Wednesday 16 December 2015

કાશ આપણે પણ અભ્યાસ કે આપણા કામ પ્રત્યે આવા જ સમર્પિત થઇ શકીએ.............

એકવાર આઇન્સ્ટાઇન પોતાની લેબોરેટરીમાં કામ કરવા માટે વહેલી સવારના ગયા તે જમવા માટે બહાર જ ન આવ્યા. સાંજ પડવા આવી આથી આઇન્સ્ટાઇનનો એક આસીસ્ટન્ટ લેબોરેટરીમાં ગયો અને જોયુ તો આઇન્સ્ટાઇન પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હતા. આસીસ્ટન્ટે જમવાનું પુછ્યુ તો આઇન્સ્ટાઇને ના પાડી.

પેલો આસીસ્ટન્ટ આઇન્સ્ટાઇનનું ખુબ જ ધ્યાન રાખતો હતો એટલે એણે એક કપ કોફી તૈયાર કરી અને એ કોફીનો કપ લઇને આઇન્સ્ટાઇન જે ટેબલ પર કામ કરતા હતા ત્યાં ગયો અને કોફીનો કપ ટેબલ પર મુકીને કહ્યુ કે તમે સવારથી કંઇ જ જમ્યા નથી આટલી કોફી પી લેજો.
થોડા સમય પછી પેલો આસીસ્ટન્ટ કોફીનો ખાલી કપ લેવા આવ્યો અને ટેબલ પર નજર કરી તો કોફીનો કપ એમ જ ભરેલો પડ્યો હતો. આઇન્સ્ટાઇને એક ઘુંટ પણ કોફી પીધી ન હતી. આથી પેલો આસીસ્ટન્ટ થોડો ખિજાયો અને કહ્યુ કે તમારા માટે કોફીનો એક કપ તૈયાર કરીને તમારા ટેબલ સુધી મુક્યો અને તમે એ પણ પીધી નહી? કોફી તો તમે કામ કરતા-કરતા પણ પી શક્યા હોત !!!!!

આઇન્સ્ટાઇને ટેબલ પર જોયુ તો કોફીનો કપ આખો એમ જ ભરેલો હતો. આઇન્સ્ટાઇન પોતાના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને કંઇક વિચારવા લાગ્યા. પેલા આસીસ્ટન્ટે પુછ્યુ કે શુ થયુ? ત્યારે આઇન્સ્ટાઇને કહ્યુ કે મેં કંઇક પીધુ તો ખરું જો કોફીનો કપ એમ જ ભરેલો છે તો મેં શું પીધુ એ વિચારું છુ.
આઇન્સ્ટાઇનના કાળા હોઠ જોઇને આસીસ્ટન્ટને તુરંત જ ખ્યાલ આવી ગયો. અને ટેબલ પર જોતા જ એ હસવા લાગ્યો. આઇન્સ્ટાઇને પુછ્યુ કે કેમ હસે છે ? ત્યારે પેલો બોલ્યો કે તમે ટેબલ પર કોફીના કપની બાજુમાં પડેલો પેનમાં પુરવાની શાહીનો કપ ઉપાડીને તે પી ગયા છો.

મિત્રો આઇન્સ્ટાઇન પોતાના કામમાં એવા મશગુલ હતા કે એ કોફી પીવે છે કે શાહી પીવે છે એ પણ એને ખબર નહોતી. કામ પ્રત્યેનું કેવું સમર્પણ !!!!!!!!!

કાશ આપણે પણ અભ્યાસ કે આપણા કામ પ્રત્યે આવા જ સમર્પિત થઇ શકીએ.............

No comments: