Monday 14 December 2015

જીવનના ખેતરમાં પણ જો સુખ-સમૃધ્ધિનો સારો પાક લેવો હોઇ તો પોતાના માટે પણ આસપાસના લોકોનો વિચાર કરવો જ પડશે. આસપાસ ગંદકી હશે તો તમને તમારી ચોખ્ખાઇની જોઇએ એવી મજા નહી જ આવે.

એક ખેડુતને એના મિત્રએ મકાઇનું આધુનિક બિયારણ આપ્યુ. મિત્રએ આ ખેડુતને બધી જ વાત સમજાવી કે આ મકાઇના ઉછેર માટે શું તકેદારી રાખવી જોઇએ. જો થોડી કાળજી રાખવામાં આવે તો મકાઇનો મબલખ પાક આવે અને ખેડુત માલામાલ થઇ જાય.
ખેડુતે પોતાના ખેતરમાં આ મકાઇ વાવી અને ખુબ સારો પાક થયો. પોતાના વિસ્તારમાં તેમણે આ પ્રકારનું વાવેતર પ્રથમ વખત કર્યુ હતુ એટલે ભાવ પણ ખુબ સારા મળ્યા. ખેડુત ઇચ્છે તો આ નવાપ્રકારના ઉત્પાદનનો લાભ એ એકલો જ લઇ શકત પરંતું એણે એના પાડોશીને પણ આ બિયારણ આપીને એને પણ મકાઇ વાવવા માટે સમજાવ્યો હતો. પાડોશીએ પણ મકાઇ વાવી સરખા ખેતર અને સરખી માવજત કરવા છતા પાડોશીને મકાઇનું ઉત્પાદન થોડુ ઓછુ આવ્યુ.
ગામના લોકોએ આ બાબતે ખેડુતને પુછ્યુ ત્યારે ખેડુતે કહ્યુ , “ પાડોશીને ત્યાં મકાઇનું બિયારણ આપવામાં આમ તો મારો સ્વાર્થ જ હતો કારણકે મકાઇનો સારો પાક લેવો હોઇ તો મકાઇના છોડને ઠંડા પવનથી બચાવવા પડે. જો માત્ર મારા ખેતરમાં મકાઇ વાવુ તો પાડોશીના ખેતર પરથી આવતા ઠંડા પવનના ઝપાટાઓ મારી મકાઇને નુકસાન પહોંચાડે એટલે જો પાડોશી પણ મકાઇ વાવે તો એના ખેતરમાં ઉભેલી મકાઇ મારા ખેતરમાં આવતા ઠંડા પવનને અવરોધે અને પરિણામે મારી મકાઇનો પાક સારો આવે.
મારા પાડોશીએ પણ જો મકાઇનું સારુ ઉત્પાદન જોઇતું હોઇ તો એણે પણ પોતાના પાડોશીનું ધ્યાન રાખવું પડે અને પાડોશીને બિયારણ વાવવા માટે આપવું પડે.
મિત્રો, જીવનના ખેતરમાં પણ જો સુખ-સમૃધ્ધિનો સારો પાક લેવો હોઇ તો પોતાના માટે પણ આસપાસના લોકોનો વિચાર કરવો જ પડશે. આસપાસ ગંદકી હશે તો તમને તમારી ચોખ્ખાઇની જોઇએ એવી મજા નહી જ આવે.

No comments: