Friday 18 December 2015

પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી , શબ્દોમાં તો મોટા ભાગેમાંગણીઓ જ હોય છે.

એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો. આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા.મંદિરના પુજારી પણ આ બાળકની રાહ જોઇને બેઠા હોય. ઘણા તો એવી પણ વાતો કરતા કે આ બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે. આંખો બંધ કરીને ઉભેલા બાળકના માત્ર હોઠ ફફળતા હોય. થોડી મિનિટો સુધી બસ એમ જ કંઇક બોલ્યા કરે. બધાને એ વાતનું આશ્વર્ય હતું કે આ નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે !એક દિવસ બધા ભક્તોએ ભેગા થઇને પુજારીને વિનંતિ કરી કે આ છોકરાને આપણે પુછીએ કે એ ભગવાનનેશું પ્રાર્થના કરે છે ? પુજારીનેપણ આ જાણવું જ હતું એટલે બધા પેલાબાળકની રાહ જોવા લાગ્યા. બાળક આવ્યો. બુટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો. દફતર ખભા પર જ હતું નેબે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી. પ્રાર્થના પુરી કરીને એ બહાર નિકળ્યો એટલે બધા લોકોએ એનેઘેરી લીધો.પુજારીએ પુછ્યુ , “ સાચુ કહેજો આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો?”પેલા બાળકે કહ્યુ , “ અરે, પુજારીજી મને ના ખોળખ્યો હું તો બાજુની ચાલીમાં રહેતા ઇશ્વરભાઇનો માનવ છું અને મને પ્રાર્થનામાં કંઇ જ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય અને શું ન કહેવાય એ કંઇ જ સમજાતું નથી. હું તો ભગવાન સામે ઉભો રહીને આંખ બંધ કરીને 5 વખત એબીસીડી બોલી જાવ છું. ભગવાને એમાંથી જે શબ્દો જોઇતા હોય એ લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી , શબ્દોમાં તો મોટા ભાગેમાંગણીઓ જ હોય છે.

No comments: