Thursday 30 June 2016

દ કે પૈસા રૂપી કપની ચિંતા છોડીને જીવનરૂપી કોફીની મોજથી લિજ્જત માણિએ.



યુનિવર્સીટીમાં અભ્યાસ કરાવતા એક પ્રાધ્યાપકને મળવા માટે એના કેટલાક જુના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકના ઘરે આવ્યા હતા. આ બધા વિદ્યાર્થીઓ પોત-પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચ્યા હતા. પ્રાધ્યાપક પણ ખુબ આનંદમાં હતા કારણ કે એમના આ ગઇકાલના સામાન્ય વિદ્યાર્થીઓ આજે અસામાન્ય બની ગયા હતા.

પ્રાધ્યાપકે પોતાના આ પ્રિય વિદ્યાર્થીઓ માટે કોફી મંગાવી. થોડીવારમાં ઘરનો નોકર કોફી બનાવી જુદાજુદા કપમાં ભરીને લાવ્યો. વિદ્યાર્થી ત્રણ હતા પણ નોકરને અગાઉથી અપાયેલી સુચના મુજબ એ છ કપ કોફી લાવ્યો હતો. બધા જ કપ જુદા-જુદા હતા. કોઇમાં હીરા ઝડેલા હતા તો કોઇમાં મોતી ઝડેલા હતા. કોઇ ચાંદીનો બનેલો હતો તો કોઇ સાદી માટીનો બનેલો હતો.

નોકરે કોફીના કપની ટ્રે જેવી ટીપોઇ પર મુકી કે બધા જ વિદ્યાર્થીઓએ એક એક કપ ઉપાડી લીધો અને કોફીની મજા માણતા માણતા પોતાના ગુરુજી સાથે વાતો કરવા લાગ્યા.

થોડીવાર પછી પ્રાધ્યાપકે આ વિદ્યાર્થીઓને કહ્યુ , “ દોસ્તો, તમે એક બાબતની નોંધ લીધી? મેં જ્યારે તમારા માટે કોફી મંગાવી ત્યારે તમારી સામે છ કપ મુકવામાં આવ્યા. તમે માત્ર ત્રણ જ વ્યક્તિઓ હતા. બધા કપ જુદા જુદા હતા. અને ક્યો કપ ઉપાડવો એ તમારે પસંદ કરવાનું હતું. હવે તમે બધા તમારા કપ સામે જુવો. તમે બધા એ દેખાવમાં ખુબ આકર્ષક અને મૂલ્યમાં કિંમતી હોય એવા જ કપ ઉપાડયા છે. જ્યારે દેખાવમાં સામાન્ય એવા માટીના કપ એમ જ ટીપોઇ પર પડ્યા રહ્યા છે. સ્વાદ કપનો નહી પણ કપમાં રહેલી કોફીનો હોય છે. આમ છતા આપણે બધા કોફી કરતા પણ કપને વધુ મહત્વ આપીએ છીએ.

બધા જ વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોઇ રહ્યા.

જીવન એ કોફી છે અને ભૌતિક સવલતો એ વિવિધ પ્રકારના કપ છે. કોફી જો સારી હશે તો સાદા કપમાં પણ એ મજેદાર લાગશે અને જો કોફી જ સારી નહી હોય તો ગમે તેવા આકર્ષક અને મુલ્યવાન કપમાં પણ સાવ ફીક્કી લાગશે. પદ કે પૈસા રૂપી કપની ચિંતા છોડીને જીવનરૂપી કોફીની મોજથી લિજ્જત માણિએ.
 

No comments: