Wednesday 16 December 2015

પરફેક્ટની વ્યાખ્યા

એકવાર કોઇ ગુરુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં
જ સાંજ પડી ગઇ એટલે ગુરુજીએ બધા શિષ્યોને રસ્તામાં જ રાતવાસો કરવાની
સુચના આપી અને કહ્યુ કે આપણે સવારે આગળ જવા માટે પ્રયાણ કરીશુ.
સાંજનું ભોજન બનાવવાની શરુઆત થઇ એટલે ગુરુજીએ કહ્યુ કે આજે રોટલી હું
બાનવીશ. બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી
પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા
જોયેલા નહી આજે એ દર્શનનો લાભ પણ મળવાનો હતો.
ગુરુજીએ પ્રથમ રોટલી બનાવી. રોટલીનો કોઇ જ આકાર નહી. ઓસ્ટ્રેલિયાના નકશા
જેવી બની. રોટલી તાવડીમાંથી નીચે ઉતારતી વખતે ગુરુજી બોલ્યા , " પરફેક્ટ
" .
શિષ્યો મનમાં હસ્યા કે આને પરફેક્ટ કહેવાય ? .....પણ કોઇ કંઇ બોલ્યુ
નહી. બીજી રોટલી ત્રિકોણ આકારની થઇ અને તાવડીમાંથી નીચે ઉતારતા ઉતારતા
તુટી પણ ગઇ. ગુરુજી ફરી બોલ્યા ," પરફેક્ટ " . શિષ્યો મુંઝાયા કે ગુરુજી
ગાંડા થયા છે કે શું ? ત્રીજી રોટલી પણ ચોરસ બની અને વચ્ચે કાણા પણ
પડ્યા. આ રોટલી નીચે ઉતારતી વખતે ગુરુજી ફરીથી બોલ્યા , " પરફેક્ટ ".
હવે ના રહેવાયુ એટલે એક શિષ્યએ પુછ્યુ કે ગુરુજી આમાં પરફેક્ટ જેવું શું
છે ? ગુરુએ હસતા હસતા કહ્યુ કે હું રાહ જ જોતો હતો તારા આ પ્રશ્નની.
માત્ર કોરો લોટ ખાઇએ તો ગળે ના ઉતરે અને પાણી નાંખીને પછી ખાઇએ તો ગળે
ચોંટી જાય. આવું ના થાય અને લોટ સરળતાથી ગળેથી ઉતરીને પેટમાં જાય એટલે
એને શેકીને ખાવાની શરુઆત થઇ.
આપણે એવું માનીએ છીએ કે રોટલી ગોળ હોય તો જ એને પરફેક્ટ કહેવાય અને આપણી
આ માન્યતાને કારણે જ આકાર વગરની , ત્રિકોણ કે ચોરસ રોટલી પુરતી શેકાયેલી
હોવા છતાય આપણને પરફેક્ટ લાગતી નથી.
મિત્રો ઘણીવાર આપણને એવું લાગે છે કે આ પરફેક્ટ નથી કારણ કે એ આપણી
પરફેકટની વ્યાખ્યામાં બંધબેસતું નથી. પણ આપણે ક્યારેય એ વિચારતા જ નથી કે
મારી પરફેક્ટની વ્યાખ્યા કદાચ ખોટી પણ કોઇ શકે પેલી ગોળ રોટલીની
જેમ!!!!!!!!!!!!!!!!!!!!!

No comments: