Thursday 17 December 2015

સજા કરીને પણ સન્માન કરવાની આ રીત લોકોના હદય પર રાજ કરવાની ઇચ્છા વાળા લોકો માટે દિવાદાંડી જેવી છે.

ભારતની આઝાદી પહેલાના સમયની આ વાત છે. એકવાર ગોંડલની સગ્રામજી હાઇસ્કુલના મેદાનમાં રમતગમત શિક્ષક વિદ્યાર્થીઓની સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. શિક્ષક બેટીંગ કરતા હતા. એક બોલને એણે એવો તો ફટકાર્યો કે એ બોલ સ્કૂલ બિલ્ડીંગના ટાવરની ઘડીયાલ સાથે ટકરાયો. બોલ વાગવાથી ઘડીયાલના કાચના ભુક્કા બોલી ગયા. શિક્ષક સહિત બધા જ વિદ્યાર્થીઓ મુંઝાયા કારણ કે તેઓ જાણતા હતા કે આ રાજ્યની કોઇપણ મિલ્કતને નુકસાન કરવામાં આવે તો તે માટે નુકશાન પહોંચડનારા પાસેથી દંડ વસુલ કરવામાં આવશે માટે આ સજા શિક્ષકને પણ કરવામાં આવશે.સાંજ સુધીમાં તો શિક્ષકને લેખિતમાં સજાનો હુકમ પણ પહોંચતો કરવામાં આવ્યો. તમે શાળાના ટાવરની ઘડીયાલનો કાચ ફોડીને રાજ્યની મિલ્કતને નુકસાન પહોંચાડ્યુ છે આવતી કાલે સાંજે 4 વાગ્યા સુધીમાં તમારે દંડની રકમ રૂ.10/- સરકારી કચેરીમાં જમાં કરાવવાની રહેશે.”  હુકમ મળતા જ શિક્ષક મુંઝાયા કારણ કે 10/-
રૂપિયા બહુ મોટી રકમ હતી આખા મહિનાનો પગાર 10/- રૂપિયા થતો. કંઇ બચત પણ નહોતી હવે શું
થશે ? એ વિચાર માત્રથી એનું શરિર ધ્રુજતું હતું. સવારે 9 વાગ્યાની આસપાસ શિક્ષકને મહારાજા દ્વારા રાજયની કચેરીમાં બોલાવવામાં આવ્ય પેલા શિક્ષકતો ડરતા ડરતા ગયા. કચેરીમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી પોતાના સાથે બેઠા હતા. શિક્ષક આવ્યા એટલે મહારાજાએ પોતાના અધિકારીઓને સંબોધીને કહ્યુ , “જુવો બધા, મારે તમને આજે રાજ્યના એક રમતવિર શિક્ષકનો પરિચય કરાવવો છે. આ શિક્ષક ક્રિકેટના માસ્ટર છે. બહું સરસ ક્રિકેટ રમી જાણે છે અને આપણા રાજયના બાળકોને શિખવાડે પણ છે. આવા શિક્ષકનું સન્માન કરવું તે આપણી ફરજ છે માટે આજે રાજ્ય વતી 10/- રૂપિયાનું રોકડ પુરસ્કાર આપીને હું આ શિક્ષકનું સન્માન કરું છું.પેલા શિક્ષકે પુરસ્કાર સ્વિકાર્યુ અને તુરંત જ રાજયની કચેરીમાં જઇને દંડની રકમ પણ ભરી દીધી. સજા કરીને પણ સન્માન કરવાની આ રીત લોકોના હદય પર રાજ કરવાની ઇચ્છા વાળા લોકો માટે દિવાદાંડી જેવી છે.

No comments: