Tuesday 15 December 2015

જીવનમાં બીજા લોકોને પણ એના દેખાવ પરથી નહી વિચારો પરથી આદર આપતા શિખીએ.......

મહાન કવિ કાલિદાસ કોઇ રાજાના આમંત્રણથી તેના મહેલમાં ગયા. શારિરિક દેખાવમાં કાલિદાસ બદસુરત હતા આથી રાજાએ કાલીદાસને કહ્યુ , " આપ કેવા વિદ્વાન અને પંડીત છો આપના બુધ્ધિચાતુર્યનીકોઇ સાથે સરખામણી થઇ શકે તેમ નથી, કાશ ભગવાને આપને આપની વિદ્વત્તાને અનુરુપ રુપ અને ઘાટ પણ આપ્યા હોત......"કાલીદાસ સમજી ગયા કે રાજા એમના શારિરિક દેખાવની મજાક ઉડાવી રહ્યા છે પરંતું એ કંઇજ બોલ્યા નહી માત્ર હસતા રહ્યા. રાજાએ કાલીદાસને આખા મહેલમાં ફેરવ્યા અને એક મોટા સભાખંડમાં આવીને બેઠા. કાલીદાસે રાજાને કહ્યુ કે રાજા સાહેબ મને પાણીથી ભરેલા બે ઘડા જોઇએ છે, એક માટીનો અને બીજો સોનાનો......એ મળી શકશે ?રાજાએ આદેશ કર્યો અને થોડી જ વારમાં એક માટીનો અને એક સોનાનો પાણીથી ભરેલો ઘડો સભાખંડમાં લાવવામાં આવ્યો. કાલીદાસે રાજાને પુછ્યુ , " મહારાજ આમાંથી આપ ક્યા ઘડાનું પાણી પીવાનું પસંદ કરશો ?" રાજાએ કહ્યુ ," માટીના ઘડાનુ" . કાલીદાસે કારણ પુછ્યુ તો રાજાએ કહ્યુ કે માટીનાઘડાનું પાણી ઠંડુ હોય એટલે સ્વાભાવિક છે કે કોઇ પણ માણસ એ ઘડાનું પાણી જ પીવે સોનાનો ઘડો તો માત્ર જોવામાં જ સારો લાગે.કાલીદાસે હસતા હસતા કહ્યુ , " મહારાજ પાણીની ઠંડકને બહારના દેખાવ સાથે કંઇ લેવા દેવા ના હોય તો પછી મારા જ્ઞાનને મારા શરિરનાદેખાવ સાથે જોડવાની શી જરુર ?"આકાશમાં ઉડતો ફુગ્ગો એના રંગને કારણે નહિ એમાં કેવા પ્રકારની અને કેટલી હવા ભરેલી છે એના આધારે ઉંચે જતો હોય છે. આપણે પણ સફળતાના આકાશમાં ઉંચે ને ઉંચે ઉડવા માટે આપણા રંગ- રૂપની નહીં પણ જ્ઞાન અને વિચારોની જરુર છે. અને જીવનમાં બીજા લોકોને પણ એના દેખાવ પરથી નહી વિચારો પરથી આદર આપતા શિખીએ.......

No comments: