Thursday 24 December 2015

આપણો સાચો પરિચય

એક વાર સાંજના સમયે મહાન અભિનેતા ચાર્લી ચેપ્લિન બજારમાં ફરવા માટે નીકળ્યા. એમણે એક જાહેરાત વાંચી. જાહેરાત અભિનય સાથેની વેશભુષા અંગેની હરીફાઇની હતી જેમા ચાર્લી ચેપ્લિનની વિજેતા માટે મોટી રકમનું ઇનામ પણ હતું. ચાર્લી ચેપ્લિને પોતાના પાત્રની આ વેશભુષાની જાહેરાત જોઇ એટલે એને ગમ્મત સુજી. વેશ પલ્ટો કરીને જાહેરાતમાં દર્શાવેલા સ્થળે એ પહોંચી ગયો અને હરિફાઇમાં ભાગ લેવા માટેનું ફોર્મ ભર્યુ. હરિફાઇમાં ભાગ પણ લીધો. પોતાના અનેક ડુપ્લીકેટની સાથે આ ઓરીજનલ અભિનેતાએ પણ સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું. કાર્યક્રમ પૂર્ણ થતા પરિણામ જાહેર કરવામાં આવ્યુ. પોતાના જ અભિનય અને વેશભુષાની હરિફાઇમાં ચાર્લી ચેપ્લિન પોતે જ હારી ગયો. વિજેતા કોઇ ડુપ્લિકેટ બન્યો. ચાર્લી ચેપ્લિને હસતા હસતા કહ્યુ, “ દેખાડો કરનારો જીતી ગયો અને સાચો હતો તે હારી ગયો. મારા દેખાવ સાથે મેચ થનારા એમાના કોઇ મારા વિચાર કે આચાર સાથે મેચ થતા નહતા. વિજેતા થયેલા માણસની જીત કરતા મને મારી હારનો વધુ આનંદ છે કારણકે હું જાણું છું કે હું જ સાચો ચાર્લી ચેપ્લિન છું.દેખાળો કરવામાં કોઇ આપણાથી આગળ નીકળી જાય એવુ બને પણ વિચાર અને આચાર આપણા પોતાના જ હોઇ છે અને એ જ તો આપણો સાચો પરિચય છે.

No comments: