Monday 21 December 2015

મહત્વની વાતો સાવ ચુકી જઇએ છીએ.

એક જકાતનાકા પર ખુબ પ્રામાણિક અધિકારી ફરજ બજાવતા હતા. જકાત વસુલ કરવાની તેને ફરજ સોંપવામાં આવી હતી. આ જકાતનાકા પરથી રોજ એક માણસ પોતાની કારમાં રેતીની કોથળીઓ લઇને નીકળતો. રેતી ઉપર કોઇ જકાત ન હતી એટલે માત્ર ગાડી ચેક કરીને આ માણસને જવા દેવામાં આવતો.રોજે રોજેની આ ઘટનાથી અધિકારી અને પેલા માણસ વચ્ચે ઓળખાણ પણ થઇ અધિકારીએ પુછ્યુ કે તમારે રોજ રેતીની શું જરુર હોય છે ? પેલા ભાઇએ કહ્યુ કે સાહેબ એ વાત જવા દોબસ થોડી જરુર હોય છે એટલે રેતી લાવું છુ તમે કહેતા હોય તો એના પરટેક્ષ ભરવાની મારી તૈયારી છે. અધિકારીએ કહ્યુ કે ભાઇ સરકારે આ રેતી લાવવા પર ટેક્ષ જ નથી નાખ્યો તો પછી હું કેવી રીતે વસુલ કરી શકુ?પેલા અધિકારી નિવૃત થયા નિવૃતિ બાદ એ એકવખત શહેરના કારના મોટા શો રૂમની મુલાકાતે ગયા. એમણે જોયુ કે પોતે જ્યારે જકાતનાકા પરફરજ બજવતા હતા ત્યારે જે માણસ કારમાં રોજ રેતીની કોથળી લઇને નીકળતો એ ભાઇ તો આ શો રૂમનો માલિકછે એ એમની પાસે ગયો. શો રૂમના માલિકે અધિકારીને જોઇને કહ્યુ સાહેબ ઓળખાણ પડે છે કે નહી ? પેલાસાહેબે કહ્યુ કે આ ઓળખુ જ છુ તમે રોજ રેતી લઇને જકાતનાકા પરથી પસાર થતા.પેલા ભાઇએ કહ્યુ કે સાહેબ તમને રેતી જ દેખાણી પણ હું તો રોજ નવી નકોર કાર લઇને પસાર થતો કાર પર બહું મોટી જકાત હતી જો બધી જ કાર એક સાથે કોઇ વાહનમાં લાવું તો મારે જકાત રૂપે મોટી રકમ ભરવી પડે એટલે બહાર ગોડાઉનમાંથી રોજ એક કાર લાવતો અને જકાત બચાવતો. પેલો અધિકારી તો આંખો ફાડીને પોતાને ઉલ્લુ બનાવનાર આ માણસને જોતો જ રહ્યો !!!!!!!આપણે પણ જીવનમાં આ અધિકારી જેવુંજ કરીએ છીએ. અત્યંત ફાલતું વાતોમાં બહું ધ્યાન આપનારા આપણે મહત્વની વાતો સાવ ચુકી જઇએ છીએ.

No comments: