Thursday 24 December 2015

ભગવાનને કે માણસને પ્રેમ કરવાની તરસ જ નથી લાગી હજુ.

ઉનાળાની બળબળતી બપોરે એક રેલ્વે સ્ટેશન પર ટ્રેઇન આવીને ઉભી રહી એટલે એક નાનો છોકરો હાથમાં પાણીની ડોલ અને ગ્લાસ લઇને દોડ્યો. દરેક બારી પાસેથી પસાર થઇને બોલવા લાગ્યો , “ પાણી પીવો ભાઇ પાણી , ઠંડુ અને મીઠું પાણી.એક ભાઇએ એણે સાદ પાડેને પોતાની પાસે બોલાવ્યો. ગ્રાહક મળ્યાના આનંદ સાથે એ છોકરો પેલા ભાઇ પાસે પહોંચી ગયો. બોલો શેઠ કેટલા ગ્લાસ પાણી આપુ ? ” “ પહેલા તું મને એ કહે કે પાણીના એક ગ્લાસનું શું છે ? ” “ શેઠ, એક ગ્લાસનો માત્ર એક રૂપિયો.” “ અરે, એક ગ્લાસ પાણીનો તે ક્યાંય રૂપિયો હોતો હશે ! સાલા , બધા લુંટવા જ બેઠા છે. બહારના પ્રવાસી જોયા નથી અને મનફાવે એવા ભાવ પડાવવાના ચાલું. તમને કંઇ લાજ શરમ જેવું છે કે નહી ? ચલ હવે છાનોમાનો 50 પૈસામાં આપવો હોય તો આપ.છોકરો ડોલ લઇને આગળ ચાલવા માંડ્યો. પેલા ભાઇએ પાછળથી બુમ મારી , “ અરે, કયાં જાય છે ચલ હવે 75 પૈસા લઇ લેજે.છોકરાએ આ ભાઇની સામે જોઇને એટલુ જ કહ્યુ , “શેઠ , આપને તરસ જ નથી લાગી એટલે મારા પાણીનું મુલ્ય તમને નહીં સમજાય. જ્યારે તરસ લાગશે ને ત્યારે ભાવ તાલ કરવા પણ ઉભા નહી રહો. અરે, એવો સમય જ નહી હોય.આપણું પણ આ શેઠ જેવું જ છે ભાવતાલ કરવામાં જ પડ્યા છીએ. ભગવાનને કે માણસને પ્રેમ કરવાની તરસ જ નથી લાગી હજુ.

No comments: