Thursday 24 December 2015

સફળતાનો યશ પોતાની ટીમને આપે અને નિષ્ફળતાની જવાબદારીઓ પોતાની પાસે રાખે એ જ આદર્શ નેતૃત્વ પુરુ પાડી શકે.

આ એ સમયની વાત છે જ્યારે ભારતે પ્રથમ વખત સ્વદેશી બનાવટના અગ્નિમિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું. મિસાઇલ બનાવનારી ટીમના લીડર તરિકે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સેવા આપી રહ્યા હતા. જ્યારે મિસાઇલનું પરિક્ષણ કરવાની તારીખ નક્કી થઇ ત્યારે સમગ્ર વિશ્વએ આ ઘટનાનો વિરોધ કર્યો પણ ભારતને પોતાની ટેકનોલોજી પર અને વૈજ્ઞાનિકો પર પુરો વિશ્વાસ હોવાથી બધાના વિરોધ વચ્ચે પણ પરિક્ષણ કર્યુ. જ્યારે મિસાઇલના પ્રક્ષેપણ માટે કમ્પ્યુટરને આદેશ આપી દેવામાં આવ્યો ત્યાર પછીની થોડી જ ક્ષણોમાં કમ્પ્યુટર પર હોલ્ડનો મેસેજ આવ્યો.કલામે પોતાની ટીમને આ બાબતે પુછ્યુ ત્યારે ટીમે કમ્પ્યુટરને બાયપાસ કરીને મેન્યુઅલી પ્રક્ષેપણ માટે સુચન કર્યુ. કલામે ટીમના સુચન
મુજબનો નિર્ણય લીધો અને પરિણામ એ આવ્યુ કે પરિક્ષણ નિષ્ફળ રહ્યુ. પ્રેસ અને મીડીયાવાળા બહાર રાહ જોઇને જ બેઠા હતા. કલામ પ્રેસ કોન્ફરન્સ સંબોધવા માટે બહાર આવ્યા તેની સાથે આ સમગ્ર પ્રોજેક્ટના ચીફ ડો. સતિષ દાવન પણ હતા. જેવા બધા પ્રેસની સામે આવ્યા કે બધાએ માઇક ડો. કલામની સામે ધરી દીધા. ડો. સતિષ ધવન એ બધા જ માઇક પોતાના તરફ ખેંચીને કહ્યુ, “ હું આ સમગ્ર પ્રોજેક્ટનો ચીફ છુ અને નિષ્ફળતા માટે જવાબદાર છુ. આપને વચન આપું છું કે મારી ટીમ ડો. કલામની આગેવાની હેઠળ વધું મહેનત કરશે અને અમારી ક્ષતીઓને અમે દુર કરીશું.કલામ તો જોતા જ રહી ગયા. ટીમ ફરી કામે વળગી. ક્ષતિઓ દુર કરી અને ફરીથી મિસાઇલના પરિક્ષણનો દિવસ આવ્યો. આ વખતે પરિક્ષણમાં સફળ રહ્યા. બધા ખુબ આનંદમાં હતા. ભારતે પોતાની અણું ટેકનોલોજીનો સમગ્ર વિશ્વને પરિચય કરાવ્યો હતો. પ્રેસ અને મીડીયાના લોકો બહાર રાહ જોઇને ઉભા હતા. ડો. સતિષ ધવન ડો. કલામ સાથે મીડીયા સમક્ષ આવ્યા એટલે બધાએ માઇક ડો. ધવનની સામે રાખ્યા. ડો. ધવન એ હળવેથી ડો. કલામને આગળ કરીને કહ્યુ, “ કલામ આ પ્રેસ કોન્ફરન્સને તમે સંબોધન કરો.સફળતાનો યશ પોતાની ટીમને આપે અને નિષ્ફળતાની જવાબદારીઓ પોતાની પાસે રાખે એ જ આદર્શ નેતૃત્વ પુરુ પાડી શકે.

No comments: