Thursday 24 December 2015

કુદરત આપણને જોઇએ છે એ નહી જરુર છે એ આપવા માંગતો હશે.

એક રાજા પોતાના પ્રધાન સાથે જંગલમાં શિકાર માટે નિકળ્યો. બંને જંગલમાં ખુબ રખડ્યા પણ શિકાર ના મળ્યો. એક જગ્યાએ શેરડીના થોડા સાંઠા ઉગેલા જોયા એટલે પ્રધાન રાજા માટે એ કાપી લાવ્યો. રાજા પોતાની પાસેની કટારથી એ શેરડી છોલવાનો પ્રયાસ કરતો હતો ત્યાં કટાર આંગળી પર વાગી અને આંગળી કપાઇ ગઇ. રાજા દર્દની ચીસો પાડવા લાગ્યો. પ્રધાને પાટો બાંધી આપ્યો અને બોલ્યો ,“  મહારાજ , ચિંતા ના કરો જે થયુ તે સારા માટે જ થયુ.રાજાને ખુબ ગુસ્સો આવ્યો. મારી આંગળી કપાઇ ગઇ તો પણ પ્રધાનને એ સારું લાગ્યુ. એણે પ્રધાનને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છુટો કર્યો અને અત્યારે જ ચાલ્યા જવાનું કહ્યુ. પ્રધાને રાજાને પ્રણામ કરીને કહ્યુ કે મહારાજ જેવી આપની આજ્ઞા.આપે ભલે મને નોકરીમાંથી કાઢી મુક્યો પણ જે થયુ તે સારા માટે જ થયુ હશે. પ્રધાન તો ચાલ્યો ગયો. થોડીવારમાં જંગલમાં વસતી જંગલી પ્રજાત રાજાને બંદી બનાવીને લઇ ગયા. રાજાએ બંદી બનાવવાનું કારણ પુછ્યુ તો જાણવા મળ્યુ કે એના માતાજીને માનવ બલી ચડાવવાની છે. રાજા તો ગભરાઇ ગયો. એમને જ્યારે કબિલાના સરદાર પાસે લાવવામાં આવ્યો ત્યારે કબીલાના સરદારે રાજાની આંગળી પરનો પાટો ખોલાવ્યો કપાયેલી આંગળી જોઇને કહ્યુ કે આબલી માટે યોગ્ય નથી કારણકે એની આંગળી કપાયેલી છે એને જવા દો. રાજા તો જીવ બચાવીને ભાગ્યો. નગરમાં આવીને એણે પેલા પ્રધાનને બોલાવ્યો , અને માફી માંગીને કહ્યુ કે તું સાચો હતો મારી આંગળી કપાઇ એ મારા સારા માટે જ હતી જો આંગળી ના કપાઇ હોત તો આજે હું પોતે જ આખે આખો કપાઇ ગયો હોત. પણ મેં તને નોકરીમાંથી કાઢી મુક્યો ત્યારે પણ તે કહ્યુ હતું કે જે થયુ તે સારા માટે થયું એમાં શું સારું થયુ? પ્રધાને રાજાની સામે જોઇને કહ્યુ , “ મહારાજ તમે મને નોકરીમાંથી ન કાઢી મુક્યો હોત તો હું પણ તમારી સાથે જ હોત. જે લોકો તમને ઉપાડી ગયા એ તમારી સાથે મને પણ ઉપાડી ગયા હોત. તમારી આંગળી તો કપાયેલી હતી એટલે તમને છોડી દિધા પણ હું તો અખંડ હતો એટલે મારા તો કટકા કરી જ નાંખતઆવી પડેલી પરિસ્થિતીને પ્રેમથી સ્વિકારતા શિખીએ. કુદરત આપણને જોઇએ છે એ નહી જરુર છે એ આપવા માંગતો હશે.

No comments: