એક બહેન તો હોવી જ જોઈએ…
• જેની
સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો
• જેને
હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
• જેની
જીદો અટકાવી, તમારૂ
ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો
આનંદ માણી શકો
• કોઈને
પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો
• મમ્મી-પપ્પાની
ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો
• જે
પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા
બધા તોફાન પોતાના માથે લઈ લે
• જે
નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને” લીધે તહેવાર છોડી
તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય
• જે
તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે
નક્કી કરતી હોય
• જે
તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય
• જે
કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
• જે
તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના
પલકારાથી પણ ડરતી હોય
• આખા
ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના
તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય
• તારો
ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા
દેતી હોય
• બાજુ
વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા
થઈને વરસતી હોય આવું બધું અવાર નવાર
કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.
જો એક બહેન હોય….
• તો
જ સંવેદનાની અનુભૂતિ આવે
• તો
જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
• તો
જ ઘરમા તમને સતત
ખૂંચી રહેતા
ખાલીપાનો ખ્યાલ આવે
બહેન એ ક્યારેક
દિકરી સમાન હોય છે તો ક્યારેક
માં સમાન. મોટી
બહેનના હાલરડા સાંભળો તો એ
માં થી કમ નથી હોતા
અને નાની બહેનને
ખોળામાં સુવડાવવાનો
આનંદ એ દિકરીથી કમ
નથી હોતો.
No comments:
Post a Comment