Tuesday 15 December 2015

દુ:ખના એ અવસરોને પળમાં ભુલી જઇએ સુખની એ ક્ષણોને શ્વાસો સાથે જડીદઇએ.

એકવખત બે ખાસ મિત્રો ફરવા માટે નિકળ્યા. રસ્તામાં બન્ને વચ્ચે કોઇ બાબતની ચર્ચાને લઇને બોલાચાલી થઇ અને એક મિત્રએ ગુસ્સામાં આવીને બીજાના ગાલ પર એક તમાચો મારી દીધો. એ મિત્ર ખુબ દુ:ખી થયો પરંતું કંઇ જ ન બોલ્યો બસ ત્યાં રેતી હતી એ રેતી પર એણે લખ્યુ , " આજે મારા પ્રિય મિત્રએ મને તમાચો મારીને મારું દિલ દુભાવ્યું "બંને ફરીથી આગળ વધ્યા. રસ્તામાં ખળખળ વહેતી એક બહુ જ સરસ મજાની નદી આવી. બંનેને નદીમાં સ્નાન કરવાની ઇચ્છા થઇ એટલે બંને નહાવામાટે નદીમાં પડ્યા. અચાનક ઉપરવાસના વરસાદને કારણે નદીમાં પુર આવ્યુ અને જે મિત્રને દુ:ખ લાગ્યુ હતુ એ તણાવા લાગ્યો. જેણે તમાચો માર્યો હતો એ મિત્ર તુંરત જ પોતાના તણાતા મિત્રને ખેંચીને નદીની બહાર લાવ્યો. ત્યાં નદી કાંઠા પર મોટા મોટા પથ્થરો હતા. પેલો મિત્ર એ પથ્થર પાસે ગયો અને હાથમાં બીજો નાનો પથ્થર લઇને એક મોટા પથ્થર પર લખ્યુ , " આજે મારા પ્રિય મિત્રએ મારું જીવન બચાવ્યુ "એના મિત્રને આ કંઇ સમજાયુ નહી એટલે એણે પોતાના આ મિત્રને પુછ્યુ , " મેં જ્યારે તને તમાચો માર્યો તો તે એ રેતી પર લખ્યુ અનેજ્યારે મે તારું જીવન બચાવ્યુ તોતે એ પથ્થર પર લખ્યુ. આવુ કેમ ?"પેલા મિત્રને હસતા હસતા જવાબ આપ્યો , " જ્યારે કોઇ તમારી લાગણીને ઠેસ પહોંચાડે ત્યારે એ રેતી પર લખી રાખવું જેથી ક્ષમાનોપવન એને ભૂંસી નાખે , અને જ્યારે કોઇ તમારા માટે કંઇક સારું કામ કરે ત્યારે એ પથ્થર પર લખી રાખવું જેથી જીવનભર એ યાદ રહે અને એ માણસાના આપણે સદાયના ઋણી રહીએ"દુ:ખના એ અવસરોને પળમાં ભુલી જઇએ સુખની એ ક્ષણોને શ્વાસો સાથે જડીદઇએ."

No comments: