Thursday 24 December 2015

આપણા હાથ નીચે કામ કરતા લોકો કે આપણા પરિવારના સભ્યોને વશમાં રાખવાનેબદલે આપણી જાતને જ વશમાં રાખતા શીખી જઇએ તો !!!!!!!!!!!!

કુરુ પ્રદેશની રાણી રાક્ષસી પ્રકૃતિની હતી. બીજાને વગરવાંકે પણ દુ:ખ પહોંચાડીને એને આનંદ મળતો. એકવાર ભગવાન બુધ્ધ આ પ્રદેશમાંથી પસાર થવાના છે એવા સમાચાર એને મળ્યા તો એણે બુધ્ધનું અપમાન કરવા માટે નોકર ચાકરને તૈયાર કર્યા. જ્યારે બુધ્ધ આ પ્રદેશમાં પ્રવેશ્યા એટલે લોકોએ બુધ્ધ પર ચોર” , “મૂર્ખ” , “ગધેડો” , “ઢોંગીવગેરે જેવા અપશબ્દોની ઝડી વરસાવી.બુધ્ધ તો શાંત ચિતે આગળ ચાલ્યા જતા હતા પરંતુ એમના પ્રિય શિષ્ય આનંદથી આ સહન ન થયુ. એમણે બુધ્ધનેપ્રાર્થના કરતા કહ્યુ , “ભગવંત આપણે આ નગરમાંથી ચાલ્યા જવું જોઇએ”. બુધ્ધે સામે પુછ્યુ ,” ક્યાં જવું છે બોલ ?” આનંદે કહ્યુ,” પ્રભુ એવા નગરમાં જવું છે જ્યાં કોઇ અપશબ્દોથી આપને અપમાનિત ન કરે.બુધ્ધે કહ્યુ , “બીજા નગરમાં પણ લોકો અપમાન કરશે તો?” આનંદે કહ્યુ , “ તો પછી કોઇ બીજા નગરમાં ચાલ્યા જશુ.બુધ્ધે આનંદના ખભા પર હાથ રાખીનેકહ્યુ ,” નહી, આનંદ અન્ય કોઇ નગરમાં જવું નથી અહિંયા જ રહેવુંછે. જ્યાં આપણું અપમાન થાય એ સ્થાનને ત્યાં સુધી ન છોડવું જોઇએ કે જ્યાં સુધી આપણને એ જ સ્થાનમાંથી આદર ન મળે આપણે આપણા જીવન અને કાર્ય દ્વારા અપમાનને આદરમાં બદલી શકીએ. લોકો વશમાં કરેલા ઘોડા , હાથીઓ વગેરેને ઉત્તમ માને છે પરંતું આનંદ આવા પશુઓને વશમાં રાખનાર કે હજારો લાખો લોકોને વશમાં કરનારા કરતા પણ સૌથી ઉત્તમ એ છે જે સ્વયંને વશમાં રાખે છે.આપણી આસપાસના લોકો , આપણા હાથ નીચે કામ કરતા લોકો કે આપણા પરિવારના સભ્યોને વશમાં રાખવાનેબદલે આપણી જાતને જ વશમાં રાખતા શીખી જઇએ તો !!!!!!!!!!!!

No comments: