Tuesday 15 December 2015

આપણે જીવીએ છીએ કે માત્ર શ્વાસ જ લઇએ છીએ ?

એક ભાઇ પોતાના નાના દિકરાને સાથે લઇને સાંજના સમયે ફરવા માટે નિકળેલા. અચાનક રસ્તામાં શાળામાં સાથે ભણતા મિત્રનો ભેટો થઇ ગયો. પોતાની વૈભવી કાર પાસે સુટબુટમાં ઉભેલા આ મિત્રને જોઇને જ ખબર પડી ગઇ કે થોડાવર્ષોમાં ઘણી કમાણી કરી છે આ મિત્રએ. આમ છતા કુતુહલ વશ પુછ્યુ કે દોસ્ત તું શું કરે છે ? ક્યાં રહે છે તું ?

પેલા મિત્રએ જરા છાતી કાઢીને કહ્યુ કે મારા ત્રણ - ચાર બિઝનેશ ચાલે છે. રાજકોટમાં જ બે બંગલા છે. ચાર પ્લોટ છે. કાલાવડ રોડ પર જ હમણા 25 એકર જમીન લીધી. એક મોટો પાર્ટી પ્લોટ ખરીદવાની ચર્ચા ચાલે છે. એક શાળામાં અને એક કોલેજમાં પણ ભાગીદારી છે. પણ એ તો કહે તું શું કરે છે ?

પેલા ભાઇએ તો જરા સંકોચ સાથે કહ્યુ કે હું તો સામાન્ય નોકરી કરું છુ અને મકાન લોન લઇને એક નાનું મકાન બનાવ્યુ છે જેમાં મારી પત્નિ અને આ દિકરા સાથે રહું છું.

આ બંને મિત્રોની વાત સાંભળી રહેલા પેલા નાના છોકરાએ પોતાના પિતાના પૈસાદાર મિત્રની સામે જોઇને આશ્વર્યથી પુછ્યુ , " અંકલ આટલા બધા રૂપિયા તમે કેવી રીતે કમાયા? ". જવાબમાં પેલા ભાઇએ પોતાના સવારે ઉઠવાથી શરુ કરીને રાતના સુવા સુધીના સમયનું સમયપત્રક કહી દીધું.

છોકરાએ પોતાના આ અંકલને એટલુ જ પુછ્યુ , " અંકલ આટલી વ્યસ્તતામાં જીવો છો ક્યારે ? "
પેલા ભાઇએ હસતા હસતા કહ્યુ કે અરે , ગાંડા આ જીવું જ છુ ને!

છોકરાએ પણ સ્મિત સાથે કહ્યુ , " માત્ર શ્વાસ લેવાને જીવવું કહેવાય ? " અને પોતાના પિતાની આંગળી પકડીને કહ્યુ ચલો પપ્પા આપણો રમવાનો ટાઇમ થઇ ગયો અને આજે બોલીંગ તમારે કરવાની છે હો !...........................

આપણે જીવીએ છીએ કે માત્ર શ્વાસ જ લઇએ છીએ ?


No comments: