Wednesday 16 December 2015

માનવતાની સેવા

એક બહુ મોટા રાજ્યના સમ્રાટે પોતાના દરબારમાં દરેક વર્ગનો એક પ્રતિનિધી રાખ્યો હતો. કોઇ એ સમ્રાટનું ધ્યાન દોર્યુ કે આપે સમાજના બધા જ વર્ગને આપના દરબારમાં પ્રતિનિધિત્વ આપ્યુ છે પરંતું મુર્ખાઓનો કોઇ પ્રતિનિધી આપના દરબારમાં નથી. સમ્રાટને લાગ્યુ કે મારે મુર્ખાઓના કોઇ પ્રિતિનિધિને પણ નિયુક્ત કરવો જોઇએ એણે સૈનિકોને આવી વ્યક્તિ લાવવા માટેની આજ્ઞા કરી.
સૌનિકો રાજયમાંથી એક મુરખાને પકડી લાવ્યા. સમ્રાટે કહ્યુ કે તને આજથી આ રાજ્યમાં મુર્ખાઓના પ્રતિનિધી તરિકે નિયુક્ત કરવામાં આવે છે. તને રહેવા માટે મકાન અને ફરવા માટે ગાડી પણ આપવામાં આવશે. પેલા મુર્ખાને તો આ ગમ્યુ એણે પુછ્યુ કે મને આવી સગવડ ક્યાં સુધી મળશે ? રાજાએ કહ્યુ કે તું મુર્ખાનો પ્રતિનિધી છે એવું એક કાર્ડ બનાવીને તને આપવામાં આવશે તારે આ કાર્ડ તારા ગળામાં પહેરવાનું જ્યારે તારા કરતા બીજો કોઇ મોટો મુરખ ન મળે ત્યાં સુધી તારે આ કાર્ડ ગળામાં પહેરી રાખવાનું જ્યારે તારા કરતા કોઇ મોટો મુર્ખો મળે ત્યારે આ કાર્ડ એના ગળામાં પહેરાવીને તું છુટો. પેલા મુરખાએ સંમતિ આપી.

થોડા સમય પછી સમ્રાટ બિમાર પડ્યા અને ધીમે ધીમે મરણ પથારીએ પહોંચી ગયા હવે તો સમ્રાટની વિદાયના દિવસો ગણાતા હતા. જુદા જુદા વર્ગના પ્રતિનિધીઓ સમ્રાટની આખરી મુલાકાત માટે આવી રહ્યા હતા. પેલા મુર્ખાઓનો પ્રતિનિધી પણ આવ્યો. એ સમ્રાટ પાસે બેઠો અને સમ્રાટને પુછ્યુ કે તમે કેમ સુતા છો ? તમને કંઇ તકલિફ છે ?
સમ્રાટે કહ્યુ કે, " ભાઇ મારે લાંબી યાત્રાએ જવું છે એટલે થોડો આરામ કરુ છુ "

પેલાએ પુછ્યુ ," તો તમે યાત્રા કરીને કેટલા દિવસ પછી પાછા ફરશો?"

સમ્રાટ : અરે ભાઇ આ યાત્રા તો બહુ જ લાંબી છે પાછો આવવાનો જ નથી હવે ક્યારેય
મુર્ખ : ઓહો ! તો તો તમે યાત્રામાં આ બધી જ સંપતિ સાથે લઇને જવાના હશો ને ?

સમ્રાટ : ના ભાઇ ના આ મહેલ અને બધી જ સંપતિ અહિયા મુકીને જ જઇશ.

મુર્ખ : તો રાણીબા અને રાજકુવરને તો સાથે લઇ જશો ને ?

સમ્રાટ : અરે ત્યાં મારે એકલાએ જ જવાનું છે કોઇ ને સાથે લઇ જવાના નથી.

મુર્ખ : ઓહો ! આટલી લાંબી યાત્રાએ કંઇ જ લીધા વગર સાવ એકલા જવાના છો તે બધી તૈયારી તો ખુબ કરી હશે ને તમે ?
સમ્રાટ : શું કહું હું તને દોસ્ત , પણ સાચુ કહું તો કોઇ જ તૈયારી કરી નથી.

પેલા મુર્ખાએ પોતાના ગળામાં પહેરેલું મુર્ખાઓના પ્રતિનિધીનું કાર્ડ કાઢીને પેલા સમ્રાટના ગળામાં લટકાવી દિધુ અને કહ્યુ કે તમે મને કહ્યુ હતું કે મારા કરતા મોટો મુરખ મળે તે દિવસે હું છુટો. રાજા સાહેબ આ તમારાથી મોટો મુરખ બીજો ક્યો હોઇ જેને આવડી મોટી યાત્રાએ સાવ એકલા જવું છે ને કોઇ તૈયારી જ નથી કરી.
મિત્રો , અત્યારે વેકેશન ચાલે છે થોડા દિવસ ફરવા જવું હોઇ તો પણ કેવું આગોતરુ આયોજન કરીને બધી જ તૈયારીઓ કરનારા આપણે પણ પેલા સમ્રાટ જેવા મહામુર્ખ તો નથીને કે કાયમી યાત્રાની કોઇ તૈયારી જ ના કરી હોય !
ચાલો માનવતાની સેવા દ્વારા આ કાયમી યાત્રાના આયોજનાના શ્રી ગણેશ કરીએ..............

No comments: