિક ઓળખ છે. આ ઓળખ પત્રના રૂપમાં પણ ઉપયોગ કરાય છે. આ સિવાય પગાર લેવા અને વેપાર કરવા માટે પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. તેનાથી સરકારી પૈસાની થનાર લેવડ-દેવડ પર ટેક્સ લગાવી શકે છે અને આ ટેક્સ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

5 લાખ રૂપિયા કે તેનાથી વધુ કિંમતની અચલ સંપત્તિની ખરીદી અને વેચાણમાં પેન કાર્ડની જરૂર પડે છે

વાહનના ખરીદ - વેચાણ પર પણ પેન કાર્ડ જરૂરી છે.

જો બેન્કમાં તમારી ટાઇમ ડિપોઝીટની રકમ 50000 રૂપિયાથી વધુ થઇ રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં પેન કાર્ડ હોવું જરૂરી છે.

પોસ્ટ ઓફિસમાં કોઇપણ પ્રકારના ખાતાની રકમ જો 50000 રૂપિયાથી વધુ થઇ રહી છે તો પણ હોવું જરૂરી છે.

એક લાખ રૂપિયા કે તેનાથી વધુ કિંમતની વસ્તુની ખરીદી કે વેચાણ પર જામીનના રૂપમાં બનાવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં તેનો ઉપયોગ થાય છે

કોઇપણ બેન્કમાં ખાતા ખોલવા માટે પેન કાર્ડ જરૂરી દસ્તાવેજ મનાય છે

ટેલિફોન કનેક્શન લગાવા માટે અરજી કરતાં સમયે તે જરૂરી છે. સેલ્યુલર કનેક્શન માટે પણ જરૂરી છે

જો હોટલમાં તમારો એક દિવસનો ખર્ચ 25000 રૂપિયાથી વધુ થાય છે તો પેન કાર્ડ જરૂરી છે

એક દિવસમાં જો તમારો 50000 રૂપિયાથી વધુનો બેન્ક ડ્રાફ્ટ, ચૂકવણી ઑર્ડર કે બેન્કર ચેક રોકડમાં ખરીદવાનો છે તો તમારું પેન કાર્ડ દેખાડવું જરૂરી છે

રોકડ 50000 કે તેનાથી વધુની રકમ બેન્કમાં જમા કરાવા માટે પેન કાર્ડ દેખાડવું જરૂરી છે

વિદેશની મુસાફરી કરવા માટે જો તમે 25000 રૂપિયા કે તેનાથી વધુની કિંમતની ટિકિટ રોકડમાં ખરીદી રહ્યા છો તો તે સમયે પણ તમારે પેન કાર્ડ દેખાડવું પડશે.

No comments: