Monday 14 December 2015

એક માતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે.

ઇંગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભણવામાં અત્યંત નબળો હતો. 13 વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણ કે એ ડીસ્લેક્સિયા( તારે જમી પે માં ઇશાનને જે રોગ હતો તે)નો પેસન્ટ હતો. પરંતું તેની માં પોતાના દિકરાના અભ્યાસ કરતા પણ તેના સર્વાંગી વિકાસમાં ખુબ ધ્યાન આપતી. પોતાનો આ છોકરો નિર્ણયો જાતે લે એ માટે એને તૈયાર કરતી.
આ છોકરાની શાળાથી 3 કીમી દુર ક્રોસીંગ પર એને એકલો મુકી દેતી અને એને એની જાતે શાળા શોધવાનું કહેતી. ડીસ્લેક્સિયાના દર્દીને એકલો મુકવાથી કેવા ગંભિર પરિણામ આવે તે એ જાણતી જ હશે પણ એને તો પોતાના દિકરાને દુનિયાની સામે ઉભો રાખવો હતો. પેલો મહામહેનતે એની સ્કુલ સુધી પહોંચી શકતો ક્યારેક રસ્તો પણ ભટકી જતો આમ છતા એ એને એકલો જ મુકતી.
13 વર્ષની ઉંમર પછી એને એકે બોર્ડીંગ સ્કુલમાં બેસાડવામાં આવ્યો પણ તેના પરફોર્મન્સના કારણે એને 16માં વર્ષે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો. એની માં હિંમત આપવા માટે સાથે હતી. આ છોકરાને બિઝનેશ શરુ કરવો હતો તો પોતાની બધી જ અંગત બચત આ માં એ 16 વર્ષના દિકરાના હાથમાં મુકી દીધી. છોકરાએ " સ્ટુડન્ટ" નામનું મેગેઝીન શરુ કર્યુ પરંતું વાંચનાર કોઇ નહોતું એટલે ગાંઠનું ગોપી ચંદન ખર્ચીને એની 50000 કોપી મફતમાં વહેંચી.
દિકરાની દરેક નિષ્ફળતા વખતે માં તેની સાથે રહી ડિસલેક્સિક દિકરાને સધિયારો આપતી રહી. આ દિકરાને પોતાની માં ના સપના સાકાર કર્યા અને એક ડિસ્લેક્સિક બાળક શું કરી શકે તેનો દુનિયાને પરિચય કરાવ્યો.
આ છોકરો એટલે વર્ઝીન ગૃપની 400 કંપનીઓનો માલિક અને 28000 કરોડથી વધુ સંપતિ ધરાવતો ઇંગ્લેન્ડનો ચોથાનંબરનો ધનકુબેર રીચાર્ડ બેનસન.
“એક માતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે .” આ કહેવત કંઇ એમ જ નહી પડી હોય. એક માતા ધારે તો શું કરી શકે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે. ઇવ બેન્સન જેવી કેટલીએ માતાઓએ આ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે.

No comments: