Friday 18 December 2015

રેસ્ટોરન્ટના માલિકને 1000નું બીલ ચુકવનારા આપણે વેઇટરને નાની ટીપ આપવામાં 1000 વાર વિચારીએ છીએ!!!!!!!

એક નાનો બાળક એક આઇસક્રિમ પાર્લરમાં આઇસક્રિમ ખાવા માટે આવ્યો. ચહેરા પર અનેરા આનંદ સાથે એક ટેબલ પર બેઠો. થોડીવારમાં વેઇટર પાણીનો ગ્લાસ ભરીને આવ્યો એણે આ બાળકને જોઇને થોડો અણગમો બતાવ્યો કારણ કે બાળક સાવ સામાન્ય સ્થિતીનો હતો એ એના કપડાપરથી જ ખબર પડતી હતી.હોટેલમાં મેનુકાર્ડ નહોતુ એટલે પેલા બાળકે વેઇટરને પુછ્યુ, " ભાઇ મને ચોકલેટ ચીપ્સ સાથેનો સ્ટ્રોબેરી આઇસક્રિમ ખુબ ભાવે છે એના એક કપની શું કિંમત છે ?" પેલા વેઇટરે કહ્યુ કે 25 રૂપિયા. બાળકે કહ્યુ ભાઇ એક મિનિટ થોભો આમ કહીને પોતાના ખીસામાંથી ટેબલ પર પરચુરણનો ઢગલો કર્યો અને ગણવાલાગ્યો.વેઇટર ઉભા ઉભા કંટાળ્યો. બાળકે રૂપિયા ગણ્યા તો પુરા પચ્ચીસ રુપિયા થયા એ વેઇટરે પણ જોયુ.પેલા બાળકે કહ્યુ , " ભાઇ મને ચોકલેટ ચીપ્સ વગરનો આઇસક્રિમ જોઇતો હોય તો કેટલામાં મળે ?" વેઇટરે કહ્યુ , " 20 રૂપિયામાં મળશે." બાળકે તુંરત જ કહ્યુ, "તો પછી એ જ લાવો." વેઇટર કંટાળાના ભાવ સાથે એના માટે આઇસક્રિમ લેવાગયો અને મનમાં વિચારવા લાગ્યો એની પાસે 25 રૂપિયા છે તો પણ મનપસંદ આઇસક્રિમ ખાવાને બદલે બીજો આઇસક્રિમ ખાય છે 5 રુપિયા બચાવીને શું મોટો બંગલો બનાવવનો હશે ?બાળકને આઇસ્ક્રિમની સાથે બીલ પણ આપ્યુ અને બાળકે બીલના 20 રૂપિયાચુકવી પણ દીધા. એણે મહારાજા સ્ટાઇલમાં બહુ આનંદ સાથે આ આઇસક્રિમ ખાધો અને પછી વેઇટરને સ્માઇલ આપીને ચાલતી પકડી. વેઇટર આ વિચિત્ર છોકરાને જતા જોઇ રહ્યોઅને ખાલી પ્લેટ લેવા ટેબલ પર ગયો એણે ટેબલ પર જે જોયુ એનાથી એની આંખ ભીની થઇ ગઇ.ટેબલ પર એક ચીઠી પડી હતી જેમાં લખ્યુ હતુ ..." મને પ્રેમથી આઇસક્રિમ આપનાર વેઇટર ભાઇ માટે મારી નાની ભેટ " અને ત્યાં બાજુમાં 5 રૂપિયાનો એક સિક્કો પડ્યો હતો.જીવનમાં સામાન્ય સેવાઓ આપનારા નાના માણસોનો પણ વિચાર કરવો. રેસ્ટોરન્ટના માલિકને 1000નું બીલ ચુકવનારા આપણે વેઇટરને નાની ટીપ આપવામાં 1000 વાર વિચારીએ છીએ!!!!!!!

No comments: