Wednesday 16 December 2015

પ્રભુના પ્રેમને પામવા માટે એમણે રચેલી આ સૃષ્ટિને પ્રેમ કરતા શિખીએ અને કોઇ સાચા ગુરુના માર્ગદર્શનથી જગત પ્રત્યેના આ પ્રેમનું રૂપાંતરણ જગદિશ પ્રત્યેના પેમમાં કરીએ..............

ઇશ્વર પ્રાપ્તિની ઝંખના કરતો એક યુવક એકવાર રામાનુજને મળ્યો. રામાનુજને મળીને કહ્યુ કે , " મને આ સંસારમાં કોઇ મોહ નથી. મારે તો બસ ભગવાન સાથે નાતો જોડવો છે. મારે આપનું માર્ગદર્શન જોઇએ છે કે મને પ્રભુનો પ્રેમ કઇ રીતે મળે ?" .

રામાનુજએ આ યુવકને પુછ્યુ કે તે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે ખરો ? પેલો યુવક કહે હું કંઇ મુરખ છુ તે આ સંસારની માયામાં ફસાવ ? ક્યારેય કોઇને પ્રેમ નથી કર્યો .

રામાનુજે બીજી વાર પુછ્યુ કે ભલે તે પ્રેમ ના કર્યો હોય પણ ક્યારેય પ્રેમનો વિચાર આવ્યો હોઇ એવું ખરું ? પેલા એ કહ્યુ અરે મહારાજ તમે શું વાત કરો છો ? આવો હિન વિચાર આવે કેવી રીતે ? કોઇ દિવસ ક્યારેય કોઇને પ્રેમ કરવાનો વિચાર નથી આવ્યો અરે કોઇ બીજાની ક્યાં વાત કરો છો મારા માતા-પિતા ભાઇ-બહેન મિત્રવર્તુળ કોઇને પણ પ્રેમ કરવાનો વિચાર ક્યારેય નથી આવ્યો.

રામાનુજે ત્રીજી વાર પુછ્યુ કે ક્યારેય કોઇ સપનું આવ્યુ હોઇ કોઇને પ્રેમ કરવાનુ એવું બન્યુ છે ? પેલા એ કહ્યુ તમે પણ હદ કરો છો હો....મને માત્ર એક જ વિચાર આવે છે ભગવાનને પ્રેમ કરવાનો તો બીજાને પ્રેમ કરવાનું સપનું મને કેવી રીતે આવી શકે ? આ નશ્વર પ્રેમને મેં મારાથી ખુબ દુર રાખ્યો છે . હવે મને કહો કે પ્રભુનો પ્રેમ પામવાની પુરેપુરી પાત્રતા છે ને મારી ? પરમશક્તિના એ પ્રેમનો અધિકારી છુ ને હું ?

રામાનુજ એકદમ ઉદાસ થઇ ગયા. પેલાએ કહ્યુ કેમ તમે બોલતા બંધ થઇ ગયા ? રામાનુજ કહે અરે દોસ્ત ! તે બોલવા જેવું કંઇ રહેવા જ નથી દીધુ ! પરમાત્માની બનાવેલી આ સૃષ્ટી અને માણસોને જો તું પ્રેમ ના કરી શકતો હોઇ તો પછી પરમાત્માને કેમ પ્રેમ કરી શક્શે ભાઇ ? જો તે કોઇને પ્રેમ કર્યો હોત તો તારા એ નશ્વર પ્રેમને પણ પરમાત્માના પ્રેમમાં પરિવર્તિત કરી શકાત પરંતુ તારે તો પ્રેમ સાથે દુર દુરનો ય નાતો નથી તો પ્રભુના પ્રેમ તરફ પ્રયાણ કેમ કરીશ ? અરે ભાઇ તારી પાસે પ્રેમનું બીજ જ નથી તો પરમાત્માના પ્રેમરુપી વૃક્ષને કેવી રીતે મેળવી શકીશ ?

મિત્રો , પ્રભુના પ્રેમને પામવા માટે એમણે રચેલી આ સૃષ્ટિને પ્રેમ કરતા શિખીએ અને કોઇ સાચા ગુરુના માર્ગદર્શનથી જગત પ્રત્યેના આ પ્રેમનું રૂપાંતરણ જગદિશ પ્રત્યેના પેમમાં કરીએ..............

No comments: