Thursday 24 December 2015

જેના પર આપણો અંકુશ ન હોય તેના પર ચડવાનો પ્રયાસ ન કરવો નહીતર જરૂરીયાતના સમયે નીચે ઉતરવાની તક પણ નહી મળે.

એક વખત દિલ્લીનો બાદશાહ વહેલી સવારે યમુના કિનારે ફરવા માટે નીકળ્યો. નદીના કાંઠા પર એમણે કેટલાક હાથી જોયા. સાથે રહેલા માણસને આજ્ઞા કરી કે હાથીના મહાવતને મારી પાસે બોલાવી લાવ. મહાવત બાદશાહ પાસે આવ્યો એટલે બાદશાહે એમને કહ્યુ કે મારે હાથી પર સવારી કરવી છે.
દિલ્લીનો બાદશાહ પોતાના હાથી પર સવારી કરશે આ જાણીને મહાવત આનંદમાં આવી ગયો. એ એક
હાથીને બાદશાહ પાસે લાવ્યો. હાથીને નીચે બેસાડ્યો અને પછી બાદશાહને હાથી પર બેસાડ્યા. હાથી ઉભો થયો. હજુ તો હાથી ચાલવાની શરુઆત કરે એ પહેલા બાદશાહે કહ્યુ, “ હવે , આ હાથીની લગામ
મારા હાથમાં આપ” . મહાવત બાદશાહની મુર્ખામી પર મનમાં હસ્યો અને કહ્યુ , “ જહાંપનાહ , હાથીને લગામ ન હોય.બાદશાહે આશ્વર્ય સાથે કહ્યુ કે તું મજાક કરે છે કે ખરેખર હાથીને લગામ ન હોય? મહાવત હાથ જોડીને બોલ્યો , “ જહાંપનાહ , હું આપની મજાક કરી શકું ખરો ? હું સાચું જ કહુ છુ કે હાથીને લગામ ન હોય. એ ધીમે ધીમે ચાલે આથી લગામની જરુર જ ન પડે.બાદશાહે તુરંત જ કહ્યુ, “ હાથીને નીચે બેસાડો.” . બાદશાહની આજ્ઞા થતા હાથીને નીચે બેસાડવામાં આવ્યો. બાદશાહ કુદકો મારીને હાથી પરથી નીચે ઉતરી ગયા અને મહાવતને કહ્યુ , “ જેની લગામ મારા હાથમાં ના હોય એના પર સવારી કરવી મને સલામત નથી લાગતી. જેને હું મારા અંકુશમાં ના રાખી શકુ એના પર આધિપત્ય
કેવી રીતે સ્થાપી શકુ?” જેના પર આપણો અંકુશ ન હોય તેના પર ચડવાનો પ્રયાસ ન કરવો નહીતર જરૂરીયાતના સમયે નીચે ઉતરવાની તક પણ નહી મળે.

No comments: