Tuesday 15 December 2015

આપણને દેખાય છે એ સિવાયની ન દેખાતી પણ એક બીજી બાજુ હોય છે.

શ્રધ્ધા નામની એક છોકરી એક દિવસ શાળાએ મોડી આવી. વર્ગ શિક્ષક આ છોકરીને ખિજાયા અને પછી વર્ગની બહાર ઉભા રહેવાની સજા કરી. બીજા દિવસે ફરીથી આ છોકરી મોડી આવી અને શિક્ષકે એને પહેલા દિવસ જેવી જ સજા બીજા દિવસે પણ કરી. આવુ પછી તો સતત 3 માસ સુધી બન્યુ શ્રધ્ધા રોજ હાંફળી ફાંફળી થઇને દોડતી દોડતી શાળાએ આવતી પણ છતા મોડુ થતું એને મોડા આવવા બદલ સજા થતી અને એ કોઇપણ જાતની દલીલ વગર સજા સ્વિકારી લેતી.

એક દિવસ આ છોકરી સાવ અચાનક સમય કરતા પણ વહેલી શાળાએ આવી ગઇ. રોજ મોડી પડનારી આ છોકરીને આજે વહેલી આવેલી જોઇને શિક્ષક પણ આશ્વર્યમાં પડી ગયા.
એણે પેલી છોકરીને પુછ્યુ , " શ્રધ્ધા , આજે કેમ સમયસર આવી ગઇ ? "

શ્રધ્ધાએ કહ્યુ , " સાહેબ , સર ઘેર મારે એક અપંગ અને બિમારીથી પીડાતો નાનો ભાઇ હતો. રોજ સવારે કુટુંબના ભરણપોષણ માટે મારી માં ને કામ કરવા માટે બહાર જવું પડતું અને જ્યાં સુધી મારી માં કામ પરથી પાછી ના આવે ત્યાં સુધી મારા ભાઇને સાચવાવાની જવાબદારી મારી હતી. મારી માં પાછી આવે પછી ભાઇ એને સોંપીને હું શાળાએ આવતી અને એટલે મોડી પડતી."

શિક્ષકે કહ્યુ , " તો પછી આજે કેમ સમયસર આવી ગઇ ? "

શ્રધ્ધાએ આંખમાં આંસુ સાથે કહ્યુ , " સર , મારો નાનો ભાઇ હવે આ દુનિયામાં નથી."

મિત્રો, આપણને દેખાય છે એ સિવાયની ન દેખાતી પણ એક બીજી બાજુ હોય છે, આપણે માત્ર જે જોઇએ છીએ એના આધારે જ રીએકટ કરીએ છીએ......અને ન દેખાતી બાજુ સાવ છુટી જાય છે અને કદાચ એની સાથે સાથે બીજુ ઘણુ બધુ પણ છુટી જાય છે!!!!!!!!!!!!!

No comments: