Wednesday 16 December 2015

ફરિયાદ કરવાનું બંધ કરીને જીવનને જીવવાની શરુઆત કરીએ.....

એક વખત કેટલાક સસલાઓ પોતાના સમાજની સમસ્યાઓ માટે ચર્ચા કરવા એક જગ્યાએ ભેગા થયા. એક સસલાએ કહ્યુ કે " બ્રહ્માજીએ આપણી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. આપણને નાના અને દુર્બળ બનાવ્યા છે. આપણા શત્રુઓથી બચવા માટે આપણે સતત ભગતું રહેવું પડે છે. જગત કર્તાએ બધા જ સંકટો આપણા પર નાખ્યા છે."

બીજા સસલાએ કહ્યુ કે, " હું તો હવે આ દુ:ખ અને આફતોથી ભરેલા જીવનથી કંટાળી ગયો છુ. મારાથી હવે વધારે દુ:ખ સહન થઇ શકે એવું લાગતું નથી. મને માફ કરજો પણ મારે તો તળાવમાં ડુબીને મરી જવું છે."

ત્રીજા સસલાએ કહ્યુ , " અરે ભાઇ અમારા બધાની દશા પણ તારા જેવી જ છે. આમ ડરી ડરીને જીવવા કરતા મરી જવું વધારે સારું અમારે પણ એ જ કરવુ છે. આત્મહત્યા કરવા માટે બધા જ સસલાઓ તળાવ તરફ ચાલવા લાગ્યા. તળાવના પાણીમાંથી બહાર નીકળીને કેટલાક દેડકાઓ કિનારા પર બેઠા હતા. સસલાઓના આવવાનો અવાજ દેડકાઓના કાને પડ્યો એટલે તેઓ ડરીને ફટાફટ પાણીમાં કુદવા લાગ્યા.
એક સસલાએ બાકીના બધા સસલાઓને ઉભા રાખીને કુદી રહેલા દેડકાઓને બતાવીને કહ્યુ ," ભાઇઓ આપણે આત્મહત્યા કરવાની જરુર નથી. ભગવાને આ સૃષ્ટીમાં આપણા કરતા કરતા વધુ મુશ્કેલીમાં જીવતા અને આપણાથી ડરતા જીવો બનાવ્યા છે તેઓ પણ આ દુનિયામાં રહે છે અને મોજથી જીવે છે તો પછી આપણે મરવાની શી જરુર ? " બધા જ સસલાઓ આનંદથી નાચતા - કુદતા પાછા ફર્યા .

મિત્રો આપણા પર આફત આવે ત્યારે આ સસલાઓની જેમ વિચારતા થઇએ કે આપણાથી પણ વધુ દુ:ખી , ગરિબ , રોગી અને ઘણી બધી મુશ્કેલીમાં પણ લોકો મસ્તીથી જીવન જીવે જ છે તો પછી આપણે તો તેના કરતા વધું સારી સ્થિતીમાં છીએ !!!!!!!!

ફરિયાદ કરવાનું બંધ કરીને જીવનને જીવવાની શરુઆત કરીએ.....

No comments: